- Politics
- શિંદે સત્તાથી બહાર, અંબરનાથ કોંગ્રેસ મુક્ત; જ્યાં કોંગ્રેસ-ભાજપનું ગઠબંધન બન્યું હતું, ત્યાં નવો ખેલ...
શિંદે સત્તાથી બહાર, અંબરનાથ કોંગ્રેસ મુક્ત; જ્યાં કોંગ્રેસ-ભાજપનું ગઠબંધન બન્યું હતું, ત્યાં નવો ખેલ થઈ ગયો
મહારાષ્ટ્રના રાજકારણમાં એક ગજબનો ખેલ જોવા મળ્યો. ક્યાંક જગ્યાએ ભાજપ અને કોંગ્રેસે ગઠબંધન બનાવ્યું, તો ક્યાંક ઓવૈસીએ ભાજપ સાથે હાથ મળાવ્યા. જ્યારે આ વાત હાઇકમાન્ડ સુધી પહોંચી ત્યારે જ તસવીર સ્પષ્ટ થઇ ગઇ. બુધવારે મહારાષ્ટ્રના રાજકારણમાં કંઈક એવું બન્યું. જેની અપેક્ષા કોઈએ કરી નહોતી. ભાજપ અને કોંગ્રેસે અંબરનાથમાં ગઠબંધન બનાવ્યું. ત્યારબાદ ખળભળાટ મચી ગયો. જોકે, બાદમાં ગઠબંધન તૂટી ગયું. આ વાત દેવેન્દ્ર ફડણવીસ સુધી પહોંચી ગઈ, ત્યારબાદ કોંગ્રેસે પણ કાર્યવાહી કરી. અને પછી ભાજપે એક નવો ખેલ પાડી દીધો.
જી હાં, અંબરનાથમાં એક નવો રાજકીય ખેલ શરૂ થયો છે. અંબરનાથમાં ભાજપ સાથેના ગઠબંધનને કારણે કોંગ્રેસે 12 ચૂંટાયેલા કોર્પોરેટરોને સસ્પેન્ડ કરી દીધા. કોંગ્રેસના કોર્પોરેટરો સસ્પેન્ડ થયા બાદ, અંબરનાથની રાજનીતિમાં નવો વળાંક આવી ગયો છે.
આ અંગે નવીનતમ અપડેટ એ છે કે આ 12 સસ્પેન્ડ કરાયેલા કોર્પોરેટરો ભાજપમાં સામેલ થઈ ગયા છે. આનાથી ભાજપને જ ફાયદો થઈ ગયો છે, જેમ પહેલા થયો હતો. અંબરનાથમાં એકનાથ શિંદેને સત્તા પરથી દૂર કરવા માટે ભાજપ-કોંગ્રેસનું ગઠબંધન બન્યું હતું. હવે એવી તસવીર સામે આવી રહી છે શિંદે માત્ર સત્તાથી દૂર તો રહેશે જ, પરંતુ અંબરનાથ પણ કોંગ્રેસમુક્ત રહેશે
https://twitter.com/RaviDadaChavan/status/2008903019371622473?s=20
ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સતત એક-બીજાની ટીકા કરતા રહે છે. આ બંને પક્ષોની વિચારધારાઓ અલગ-અલગ હોવાને કારણે, તેઓ ક્યારેય એકસાથે આવ્યા નથી. ભલે તે રાજ્ય સ્તરે હોય કે રાષ્ટ્રીય સ્તરે. જોકે, હવે દેશમાં ન થઈ શક્યું તે અંબરનાથમાં થઇ ગયું. ભાજપે અંબરનાથ મ્યુનિસિપલ કાઉન્સિલમાં શિંદેની શિવસેનાને 440 વોલ્ટનો ઝટકો આપ્યો છે.
59 સભ્યોની અંબરનાથ મ્યુનિસિપલ કાઉન્સિલરમાં શિંદેની શિવસેના પાસે 27 કોર્પોરેટરો છે. તો ભાજપ પાસે 14, NCP પાસે 4 અને કોંગ્રેસ પાસે 12 કોર્પોરેટરો છે. જોકે, ભાજપ તેના 14 કોર્પોરેટરો સાથે, કુલ 31 પર પહોંચી ગઈ છે, જ્યારે કોંગ્રેસ પાસે 12૨, NCP પાસે 4 અને એક અપક્ષ છે. શિંદેની શિવસેનાના 27 કોર્પોરેટરો હોવા છતા પાછળ રહી ગઈ છે. ભાજપના તેજશ્રી કરુંજલે પાટીલે મેયર પદ માટે સીધી ચૂંટણી જીતી હતી. હવે, શિંદેની શિવસેનાએ કોંગ્રેસને ભાજપ દ્વારા સમર્થન આપવા પર ભારે નારાજગી વ્યક્ત કરી છે.
ઉલ્લેખનીય છે કે, અંબરનાથ નગરપાલિકામાં ભાજપ અને કોંગ્રેસ એકસાથે સત્તામાં આવ્યા બાદ, ભાજપે બુધવારે રાત્રે અંબરનાથમાં એક મોટો ખેલ ખેલી દીધો. ભાજપે કોંગ્રેસના તમામ 12 કોર્પોરેટરોને પાર્ટીમાં સામેલ કરી લીધા હતા. રવિન્દ્ર ચવ્હાણે ટ્વીટ કરતા લખ્યું કે, ભાજપ પરિવારની વિકાસલક્ષી અને લોકોલક્ષી કાર્યશૈલીથી પ્રેરિત થઈને, ઉબઠા જૂથના કલ્યાણ ગ્રામ્યના નાયબ જિલ્લા વડા રાહુલ ભગતે વિકાસનો 'કમળ' ઉઠાવ્યું. આ પ્રસંગે તેમનું ભાજપ પરિવારમાં સ્વાગત કરવામાં આવ્યું અને તેમની ભાવિ સફર માટે શુભેચ્છા પાઠવવામાં આવી.

આ પ્રસંગે કલ્યાણ-ડોંબિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિના ભૂતપૂર્વ અધ્યક્ષ અને ભાજપના બિનહરીફ ઉમેદવાર દિપેશ મ્હાત્રે, જયેશ મ્હાત્રે, હર્ષદતાઈ ભોઈર અને અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા.
કોંગ્રેસે ગઈકાલે ભાજપ સાથે હાથ મળાવવા બદલ પોતાના જ 12 કોર્પોરેટરોને સસ્પેન્ડ કરી દીધા હતા. ભાજપે તે બધાને પાર્ટીમાં સામેલ કરીને એક મોટો ખેલ ખેલી દીધો છે. અંબરનાથ કોંગ્રેસના પ્રમુખ પ્રદીપ પાટીલે દાવો કર્યો હતો કે ભાજપે કોંગ્રેસને પહેલો ગઠબંધન પ્રસ્તાવ મોકલ્યો હતો. તેઓ ભાજપ સાથે નહીં, પરંતુ અંબરનાથ વિકાસ આઘાડી સાથે છે.
જોકે, પાટીલે આ નિર્ણય લેતી વખતે પાર્ટીના રાજ્ય કાર્યાલયને અંધારામાં રાખ્યું હતું. આ જ કારણે પાટિલ સામે કાર્યવાહી થઈ. સાથે જ, 12 કોર્પોરેટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. હવે, તસવીર એવી છે કે કોંગ્રેસ દ્વારા સસ્પેન્ડ કરાયેલા કોર્પોરેટરો સાથે આવી જવાથી ભાજપનું કામ થઈ જશે.

