7 તારીખે ઓલા, ઉબર અને રેપિડોના પૈડાં થંભી જશે; જાણો શું છે ઓલ ઈન્ડિયા બ્રેકડાઉન

શનિવાર, 7 ફેબ્રુઆરી 2026 એટલે કે આવતીકાલની સવાર કદાચ તમારા માટે સારી નહીં હોય. કારણ કે એપ-આધારિત કેબ સેવાઓ હડતાળ પર છે. ઓલ ઈન્ડિયા બ્રેકડાઉન નામથી થનારી આ હડતાળમાં દેશની ત્રણ મુખ્ય કેબ કંપનીઓ, ઓલા, ઉબર અને રેપિડોના હજારો ડ્રાઇવરો આ હડતાળમાં ભાગ લેવાના છે. આ રાષ્ટ્રવ્યાપી હડતાળની જાહેરાત તેલંગાણા ગિગ એન્ડ પ્લેટફોર્મ વર્કર્સ યુનિયન (TGPWU) દ્વારા કરવામાં આવી છે, જેને દેશભરના અનેક મજૂર સંગઠનોનો સપોર્ટ પણ મળ્યો છે.

Ola
outlookbusiness.com

તેલંગાણા ગિગ એન્ડ પ્લેટફોર્મ વર્કર્સ યુનિયન (TGPWU)ના સોશિયલ મીડિયા પોસ્ટ અનુસાર, એપ-આધારિત ટ્રાન્સપોર્ટ વર્કર્સ 7 ફેબ્રુઆરીએ 6 કલાક માટે હડતાળ પર રહેશે. ઈન્ડિયન એક્સપ્રેસ અનુસાર, પીક અવર્સ દરમિયાન, જ્યારે કેબની માંગ સૌથી વધુ હોય છે, જેમ કે સવાર કે સાંજે, કેબ ડ્રાઇવરો તેમની એપ્સ લોગ ઓફ કરશે. કહેવાનો અર્થ છે કે તેઓ બુકિંગ માટે ઉપલબ્ધ નહીં રહે. એપ સાથે જોડાયેલા ઓટો અને બાઇક ડ્રાઇવરો પણ હડતાળમાં ભાગ લઈ રહ્યા છે.

TGPWU અનુસાર, હડતાળનો હેતુ અનિયંત્રિત ભાડા અને કેબ સેવાઓમાં શોષણનો વિરોધ કરવાનો છે. તેની સાથે જ લઘુત્તમ બેઝ ભાડા જેવા મુદ્દાઓ પણ હડતાળનો ભાગ છે. ડ્રાઇવર યુનિયનોના જણાવ્યા અનુસાર, મોટર વ્હીકલ એગ્રીગેટર ગાઈડલાઇન, 2025ના અમલીકરણ છતા કેબ કંપનીઓએ એકતરફી ભાડું નક્કી કરવાનું ચાલુ રાખ્યું છે. TGPWU ખાનગી વાહનોના કોમર્શિયલ ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની પણ માંગ કરી રહ્યું છે

TGPWU મોટર વ્હીકલ એગ્રીગેટર ગાડઈડલાઇનની કલમ 17.3ને દૂર કરવાની પણ માંગ કરી રહ્યું છે, જે કેબ કંપનીઓને કોઈપણ સમયે નિર્ધારિત મર્યાદાથી 50 ટકા સુધી બેઝ ભાડું ઘટાડવાની મંજૂરી આપે છે. તેમના મતે, આમ કરવાથી ડ્રાઇવરો માટે પરિસ્થિતિ વધુ મુશ્કેલ બને છે. આ મુદ્દાઓને ઉકેલવા માટે 'ઓલ ઇન્ડિયા બ્રેકડાઉન' કરવામાં આવી રહ્યું છે.

Ola
moneycontrol.com

સ્વાભાવિક રીતે, સપ્તાહના અંતે મુશ્કેલીઓ આવી શકે છે. એ જ સારું રહેશે કે તમે પોતાનો પ્લાન અગાઉથી બનાવી રાખો. મેટ્રો અને બસ રૂટ જેવા તમારા મુસાફરી વિકલ્પની જાણકારી મેળવી રાખો. અને તમે ઈચ્છો તો તાજેતરમાં શરૂ થયેલી ભારત ટેક્સીનો પણ ઉપયોગ કરી શકો છો, જે દેશની પ્રથમ સહકારી કેબ સેવા છે.

About The Author

Related Posts

Top News

મુકેશ ખન્ના રણવીર સિંહને 'શક્તિમાન' બનવા દેશે નહીં; તેમણે કહ્યું- કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે!

ચાર વર્ષ પહેલાં પ્રતિષ્ઠિત ભારતીય સુપરહીરો શક્તિમાન પર આધારિત એક ફિલ્મની જાહેરાત કરવામાં આવી હતી, અને એવા અહેવાલો પણ...
Entertainment 
મુકેશ ખન્ના રણવીર સિંહને 'શક્તિમાન' બનવા દેશે નહીં; તેમણે કહ્યું- કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે!

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 20-04-2026 વાર- સોમવાર મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

યુકે ચાર્ટર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સપોર્ટ એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડના ડાયરેક્ટર જનરલ માર્કો ફોર્જિયોને જણાવ્યું છે કે, સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ (...
World 
સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન

ભારત અને રશિયા વચ્ચે સંરક્ષણ સહયોગને મજબૂત બનાવતો એક મહત્વપૂર્ણ કરાર હવે અમલમાં આવ્યો છે. ફેબ્રુઆરી 2025માં નવી દિલ્હી...
World 
રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન
Copyright (c) Khabarchhe All Rights Reserved.