- World
- શું ભારત કરતા કેનેડામાં મધ્યમ વર્ગના લોકોનું જીવન સારું છે? ત્યાં રહેતા એક ભારતવાસીએ આ કારણો શેર કર્...
શું ભારત કરતા કેનેડામાં મધ્યમ વર્ગના લોકોનું જીવન સારું છે? ત્યાં રહેતા એક ભારતવાસીએ આ કારણો શેર કર્યા
કેનેડામાં રહેતા એક ભારતીય યુવાનનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી રહ્યો છે. યુવકનો દાવો છે કે, કેનેડામાં મધ્યમ વર્ગના લોકોનું જીવન ભારત કરતાં ઘણું વધારે સારું છે. વિશાલ નામના વ્યક્તિ દ્વારા ઇન્સ્ટાગ્રામ પર શેર કરાયેલ આ વીડિયોમાં તે તેના રોજિંદા જીવનની ઝલક દેખાડવાની સાથે સાથે ભારત અને કેનેડાની તુલના કરતો જોવા મળે છે.

વિશાલ તેના ઘરની નજીકનો રસ્તો બતાવીને વીડિયો શરૂ કરે છે. રસ્તો એકદમ શાંત છે, કોઈ ટ્રાફિક જામ નથી અને કોઈ હોર્નનો અવાજ આવતો નથી. વિશાલ કહે છે કે, મોટા ભારતીય શહેરોમાં આવી શાંતિ મળવી લગભગ અશક્ય છે. તેમના મતે, હોર્નનું ન સંભળાવવું એ માત્ર શાંતિની નિશાની નથી, પરંતુ સારા નાગરિક હોવાની સમજણ અને ઓછા તણાવપૂર્ણ જીવનની નિશાની છે.
વિશાલ કેનેડાના જાહેર માળખાની પણ પ્રશંસા કરે છે. તે કહે છે કે અહીં દરેક વસ્તુઓ વધુ વ્યવસ્થિત છે અને સિસ્ટમ વધુ સારી રીતે કાર્ય કરે છે. તે દર્શકોને આસપાસના અવાજો ધ્યાનથી સાંભળવા માટે પ્રોત્સાહિત કરે છે. વિડિઓમાં પક્ષીઓનો કિલકિલાટ સ્પષ્ટપણે સંભળાય રહ્યો છે. પછી તે પ્રશ્ન ઉઠાવે છે, 'ભારતના કયા મુખ્ય શહેરમાં આટલી સ્વચ્છ હવાની સાથે સાથે આપણને આવો અવાજ દરરોજ સાંભળી શકીએ છીએ?'

વિડીયો સાથેના લખાણમાં કહેવામાં આવ્યું હતું કે, કેનેડામાં મધ્યમ વર્ગન લોકોનું જીવન ભારત કરતાં 10 ગણું સારું છે. આ વાક્યએ સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી. કેટલાક આ દાવા સાથે સંમત થયા હતા, તો કેટલાક તેને સરળ અને એકતરફી સરખામણી ગણાવી હતી. ટિપ્પણી વિભાગમાં મંતવ્યો બંને તરફ વહેંચાઈ ગયા હતા.
https://www.instagram.com/reel/DSjOIXEDa_F/
એક વપરાશકર્તાએ લખ્યું કે, શાંતિ અને સ્વચ્છ હવા મહત્વપૂર્ણ છે, પરંતુ પરિવારની નજીક રહેવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે. બીજાએ કહ્યું કે કેનેડામાં સારા રસ્તા હોઈ શકે છે, પરંતુ ભારત તકો અને પોતાનાપણાની ભાવના આપે છે. બીજા વપરાશકર્તાએ લખ્યું કે, દરેક દેશના પોતાના ફાયદા અને ગેરફાયદા હોય છે, અને આવી સરખામણી વાજબી લાગતી નથી. જોકે, કેટલાક લોકોએ વિશાલને ટેકો પણ આપ્યો. એક વપરાશકર્તાએ ટિપ્પણી કરી કે, વિદેશમાં મધ્યમ વર્ગનું જીવન એટલા માટે પણ સરળ લાગે છે, કારણ કે ત્યાં સિસ્ટમ કામ કરે છે. બીજા વપરાશકર્તાએ કહ્યું કે, પૈસા જ બધું નથી, ખુશ થવાની વિચારસરણી પર પણ આધાર રાખે છે.

