આવી ગયો રેલવેનો નવો નિયમ! જ્યાંથી ટિકિટ લીધી હોય, ત્યાંથી ટ્રેનમાં ન ચઢ્યા તો મોંઘુ પડશે

ભારતીય રેલવે પોતાના બોર્ડિંગ નિયમોમાં એક એવો ફેરફાર લાવી રહી છે જેની અસર લાખો મુસાફરો પર પડશે. નવા નિયમો અનુસાર, જો તમે તમારા નિર્ધારિત બોર્ડિંગ સ્ટેશન પર ટ્રેનમાં ચઢવામાં નિષ્ફળ જાવ છો, તો TTE હવે આગામી સ્ટેશન સુધી તમારી રાહ નહીં જોય. જેવી જ ટ્રેન તમારા બોર્ડિંગ સ્ટેશનથી રવાના થશે અને તમે તમારી સીટ પર નહીં મળો તો TTE તરત જ તેમના હેન્ડહેલ્ડ ડિવાઇસ (EFT) પર નોટ ટર્ન્ડ અપની એન્ટ્રી કરી દેશે. આનો અર્થ થયો કે, ‘તમારી સીટ ખાલી માની લેવામાં આવશે અને તરત જ બીજા જરૂરિયાતમંદ મુસાફરને આપી દેવામાં આવશે.

આ નવી ટેક્નોલોજી અને સોફ્ટવેરમાં ફેરફારથી એ મુસાફરોને ખૂબ ફાયદો મળશે, જે વેઇટિંગ અથવા RAC ટિકિટ પર મુસાફરી કરી રહ્યા હોય. TTE સોફ્ટવેરમાં ખાલી સીટ વિશેની માહિતી દાખલ કરતા જ, સિસ્ટમ આપમેળે વેઇટિંગ લિસ્ટમાં રહેલા આગામી મુસાફરને તે બર્થ ફાળવી દેશે. સીટ ફાળવાતા જ સંબંધિત મુસાફરના મોબાઇલ ફોન પર એક મેસેજ મોકલવામાં આવશે, જેમાં તેમને જણાવવામાં આવશે કે તેમની સીટ કન્ફર્મ થઈ ગઈ છે. રેલવે મંત્રાલયે સેન્ટર ફોર રેલવે ઇન્ફર્મેશન સિસ્ટમ્સ (CRIS)ને આ ફેરફાર લાગૂ કરવા નિર્દેશ આપ્યો છે, જેથી ટ્રેનોમાં ખાલી બેઠકોનું વધુ સારું સંચાલન થઈ શકશે.

indian-railways2
outlooktraveller.com

આંકડાઓ અનુસાર, દરેક ટ્રેનમાં લગભગ 3-5 ટકા મુસાફરો એવા હોય છે જે ક્યાં તો તેમની મુસાફરી રદ કરે છે અથવા સમયસર સ્ટેશન પર પહોંચી શકતા નથી. રેલવે નિષ્ણાતોનું કહેવું છે કે મુસાફરોએ હવે પહેલા કરતા વધુ સતર્ક રહેવું જોઈએ. જો, કોઈ કારણોસર તમે તમારા નિર્ધારિત સ્ટેશન કરતા અલગ સ્ટેશન પર ચઢવા માંગતા હોવ, તો તમારે ચાર્ટ તૈયાર કરવાના 24 કલાક પહેલા તમારું બોર્ડિંગ સ્ટેશન બદલવું જોઈએ. જો તમે આમ ન કરી શક્યા તો તમારી સીટ કોઈ બીજાને મળી જશે, અને તમે TTE પાસેથી તેને પાછી મેળવવાનો દાવો પણ નહીં કરી શકો.

indian-railways1
zeebiz.com

રેલવેના આ પગલાને આધુનિકીકરણ તરફ એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. ઉત્તર પૂર્વીય રેલવેના જાણકારોના મતે, આ ટેક્નોલોજીથી રેલવેમાં ભ્રષ્ટાચાર ઓછો થશે અને સીટ ફાળવણી પ્રક્રિયાને પૂરી રીતે પારદર્શક બનાવશે. અગાઉ, TTE ઘણીવાર આગામી સ્ટેશન સુધી રાહ જોતા હતા, જેના કારણે વેઇટિંગવાળા મુસાફરોને સીટ માટે રાહ જોવી પડતી હતી. હવે, બધું રિયલ ટાઈમમાં અપડેટ થશે, જેથી મુસાફરોને વધુ સારી અને ઝડપી સેવાઓ મળી શકશે. આ ફેરફાર ભારતીય રેલવેને વધુ હાઇટેક બનાવવા માટે એક મહત્ત્વપૂર્ણ માઈલસ્ટોન સાબિત થશે.

About The Author

Related Posts

Top News

મુકેશ ખન્ના રણવીર સિંહને 'શક્તિમાન' બનવા દેશે નહીં; તેમણે કહ્યું- કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે!

ચાર વર્ષ પહેલાં પ્રતિષ્ઠિત ભારતીય સુપરહીરો શક્તિમાન પર આધારિત એક ફિલ્મની જાહેરાત કરવામાં આવી હતી, અને એવા અહેવાલો પણ...
Entertainment 
મુકેશ ખન્ના રણવીર સિંહને 'શક્તિમાન' બનવા દેશે નહીં; તેમણે કહ્યું- કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે!

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 20-04-2026 વાર- સોમવાર મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

યુકે ચાર્ટર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સપોર્ટ એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડના ડાયરેક્ટર જનરલ માર્કો ફોર્જિયોને જણાવ્યું છે કે, સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ (...
World 
સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન

ભારત અને રશિયા વચ્ચે સંરક્ષણ સહયોગને મજબૂત બનાવતો એક મહત્વપૂર્ણ કરાર હવે અમલમાં આવ્યો છે. ફેબ્રુઆરી 2025માં નવી દિલ્હી...
World 
રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન
Copyright (c) Khabarchhe All Rights Reserved.