- National
- છોકરાને ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવા હતા, પિતાએ કહ્યું-નોકરી મળશે ત્યારે થશે, પછી BTec પુત્ર બન્યો નકલ...
છોકરાને ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવા હતા, પિતાએ કહ્યું-નોકરી મળશે ત્યારે થશે, પછી BTec પુત્ર બન્યો નકલી TTE
સરકારી રેલ્વે પોલીસે (GRP) વારાણસીમાં એક નકલી TTEની ધરપકડ કરી છે. આરોપી BTec ગ્રેજ્યુએટ છે, પરંતુ હાલમાં બેરોજગાર છે. એવો આરોપ છે કે, તે નકલી TTE બનીને નકલી ટિકિટ વેચતો હતો અને મુસાફરોને છેતરતો હતો. તેની પાસેથી નકલી પૂર્વ મધ્ય રેલ્વે ઓળખ કાર્ડ (ID) અને TTEના કપડાં પણ મળી આવ્યા છે.
આરોપીનું નામ આદર્શ જયસ્વાલ છે, જે મધ્યપ્રદેશના રેવા જિલ્લાના અત્રૈલાનો રહેવાસી છે. છેતરપિંડીની અનેક ફરિયાદોના આધારે GRP અને રેલ્વે પોલીસ ફોર્સ (RPF)એ તેની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન આદર્શ જયસ્વાલે જણાવ્યું કે, તેણે તેની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવા માટે 'ટ્રાવેલિંગ ટિકિટ ચેકર' (TTE) બનવાનું નક્કી કર્યું.
મીડિયા સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વારાણસી GRP ઇન્સ્પેક્ટર રાજૌલ નાગરે કહ્યું, 'તે એક છોકરીને પ્રેમ કરે છે અને તેની સાથે લગ્ન કરવા માંગે છે. પરંતુ તેના (આદર્શના) માતા-પિતાએ તેને નોકરી ન મળે ત્યાં સુધી તેના લગ્ન કરાવવાનો ઇનકાર કર્યો હતો. તેથી જ તેણે આવું પગલું ભર્યું.’
રાજૌલ નાગરે જણાવ્યું કે, આદર્શ જયસ્વાલે માર્ચમાં તેના ગામના એક સાયબર કાફેમાં નકલી ID કાર્ડ બનાવ્યું હતું. તેણે નકલી રેલ્વે ટિકિટ પણ બનાવી અને મુસાફરોને વેચી દીધી હતી.
ઇન્સ્પેક્ટર રાજૌલ નાગરે જણાવ્યું કે, આદર્શ જયસ્વાલે એક વખત જનતા એક્સપ્રેસ માટે નકલી ટિકિટ (B-3) વેચી હતી. આ ટ્રેન વારાણસીથી ઉત્તરાખંડના લકસર સુધી ચાલે છે. પોલીસના જણાવ્યા અનુસાર, તેણે જ્યોતિ કિરણ અને ગુનગુન નામની મહિલાઓને ટિકિટ વેચી હતી. પરંતુ જ્યારે તે મહિલાઓ બીજા દિવસે સ્ટેશન પર પહોંચી ત્યારે તેમને કોચ B-3 મળ્યો ન હતો. આ પછી, જ્યોતિના ભાઈએ આ બાબતની ફરિયાદ રેલ્વે કર્મચારીઓને કરી.
તેવી જ રીતે, એક વખત આરોપી આદર્શ જયસ્વાલે દિનેશ યાદવ નામના વ્યક્તિ માટે E-ટિકિટ બુક કરાવી હતી. જોકે, મુસાફરે ટ્રેનની સ્થિતિમાં થોડી વિસંગતતા જોઈ અને તેને શંકા ગઈ. ઇન્સ્પેક્ટરે કહ્યું કે, પૈસાને લઈને બંને વચ્ચે ઝઘડો પણ થયો હતો. પોલીસે જણાવ્યું કે, આરોપી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલુ છે.

