- Tech and Auto
- 9 ફેબ્રુ.થી ગૂગલ પ્લે સ્ટોર- એપલ સ્ટોર પરથી હટી જશે આ એપ, માઇક્રોસોફ્ટની જાહેરાત
9 ફેબ્રુ.થી ગૂગલ પ્લે સ્ટોર- એપલ સ્ટોર પરથી હટી જશે આ એપ, માઇક્રોસોફ્ટની જાહેરાત
માઇક્રોસોફ્ટ તેની ખાસ એપને ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી હટાવી રહ્યું છે. અમેરિકન ટેક કંપનીએ 9 ફેબ્રુઆરીથી આ ઉપયોગી એપને બંધ કરવાનો નિર્ણય લીધો છે, એટલે કે યુઝર્સ 9 ફેબ્રુઆરી, 2026થી તેને ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી નહીં શકે. સાથે જ, એપ માટે કોઈ અપડેટ પણ રીલિઝ નહીં કરવામાં આવે. જો કે, જે યુઝર્સોએ પહેલાથી જ તેમના ફોનમાં એપ ઇન્સ્ટોલ કરી છે તે કામ કરતી રહેશે.
આ માઇક્રોસોફ્ટ એપ PDF દસ્તાવેજો સ્કેન કરવા માટે એક ફ્રી ટૂ યુઝ ટૂલ છે, જેને PDF સ્કેનર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. માઇક્રોસોફ્ટે આ એપને નવેમ્બરના મધ્ય અને ડિસેમ્બરના મધ્ય વચ્ચે અનુક્રમે ગૂગલ અને એપલ એપ સ્ટોર્સમાંથી દૂર કરવાનો નિર્ણય લીધો હતો. માઇક્રોસોફ્ટ લેન્સ એપ હજુ પણ ડાઉનલોડ માટે ઉપલબ્ધ છે. એક નવા અહેવાલ મુજબ, 9 ફેબ્રુઆરી, 2026થી ગૂગલ અને એપલ એપ સ્ટોર્સમાંથી આ એપ પૂરી રીતે હટાવી લેવામાં આવશે.
અમેરિકન ટેક કંપનીએ સ્પષ્ટતા કરી છે કે જે યુઝર્સોના ફોનમાં પહેલાથી જ માઇક્રોસોફ્ટ લેન્સ ઇન્સ્ટોલ કરેલી હોય, તેઓ 9 માર્ચ, 2026 સુધી નવા PDF દસ્તાવેજો બનાવી શકશે. ત્યારબાદ, આ એપ PDF સ્કેનિંગ અને ક્રિએટિંગ સપોર્ટ નહીં કરે. કંપનીએ યુઝર્સને આગ્રહ કર્યો છે કે, તેઓ દસ્તાવેજો સ્કેન કરવા અને તેમના ફોનમાંથી PDF બનાવવા માટે OneDrive ટૂલનો ઉપયોગ કરી શકે છે. આ ટૂલ Microsoft 365 સાથે આવે છે અને યુઝર્સ તેના મફતમાં ઉપયોગ કરી શકે છે. અ ઉપરાંત, યુઝર્સ PDF દસ્તાવેજો માટે અન્ય PDF સ્કેનરનો ઉપયોગ કરી શકે છે.
અ અગાઉ કંપની ગયા વર્ષે અગાઉ Windows 10 માટે સપોર્ટ બંધ કરી ચૂકી છે અને યુઝર્સને નવી ઓપરેટિંગ સિસ્ટમ, Windows 11 પર જવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. Microsoft Windows 10 માટે સત્તાવાર સપોર્ટ 14 ઓક્ટોબર, 2025 થી બંધ કરવામાં આવ્યો છે. Windows 10 પર ચાલતા ઉપકરણોને હવે સુરક્ષા પેચ, ટેકનિકલ ફિક્સ અથવા નવા ફીચર્સ મળી રહ્યા નથી.

