ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-01-2026

વાર- શનિવાર

મેષ -  સંતાનો પ્રત્યે ચિંતા રહે, ધારેલો લાભ દૂર જતો લાગે, ભગવાન શિવના જાપ કરવાથી શાંતિ જણાશે.

વૃષભ -  કોઈના ભરોસે રહેવાથી નુકસાન થઈ શકે છે, આજે નોકરી ધંધામાં મહેનત લાભ બંનેમાં વધારો થશે, આજે ગરીબને દાન આપવાથી મનને શાંતિ મળશે.

મિથુન - હરવા ફરવામાં આનંદ મળશે, વાણી પર સંયમ હશે તો ધન લાભ ચોક્કસ થશે, ગાય માતાને મીઠી વસ્તુ ખવડાવવાથી અટકેલા કામ પૂરા થશે.

કર્ક - આર્થિક સમસ્યા હળવી બને, ભાગ્ય તમને સાથ આપે, વ્યવહારમાં સારા અનુભવો થશે, નદી કે જળાશયના દર્શન કરવાથી આજે આત્મવિશ્વાસમાં વધારો થશે.

સિંહ - રાજના દિવસમાં ભાગીદારીના કામ અને પત્ની સાથેના સંબંધો મજબૂત બનાવો, માનસિક તણાવમાંથી બહાર નીકળી નોકરી ધંધા માટે સારો દિવસ, મંદિરની ધ્વજાના દર્શન અવશ્ય કરશો.
 
કન્યા -  કષ્ટ પીડાઓથી સચેત રહેવું, તમારી બચતમાં વધારો થાય, ભગવાન શિવની આરાધના કરવી.

તુલા - કામકાજમાં પૂરતું ધ્યાન આપશો, લાભ મળવાની શક્યતા આજે વધારે છે, માં કુળદેવીનું નામ લઈ આજે બહાર નીકળવું.

વૃશ્ચિક - આજે તમે કામ કાજમાં વધારે ઉત્સાહી રહેશો, ધનલાભ થતા આજે આનંદ રહે, આજે તમારા કુળદેવતાનું ધ્યાન કરજો.
 
ધન - હરવા ફરવામાં આનંદ રહે, કામ ધંધામાં પણ સારા પરિણામ જોવા મળશે, ઘરમાં ધૂપ અવશ્ય કરજો, સકારાત્મક ઉર્જાઓમાં વધારો થશે.

મકર - આર્થિક તંગીનો અનુભવ થાય, કોઈ એવું સાહસ ન થઈ જાય જે ભવિષ્યમાં તમને તકલીફ આપે, ધાર્મિક કામોમાં વૃદ્ધિ કરો.

કુંભ - માનસિક તણાવને ઓછો કરવાના તમારા પ્રયાસ વધારો, સંબંધોમાં મધુરતા લાવો, આજે શિવજીના જાપ અવશ્ય કરજો.

મીન - આજના દિવસમાં તમે આનંદથી દિવસ પસાર કરતા વ્યસ્ત પણ રહેશો, ખર્ચ પર કાબુ રાખવો, જરૂરી ભગવાન ગણેશના દર્શન કરી બહાર નીકળવું.

About The Author

Related Posts

Top News

લગ્નના 7 મહિનામાં જ પતિનું દેવાળું નીકળી ગયું, સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો 'સવા કરોડ રૂપિયા ચૂકવો અને છૂટાછેડા મેળવો'

સુપ્રીમ કોર્ટમાં હાલમાં જ છૂટાછેડા અને વૈવાહિક વિવાદ અંગે ખૂબ જ રસપ્રદ અને ગરમાગરમ ચર્ચા જોવા મળી હતી. આ કેસમાં...
National 
લગ્નના 7 મહિનામાં જ પતિનું દેવાળું નીકળી ગયું, સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો 'સવા કરોડ રૂપિયા ચૂકવો અને છૂટાછેડા મેળવો'

ભગવાન રામની વાણી અને આજના નેતાઓનો વાણી વિલાસ

આપણા વેદોમાં શબ્દને બ્રહ્મ કહેવામાં આવ્યા છે. એટલે કે શબ્દએ ઇશ્વરનો રૂપ છે. શબ્દના ચાર પ્રકાર બતાવાય છે. પરા, ...
National 
ભગવાન રામની વાણી અને આજના નેતાઓનો વાણી વિલાસ

મીટિંગમાં 'VIP' વાંદરો આવ્યો... DM ઉભા થઇ ગયા અને પોતાની ખુરશી બતાવી કહ્યું, 'અહીં બેસો'

બાગપતમાં કિસાન દિવસની મીટિંગ દરમિયાન, એક વાંદરો અચાનક મીટિંગમાં પહોંચી ગયો હતો. ત્યારે એક ક્ષણનો પણ ખચકાટ કર્યા વિના...
National 
મીટિંગમાં 'VIP' વાંદરો આવ્યો... DM ઉભા થઇ ગયા અને પોતાની ખુરશી બતાવી કહ્યું, 'અહીં બેસો'

લોકસભામાં મહિલા રજૂ થયેલા 3 બિલ અંગે તમામ માહિતી જાણો, સીમાંકન પર થયું ઘમાસાણ

કેન્દ્ર સરકારે મહિલા અનામત કાયદામાં સુધારો કરતા સંસદમાં 3 મહત્વપૂર્ણ બિલ રજૂ કર્યા છે. આ બિલો પર આગામી 3 દિવસ...
National 
લોકસભામાં મહિલા રજૂ થયેલા 3 બિલ અંગે તમામ માહિતી જાણો, સીમાંકન પર થયું ઘમાસાણ
Copyright (c) Khabarchhe All Rights Reserved.