ગુજરાત કોંગ્રેસે 'જન આક્રોશ યાત્રા'ના ત્રીજા ચરણની શરૂઆત કરી, અમિત ચાવડાએ કહ્યું- દક્ષિણ ગુજરાત...

ગુજરાતમાં કોંગ્રેસે જન આક્રોશ યાત્રાના ત્રીજા તબક્કાની આજે શરૂઆત કરી દીધી છે. યાત્રા અંગે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કેભાજપ સરકાર આદિવાસી સમાજના જળ, જંગલ અને જમીનના અધિકાર છીનવી રહી છે.

તેમણે કહ્યું કે,આજે દક્ષિણ ગુજરાત અનેક મોરચે સંકટમાં ફસાયેલું છે. સુરત, ભરૂચ, વલસાડ અને તાપી જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં નાના અને મધ્યમ ઉદ્યોગો બંધ થવાના કારણે રોજગાર સંકટ ઘેરું બન્યું છે અને હજારો શ્રમિકો તથા યુવાનો બેરોજગાર બન્યા છે.  હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગમાં આવેલી મંદીના કારણે કામદારોની છટણી, પગારમાં કપાત અને રોજગારની અનિશ્ચિતતાએ હજારો પરિવારોના જીવન પર સીધી અસર કરી છે.  આદિવાસી વિસ્તારોમાં આજે પણ આરોગ્ય, શિક્ષણ, રસ્તા, પીવાનું પાણી અને મોબાઇલ કનેક્ટિવિટી જેવી મૂળભૂત સુવિધાઓનો અભાવ છે, જે સરકારની નિષ્ફળતાનો પુરાવો છે.

કોંગ્રેસે કહ્યું કે પ્રથમ ચરણ ઉત્તર ગુજરાત, દ્વિતીય ચરણ મધ્ય ગુજરાતના કુલ 14 જીલ્લાઓ આવરીને 72 જાહેર સભા, 350 જેટલા સ્થાનિક સ્વાગત પોઈન્ટ, શહેરોમાં યુવા સાથીઓ સાથે બાઈક રેલી થકી કુલ 2700 કી.મી.નો પ્રવાસ કરી ગુજરાતની જનતાનો વ્યાપક પ્રતિસાદ સાથે જનતાના આક્રોશને સશક્ત અવાજ સ્વરૂપે સફળતાપૂર્વક રજુ કરવામાં આવ્યા બાદ ‘જન આક્રોશ યાત્રા – પરિવર્તનનો શંખનાદ’ના ત્રીજા ચરણની શરૂઆત કરવામાં આવી રહી છે.

01

૧૧૦૦ કી.મી.ની ત્રીજા ચરણની યાત્રા દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ અને નર્મદા જિલ્લાઓના વિવિધ ગામો અને શહેરોને આવરી લેશે. સમગ્ર યાત્રા દરમિયાન વિવિધ જન સંવાદ કાર્યક્રમો, યુવા બાઈક રેલી, જાહેર સભાઓ અને સ્વાગત પોઇન્ટ દ્વારા દક્ષિણ ગુજરાતની જનતાના મુખ્ય પ્રશ્નો, મુશ્કેલીઓ અને આક્રોશને મજબૂત રીતે વાચા આપવામાં આવશે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ  અમિત ચાવડાએ દક્ષિણ ગુજરાતની જનતાના ગંભીર પ્રશ્નો ઉજાગર કરતા જણાવ્યું હતું કે આજે દક્ષિણ ગુજરાત અનેક મોરચે સંકટમાં ફસાયેલું છે. સુરત, ભરૂચ, વલસાડ અને તાપી જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં નાના અને મધ્યમ ઉદ્યોગો બંધ થવાના કારણે રોજગાર સંકટ ઘેરું બન્યું છે અને હજારો શ્રમિકો તથા યુવાનો બેરોજગાર બન્યા છે. ખાસ કરીને સુરતના હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગમાં આવેલી મંદીના કારણે કામદારોની છટણી, પગારમાં કપાત અને રોજગારની અનિશ્ચિતતાએ હજારો પરિવારોના જીવન પર સીધી અસર કરી છે.

ભાજપ સરકાર આદિવાસી સમાજના જળ, જંગલ અને જમીનના અધિકાર છીનવી રહી છે. ડાંગ, તાપી અને નર્મદા જેવા આદિવાસી વિસ્તારોમાં આજે પણ આરોગ્ય, શિક્ષણ, રસ્તા, પીવાનું પાણી અને મોબાઇલ કનેક્ટિવિટી જેવી મૂળભૂત સુવિધાઓનો અભાવ છે, જે સરકારની નિષ્ફળતાનો પુરાવો છે. ખેડૂતોને પાણી, અપૂર્ણ કેનાલ નેટવર્ક, વધતા ખાતર-બીજના ભાવ અને પાકના યોગ્ય ભાવ ન મળવાની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યારે નર્મદા યોજનાના સંપૂર્ણ લાભ દક્ષિણ ગુજરાતના અંતિમ ગામ સુધી પહોંચ્યા નથી.

