જૂઠું બોલીને ઘરથી નીકળ્યો દીકરો, પ્રયાગરાજમાં બની ગયો સંન્યાસી; માને પણ ન ઓળખી જૂઠું બોલીને ઘરથી...

ઉત્તર પ્રદેશના રાયબરેલીથી એક એવા સમાચાર સામે આવ્યા છે, જેનાથી બધાને ચોંકાવી દીધા છે. અહીં રહેનારો 22 વર્ષીય એક યુવાન અચાનક ઘરેથી પ્રયાગરાજ જવા નીકળ્યો. ત્યારબાદ તે સંન્યાસી બની ગયો. મામલો ત્યારે વધુ ભાવુક બની ગયો, જ્યારે માતા પોતાના પુત્રને શોધતા શોધતા પ્રયાગરાજના માઘ મેળામાં પહોંચી. જોકે, શરૂઆતમાં પુત્રએ પોતાની માતાને ઓળખવાનો ઇનકાર કરી દીધો હતો.

અહેવાલો અનુસાર, રાયબરેલીનો રહેવાસી અમર કમલ રસ્તોગી 1 જાન્યુઆરીએ નવા વર્ષની પૂર્વ સંધ્યાએ એમ કહીને નીકળ્યો હતો કે, તે લખનૌના એક ચર્ચમાં જઈ રહ્યો છે અને સાંજ સુધીમાં પાછો આવી જશે. જ્યારે અમર મોડી રાત સુધી ઘરે પાછો ન ફર્યો, ત્યારે પરિવાર ચિંતિત થઈ ગયો. તેમણે તેને ફોન કર્યો, પરંતુ કમલનો મોબાઇલ ફોન બંધ હતો. પિતા નવીન કમલ રસ્તોગી અને પરિવારના અન્ય સભ્યો ગભરાઈ ગયા. પરિવારને અંદાજો પણ નહોતો કે તેમના પુત્રએ સાંસારિક મોહ-માયા ત્યાગ કરવાનો નિર્ણય લઈ લીધો છે.

youth1
etvbharat.com

ગુમ થયાના 3 દિવસ બાદ, અમર કમલના પરિવારને તેમના મોબાઇલ ફોન પર એક વોટ્સએપ સ્ટેટસ દ્વારા ખબર પડી કે તે પ્રયાગરાજના માઘ મેળામાં છે અને તેણે સંન્યાસ લઈ લીધો છે. આ સમાચાર મળતા જ તેની માતા સોની રસ્તોગી અને તેની બહેનો પ્રયાગરાજ પહોંચી ગયા.

જ્યારે માતાએ તેના પુત્રને માઘ મેળા શિબિરમાં ભગવા વસ્ત્ર પહેરેલો જોયો, ત્યારે ધ્રુસકે-ધ્રુસકે રડી પડી. ચોંકાવનારી વાત એ રહી કે, અમરે શરૂઆતમાં તેની માતાને ઓળખવાનો પણ ઇનકાર કરી દીધો. જોકે, બાદમાં મમતાની પુકાર પર તેણે માતાને ગળે તો લગાવી, પરંતુ ઘરે પાછા ફરવાની બધી વિનંતીઓનો ઇનકાર કરી દીધો. અમર કમલ રસ્તોગીએ સ્વામી ગોપાલ દાસને પોતાના ગુરુ માનીને દિક્ષા લઈ લીધી છે. તેણે સ્પષ્ટ કરી દીધું છે કે, હવે તેનું જીવન સંતોની સેવા અને ભગવાનની ભક્તિમાં જ વિતશે.

youth

યુવાન પુત્રના આ કઠોર નિર્ણયથી આખો પરિવાર ખૂબ જ આઘાતમાં છે. પિતા નવીન કમલ રસ્તોગી (48) હજુ પણ આશા રાખે છે કે તેમનો પુત્ર એક દિવસ પાછો આવશે, જ્યારે તેની માતા ભારે હૃદય સાથે ઘરે આવતી રહી છે અને ભગવાનને તે પાછો ફરે તે માટે પ્રાર્થના કરી રહી છે. પ્રયાગરાજમાં મેળા અને કુંભ મેળા વારંવાર આવતા રહે છે જ્યાં યુવાનો સંતોની જીવનશૈલીથી પ્રભાવિત થઈને પોતાના ઘર-બાર ત્યજી દે છે. ગયા વર્ષે મહાકુંભમાં પણ આવા ઘણા કિસ્સાઓ જોવા મળ્યા હતા.

About The Author

Related Posts

Top News

શું ભારતીય ટીમ ખરેખર અમેરિકા સામે ઓવર કોન્ફિડેન્ટ થઈ ગઈ હતી?

ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2026ની પહેલી મેચ અમેરિકા સામે જીતી હતી. આ મેચમાં ભારતીય બેટિંગે ફેન્સના હૃદયના...
Sports 
શું ભારતીય ટીમ ખરેખર અમેરિકા સામે ઓવર કોન્ફિડેન્ટ થઈ ગઈ હતી?

ઝાડની આડમાં યુગલો બેસતા હતા, પાર્કના વૃક્ષો જ કાપી નાખ્યા, મહિલાઓએ કર્યો વિરોધ

રાજસ્થાનના ભીલવાડાના એક પાર્કમાં અનેક વૃક્ષો કાપી નાખવામાં આવ્યા. કારણ સામે આવ્યું તો લોકો વચ્ચે તે ચર્ચાનો વિષય બની ગયું....
National 
ઝાડની આડમાં યુગલો બેસતા હતા, પાર્કના વૃક્ષો જ કાપી નાખ્યા, મહિલાઓએ કર્યો વિરોધ

ગુજરાત કોંગ્રેસના નેતા બોલ્યા- ‘એક માણસથી કોંગ્રેસ ન ચાલે, ઇન્દ્રનીલ રાજ્યગુરુએ...’

ગુજરાતના રાજકારણમાં આગામી સમયમાં જાહેર થનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે, તેવા ટાણે કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ...
Politics 
ગુજરાત કોંગ્રેસના નેતા બોલ્યા- ‘એક માણસથી કોંગ્રેસ ન ચાલે, ઇન્દ્રનીલ રાજ્યગુરુએ...’

શું પેટ્રોલના ભાવ 100ને વટાવી જશે? ટ્રમ્પના કારણે એક ઝટકે વધવાની થઈ રહી છે ચર્ચા

ભારત અને અમેરિકા વચ્ચે તાજેતરમાં થયેલી ટ્રેડ ડીલની ખૂબ જ ચર્ચા ચર્ચા ચાલી રહી છે. તેની કિંમત કદાચ સામાન્ય...
Business 
શું પેટ્રોલના ભાવ 100ને વટાવી જશે? ટ્રમ્પના કારણે એક ઝટકે વધવાની થઈ રહી છે ચર્ચા

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.