પત્નીના અપમાનનો બદલો લેવા 7 કરોડ રૂપિયાનું સોનું તફડાવી ગયો કર્મચારી, 4 મહિના પછી…

આંધ્ર પ્રદેશના એલુરૂના ચિંતલપુડીમાં, એક કર્મચારીએ તેના માલિક દ્વારા પત્નીના અપમાનનો બદલો લેવા માટે 7 કરોડ રૂપિયાનું સોનું ચોરી લીધું હતું. તે વ્યવસાયે ચોર નહોતો, કે ન તો તેનો તેનો કોઈ ગુનાહિત રેકોર્ડ હતો. પરંતુ, તેનો હેતુ પોતાની જેમ જ માલિકને હેરાન કરવાનો અને પોતાની સમસ્યાનો અનુભવ કરાવવાનો હતો. એક કર્મચારીએ તેના માલિકને પોતાની જેમ પરેશાન કરવાની ચાહતમાં ચોરી કરી.

અહેવાલો અનુસાર, 9 સપ્ટેમ્બર, 2025ના રોજ ચિંતલપુડી સ્થિતિ કનક દુર્ગા ફાઇનાન્સ કંપનીમાં એક મોટી ચોરી થઈ હતી. આ કંપની પોતાના ગ્રાહકોને સોનાની ઘરેણાં ગીરવે રાખીને લોન આપે છે. જ્યારે વદલમુડીના કર્મચારી ઉમા મહેશ, જે આ પ્રકારે ગીરવે રાખેલા સોનાનું ઓડિટ કરવા આવ્યો હતો, જ્યારે તેનું ધ્યાન ક્યાંક દૂર હતું, ત્યારે તેને પોતાની સાથે લાવેલા થેલામાં સાડા 4 કિલો સોનું ભરી દીધું અને ફરાર થઈ ગયો. કંપનીના મેનેજરે તે રાત્રે પોલીસ ફરિયાદ નોંધાવી, અને ચિંતલપુડી પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી. તે સમયે વાહનોની શોધખોળ કરવા છતા આરોપીનો પત્તો લાગ્યો નહોતો.

gold1
timesofindia.indiatimes.com

જોકે, પોલીસે ચોરી બાદ ફરાર મહેશની ધરપકડ કરી છે. ચોરાયેલા સોનાની કુલ કિંમત લગભગ 7 કરોડ હોવાનો અંદાજ છે. જોકે, તેણે માત્ર 6 ગ્રામ વીંટીનો પોતાના અંગત ઉપયોગ માટે કર્યો હતો. પોલીસે આરોપી પાસેથી બાકીનું સોનું જપ્ત કર્યું. પરંતુ જ્યારે પોલીસે ચોરી પાછળના કારણ મહેશની પૂછપરછ કરી, ત્યારે તે ખૂબ જ વિચિત્ર હતું.

શું છે આખી કહાની?

મહેશનો પૈતૃક જિલ્લો નેલ્લોર છે, પરંતુ તેની પત્ની પણ તે જ કંપનીમાં કામ કરે છે. કંપનીના માલિકે તેની પત્ની સાથે દુર્વ્યવહાર કરતા મહેશ નારાજ થઇ ગયો હતો અને તેણે ચોરી કરી. આ ઘટનાથી તે તણાવમાં હતો અને તેને ડર હતો કે કંપનીને મુશ્કેલીનો સામનો કરવો પડશે, પરંતુ હવે તેને ચોર ગણાવવામાં આવ્યો છે અને તેને જેલ જવું પડ્યું છે. લગભગ 4  મહિના સુધી ફરાર રહ્યા બાદ, ફોન પર પણ કોઈનો સંપર્ક ન હોવા છતા, પોલીસ વિભાગના માહિતી અને સંદેશાવ્યવહાર વિભાગ દ્વારા આપવામાં આવેલી પુરાવાઓના આધારે તેને પકડી લેવામાં આવ્યો.