અમિત ચાવડાએ સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું કે સરકારી શાળાઓ અને હોસ્પિટલોમાં સ્ટાફની અછત, સુવિધાઓની કમી અને ખાનગી સંસ્થાઓની મોંઘવારીને કારણે સામાન્ય જનતા પર ભારે બોજ પડી રહ્યો છે. મહિલાઓની સુરક્ષા, રોજગાર અને સ્વસહાય જૂથોને પૂરતું આર્થિક સહયોગ ન મળવો પણ ગંભીર મુદ્દો છે. સાથે સાથે શિક્ષિત યુવાનોને સ્થાનિક સ્તરે રોજગાર ન મળતા તેમને સ્થળાંતર કરવું પડે છે, જે દક્ષિણ ગુજરાતના ભવિષ્ય માટે ચિંતાજનક છે.

02

વિધાનસભા વિરોધ પક્ષના નેતા ડો. તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે 'આદિવાસી સમાજની જમીન અને જંગલ અધિકારના પ્રશ્નો હજુ પણ અધૂરા છે. ફોરેસ્ટ રાઈટ એક્ટ હેઠળના હક્કો ન મળવા, જમીન કબજા અને પુનર્વસન તથા વળતર સંબંધિત પ્રશ્નો અંગે સરકાર મૌન છે. આદિવાસી વિસ્તારમાં રહેતા સમાજના અસલ નિવાસીઓને પણ પ્રમાણપત્રો મેળવવામાં અડચણ થઇ રહી છે. ભરૂચ અને અંકલેશ્વર જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં વધતા હવા અને પાણીના પ્રદૂષણથી લોકોના આરોગ્ય પર ગંભીર અસર પડી રહી છે અને કેન્સર તથા શ્વાસરોગ જેવા રોગોમાં વધારો થઈ રહ્યો છે.'

 

About The Author

Related Posts

Top News

લાખો રૂપિયા પગાર છતા દોઢ લાખની લાંચ લેતા GST અધિકારી ઝડપાયો, સેટલમેન્ટના 5 લાખ માંગેલા

મધ્યપ્રદેશના રતલામમાં ભ્રષ્ટાચાર પર કડક કાર્યવાહી કરવામાં આવી છે. સેન્ટ્રલ GST વિભાગના આસિસ્ટન્ટ કમિશનર શંકર પરમારની 1.5 લાખ રૂપિયાની લાંચ...
National 
લાખો રૂપિયા પગાર છતા દોઢ લાખની લાંચ લેતા GST અધિકારી ઝડપાયો, સેટલમેન્ટના 5 લાખ માંગેલા

એક ચાર્જ પર 400 Km દોડતું દેશનું સૌથી વધુ રેન્જ આપતું ઇલેક્ટ્રિક સ્કૂટર 'સિમ્પલ અલ્ટ્રા' લોન્ચ, પણ બહુ મોંઘું છે

ભારતમાં EV સ્કૂટર સેગમેન્ટમાં ધમાલ મચી ગઈ છે. સિમ્પલ એનર્જીનું નવું સિમ્પલ અલ્ટ્રા એક જ ચાર્જ પર 400 Kmની...
Tech and Auto 
એક ચાર્જ પર 400 Km દોડતું દેશનું સૌથી વધુ રેન્જ આપતું ઇલેક્ટ્રિક સ્કૂટર 'સિમ્પલ અલ્ટ્રા' લોન્ચ, પણ બહુ મોંઘું છે

‘લાડકી બહેન યોજના'એ ચૂંટણી જીતાડી, પરંતુ હવે મહારાષ્ટ્ર સરકારે 68 લાખ ખાતા કેમ બંધ કરી દીધા?

મહારાષ્ટ્ર સરકારની લોકપ્રિય 'મુખ્યમંત્રી માજી લાડકી બહેન યોજના' અંગે એક મહત્ત્વપૂર્ણ જાણકારી સામે આવી છે. રાજ્ય સરકારે e-KYC ...
National 
‘લાડકી બહેન યોજના'એ ચૂંટણી જીતાડી, પરંતુ હવે મહારાષ્ટ્ર સરકારે 68 લાખ ખાતા કેમ બંધ કરી દીધા?

શું રાઘવ ચઢ્ઢા ભાજપમાં જવાના છે?

2 એપ્રિલના રોજ, આમ આદમી પાર્ટી (AAP)એ તેના સાંસદ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભાના ઉપનેતા પદ પરથી દૂર કરવાની...
National 
શું રાઘવ ચઢ્ઢા ભાજપમાં જવાના છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.