ડૉક્ટર બનીને આવ્યો ઠગ, ઝડપથી પૈસા ચૂકવવાનું કહીને દર્દીઓને લગાવી દીધો લાખોનો ચૂનો

તમારા પરિવારમાં કોઈ બીમાર છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. એક ડૉક્ટર દર્દીને જોવા આવે છે. તે તમારી સાથે વાત કરે છે અને ઝડપથી સાજા થવાની વાત પણ કરે છે. પછી તમને તે જ ડૉક્ટરનો ફોન આવે છે, જેમાં કહેવામાં આવે છે કે કેટલાક પરીક્ષણોની તાત્કાલિક જરૂર છે. અમે પરીક્ષણો કરી લઈશું, તમે બસ QR કોડ દ્વારા ચૂકવણી કરી દો. જો તમે ડૉક્ટરને રૂબરૂ મળ્યા હશો, તો તમને તેમના પર અવિશ્વાસ કરવાનું કોઈ કારણ નહીં દેખાય, તમે ચુકવણી કરો દો છો, પરંતુ પછી નંબર બંધ થઈ જાય છે. ડૉક્ટર પણ ગાયબ થઈ જાય છે.

તમે કદાચ અનુમાન લગાવી લીધો હશે કે આ એક નવું સ્કેમ છે. અને આ સ્કેમ મધ્ય પ્રદેશની ભોપાલની સૌથી મોટી સરકારી હોસ્પિટલ, હમીદિયા હોસ્પિટલમાં થયું છે. QR કોડનો એક નવો સ્કેમ. નકલી ડોક્ટર બનીને હોસ્પિટલમાં ફરવાં છે અને પછી પરીક્ષણોના નામે દર્દીઓના સંબંધીઓ પાસેથી પૈસા માંગનાર ઠગનું નામ જીતેન્દ્ર ખાગરે છે. જીતેન્દ્ર ડૉક્ટર તરીકે હમીદિયા હોસ્પિટલમાં ફરે છે અને દર્દીઓ સાથે તેમના પરિવારોને મળે છે. NDTVના અહેવાલ મુજબ, તેણે અત્યાર સુધીમાં 10 થી વધુ પરિવારો સાથે છેતરપિંડી કરી છે. આમાંથી 3 પરિવારોએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

Hamidia Hospital
moneycontrol.com

આવા જ એક પીડિતે જણાવ્યું હતું કે તેમના બાળકને હૃદયની બીમારી છે અને જીતેન્દ્રએ ECG માટે પૈસાની માંગણી કરી હતી. પોલીસને ફોન રેકોર્ડિંગ મળ્યું છે, જેમાં જીતેન્દ્રએ ECG માટે 10,000 રૂપિયાની માંગણી કરી હતી. તેણે બાળક માટે એમ્બ્યુલન્સ મોકલવાની પણ વાત કરી હતી. બીજા રેકોર્ડિંગમાં તેણે કહ્યું હતું કે બાળક અને માતા બંને જોખમમાં છે. જલ્દી પૈસા મોકલો. આ કિસ્સામાં, પરિવારે 20,000 રૂપિયા પણ ટ્રાન્સફર કર્યા હતા.

તપાસમાં જાણવા મળ્યું કે નકલી ડૉક્ટરની પહોંચ સ્ત્રીરોગવિજ્ઞાનથી લઈને બાળરોગ અને ઇમરજન્સી વોર્ડ સુધીના વિવિધ વિભાગોમાં હતી. નરેશ વિશ્વકર્મા નામના પીડિતને તેની ગર્ભવતી પત્ની અને બાળકના નામે 8,000 અને 2,999 રૂપિયા ટ્રાન્સફર કરાવવા માટે છેતરવામાં આવ્યો હતો. તેણે કથિત રીતે વિનોદ અહિરવાર નામના એક વ્યક્તિ પાસેથી 5,000 રૂપિયા લીધા હતા, અને દાવો કર્યો હતો કે તેની ગર્ભવતી પત્નીના પેટમાં સોજો છે અને તેને કેટલાક પરીક્ષણોની જરૂર છે.

Hamidia Hospital
amarujala.com

પીડિતોના મતે, તે ડૉ. અર્ણવ બનીને તેને ફોન કરતો હતો. પૈસા મળતા જ તેનો ફોન બંધ થઈ જતો હતો. જ્યારે હોસ્પિટલ સુપરિન્ટેન્ડેન્ટને છેતરપિંડી અંગે ફરિયાદ મળી, ત્યારે તેમણે સાયબર પોલીસમાં કેસ નોંધાવ્યો. સાયબર પોલીસે જીતેન્દ્રનો ફોન ટ્રેસ કર્યો અને ઇન્દોરમાં તેની ધરપકડ કરી. પરંતુ પ્રશ્ન એ છે કે આ નકલી ડૉક્ટરને દર્દીની આટલી બધી માહિતી ક્યાંથી મળી?

પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે હોસ્પિટલના કેટલાક સ્ટાફ સભ્યોએ આ નકલી ડૉક્ટરને દર્દીની વ્યક્તિગત માહિતી પૂરી પાડી હતી, જેના માટે તેમને કમિશન મળતું હતું. જીતેન્દ્રની ધરપકડ બાદ, કોહેફિજા પોલીસ સ્ટેશન અને ક્રાઈમ બ્રાન્ચે પણ કેસ નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે. તપાસમાં અત્યાર સુધી આ છેતરપિંડીમાં સંડોવાયેલા  હોસ્પિટલના 7 સ્ટાફ સભ્યોના નામ સામે આવ્યા છે. જોકે, હજુ સુધી કોઈ ધરપકડ કરવામાં આવી નથી.

Hamidia Hospital
navbharattimes.indiatimes.com

(CSP) અનિલ બાજપાઈના જણાવ્યા મુજબ, તેમણે માત્ર એક જ વ્યક્તિની ધરપકડ કરી છે. હોસ્પિટલ સ્ટાફની સંડોવણી અંગે તપાસ ચાલી રહી છે. તેમને કોઈ ગેંગ હોવાની શંકા છે. હવે, તપાસ થતા બધા QR કોડ સ્કેન કરવામાં આવશે, પરંતુ છેતરપિંડીની આ પદ્ધતિ ખરેખર વિચિત્ર છે. તે દર્દીઓને ડરાવે છે, સારવારનું વચનનો ભરોસો આપો અને અને લૂંટી લો.

About The Author

Related Posts

Top News

અંતિમ સફરે નાના પાટેકર, 4 દિવસ પહેલા નાનાએ કહેલું- નથી જાણતો, કાલે રહીશ કે નહીં, 100થી વધુ ફિલ્મો, 3 નેશનલ એવોર્ડ...

વરિષ્ઠ અભિનેતા નાના પાટેકરનું ગુરુવાર, 8 ઓક્ટોબરના રોજ 75 વર્ષની વયે અવસાન થયું. છાતીમાં તીવ્ર દુ:ખાવાની ફરિયાદ...
Entertainment 
અંતિમ સફરે નાના પાટેકર, 4 દિવસ પહેલા નાનાએ કહેલું- નથી જાણતો, કાલે રહીશ કે નહીં, 100થી વધુ ફિલ્મો, 3 નેશનલ એવોર્ડ...

અંબાલાલ પટેલની આગાહી: શું ખેલૈયાઓની મજા બગાડશે મેઘરાજા?

ગુજરાતમાં વરસાદે જાણે કે વિદાઇ લઈ લીધી હોય વરસાદ પછીનો તડકો અને બફારો અનુભવાઈ રહ્યો છે. અને હવે આગામી થોડા...
Gujarat 
અંબાલાલ પટેલની આગાહી: શું ખેલૈયાઓની મજા બગાડશે મેઘરાજા?

ડોનાલ્ડ ટ્રમ્પે કેમ એવો દાવો કર્યો કે, 'ઇસ્લામ ફ્રાન્સ દેશ પર કબજો કરવા માંગે છે'

US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફ્રાન્સમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોને સ્થળાંતર અને ઇસ્લામ સાથે જોડી દીધો છે. તેમણે જણાવ્યું હતું કે...
World 
ડોનાલ્ડ ટ્રમ્પે કેમ એવો દાવો કર્યો કે, 'ઇસ્લામ ફ્રાન્સ દેશ પર કબજો કરવા માંગે છે'

iPhone, સેમસંગને ટક્કર આપવા Vivoએ તેનો જબરદસ્ત ફોલ્ડ ફોન લોન્ચ કરી દીધો છે, કિંમત કંઈ ઓછી નથી

Vivoએ ભારતમાં તેનો નવો પ્રીમિયમ ફોલ્ડેબલ ફોન X Fold 6 લોન્ચ કર્યો છે. તેની કિંમત ₹2,19,999 રાખવામાં આવી છે....
iPhone, સેમસંગને ટક્કર આપવા Vivoએ તેનો જબરદસ્ત ફોલ્ડ ફોન લોન્ચ કરી દીધો છે, કિંમત કંઈ ઓછી નથી
Copyright (c) Khabarchhe All Rights Reserved.