પોતાના જ લગ્નનું કાર્ડ જોઈને હેરાન થયા નેતાજી, બોલ્યા- ‘કોઈએ આવવાનું નથી...’

ઈન્દોરના કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સદાશિવ યાદવ હાલમાં એક અજીબ સમસ્યામાં ફસાઈ ગયા છે. તેમના નામે લગ્નનો એક નકલી ડિજિટલ કાર્ડ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. કાર્ડમાં લગ્નની તારીખ 24 ફેબ્રુઆરી, 2026 લખવામાં આવી છે, જ્યારે સદાશિવ યાદવે સ્પષ્ટપણે કહ્યું છે કે, તો તેમના કોઈ લગ્ન છે અને ન તો તેમણે આવું કાર્ડ બનાવડાવ્યું છે.

આજ તકના અહેવાલ મુજબ, વાયરલ થઈ રહેલા આ નકલી કાર્ડ સાથે એક શંકાસ્પદ લિંક મોકલવામાં આવી રહી છે. એવી શંકા છે કે આ લિંક કોઈ મોટા સાયબર છેતરપિંડીનો ભાગ હોઈ શકે છે. કોંગ્રેસના નેતા સદાશિવ યાદવને આ બાબતની જાણ થતા જ તેમણે તરત જ તેને નકલી ગણાવને લોકોને સતર્ક કર્યા.

Sadashiv Yadav
hindi.webdunia.com

સદાશિવ યાદવે કહ્યું કે, ‘શક્ય છે કે તેમનો મોબાઇલ અથવા સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક કરવામાં આવ્યું હોય, જેના દ્વારા આ ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે. તેમણે પોતાના બધા મિત્રો, સંબંધીઓ અને પરિચિતોને અપીલ કરી છે કે, ‘તેઓ આ લગ્ન આમંત્રણ અથવા તેનાથી સંબંધિત કોઈપણ લિંક ન ખોલે.

એડિશનલ DCP રાજેશ દંડોતિયાએ જણાવ્યું હતું કે, ‘અજાણ્યા નંબરો પરથી ઘણા નકલી કાર્ડ ઓનલાઈન મોકલવામાં આવી રહ્યા છે. જેવા જ લોકો લગ્નનો કાર્ડ ડાઉનલોડ કરે છે, તેમના મોબાઈલ ફોન હેક થઈ જાય છે, જેના કારણે છેતરપિંડી થઈ જાય છે. આ સંદર્ભમાં, ઈન્દોર ક્રાઈમ બ્રાન્ચે એક એડવાઈઝરી પણ જાહેર કરી છે, જેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જો લગ્ન કાર્ડ ડિજિટલ રીતે આવે છે, તો તેને ડાઉનલોડ ન કરવું.

Sadashiv Yadav
aajtak.in

આ સમગ્ર મામલાને લઈને સદાશિવ યાદવે સંબંધિત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ અને સાયબર સેલ હવે તપાસ કરી રહ્યા છે કે આ નકલી કાર્ડ કોણે બનાવ્યું અને તેની પાછળનો હેતુ શું હતો. તપાસ ચાલી રહી છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 20-04-2026 વાર- સોમવાર મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

યુકે ચાર્ટર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સપોર્ટ એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડના ડાયરેક્ટર જનરલ માર્કો ફોર્જિયોને જણાવ્યું છે કે, સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ (...
World 
સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન

ભારત અને રશિયા વચ્ચે સંરક્ષણ સહયોગને મજબૂત બનાવતો એક મહત્વપૂર્ણ કરાર હવે અમલમાં આવ્યો છે. ફેબ્રુઆરી 2025માં નવી દિલ્હી...
World 
રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન

‘કોઈ મને મહિલા વિરોધી નહીં કહી શકે’, શશિ થરૂરે કિરેન રિજિજૂ સાથેની તસવીર શેર કરી

શનિવારે, લોકસભાની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત થયા બાદ, તિરુવનંતપુરમના સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે સંસદીય...
Politics 
‘કોઈ મને મહિલા વિરોધી નહીં કહી શકે’, શશિ થરૂરે કિરેન રિજિજૂ સાથેની તસવીર શેર કરી
Copyright (c) Khabarchhe All Rights Reserved.