About The Author

Related Posts

Top News

EV વાહન લેતા પહેલા વિચારજો... વિશ્વની મોટી કાર કંપનીઓએ EV ઉત્પાદન અટકાવવા વિચારણા શરૂ કરી

વૈશ્વિક ઓટોમોબાઈલ ઉદ્યોગ એક મહત્વપૂર્ણ વળાંક પર આવી ગયો છે. Honda, Ford, General Motors (GM), Stellantis અને Volkswagen જેવી પ્રતિષ્ઠિત...
Tech and Auto 
EV વાહન લેતા પહેલા વિચારજો... વિશ્વની મોટી કાર કંપનીઓએ EV ઉત્પાદન અટકાવવા વિચારણા શરૂ કરી

શંકરભાઈ ચૌધરી: જેમણે પશુપાલન, ખેતી, સહકારી કામ અને રાજકારણમાં પોતાની જવાબદારી નિભાવીને ઘણા લોકોનું જીવન સુધાર્યું છે

(ઉત્કર્ષ પટેલ) ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસકાંઠા જિલ્લાના થરાદ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય શંકરભાઈ લાઘડીરભાઈ ચૌધરી એક એવા વ્યક્તિ છે...
Opinion 
શંકરભાઈ ચૌધરી: જેમણે પશુપાલન, ખેતી, સહકારી કામ અને રાજકારણમાં પોતાની જવાબદારી નિભાવીને ઘણા લોકોનું જીવન સુધાર્યું છે

અચાનક એવું શું થયું કે સંસદમાં કાગળ ફેકનારા 7 સાંસદોનું સસ્પેન્શન સ્પીકરે રદ્દ કરી દીધું

લોકસભામાં કાગળો ફાડીને અધ્યક્ષ પર ફેંકવાની ઘટના બાદ, કોંગ્રેસના 7 સહિત આઠ વિપક્ષી સાંસદોને બજેટ સત્રના બાકીના સમય માટે...
Politics 
અચાનક એવું શું થયું કે સંસદમાં કાગળ ફેકનારા 7 સાંસદોનું સસ્પેન્શન સ્પીકરે રદ્દ કરી દીધું

વોટ્સએપ ચેટ્સના આધારે આવકવેરા વિભાગે આપી રૂ. 22 કરોડની ટેક્સ નોટિસ! કોર્ટે જાણો શું કર્યું

દિલ્હી સ્થિત આવકવેરા અપીલ ટ્રિબ્યુનલ (ITAT)એ આવકવેરા કેસમાં એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે, જેમાં વોટ્સએપ ચેટ્સને આધાર...
Business 
વોટ્સએપ ચેટ્સના આધારે આવકવેરા વિભાગે આપી રૂ. 22 કરોડની ટેક્સ નોટિસ! કોર્ટે જાણો શું કર્યું

Opinion

શંકરભાઈ ચૌધરી: જેમણે પશુપાલન, ખેતી, સહકારી કામ અને રાજકારણમાં પોતાની જવાબદારી નિભાવીને ઘણા લોકોનું જીવન સુધાર્યું છે શંકરભાઈ ચૌધરી: જેમણે પશુપાલન, ખેતી, સહકારી કામ અને રાજકારણમાં પોતાની જવાબદારી નિભાવીને ઘણા લોકોનું જીવન સુધાર્યું છે
(ઉત્કર્ષ પટેલ) ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસકાંઠા જિલ્લાના થરાદ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય શંકરભાઈ લાઘડીરભાઈ ચૌધરી એક એવા વ્યક્તિ છે જેમણે...
એક સમયે સાબરમતીથી ટ્રેન દ્વારા સૌરાષ્ટ્રમાં પાણી મોકલવું પડતું હતું, અને આજે...
ગુજરાતના પનોતા પુત્ર મુકેશ અંબાણી અને રિલાયન્સ ગ્રુપ અમેરિકામાં જઈને રોકાણ કરે તે દેશ અને ગુજરાત માટે ગર્વની વાત જ કહેવાય
બીપીનભાઈ પટેલ (ગોતા): સેવા, સમર્પણભાવ સાથે સહકારી અને કૃષિ વિકાસના કાર્યોમાં સક્રિય વ્યક્તિવ
કરસનભાઈ પટેલ: માત્ર એક ઉદ્યોગપતિ નથી, પરંતુ ગુજરાતના હજારો યુવાનો માટે પ્રેરણાનો અમર સ્તંભ છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.