અભિષેક શર્મા વર્લ્ડ કપમાં એક પણ રન કેમ નથી બનાવી શક્યો? સુનિલ ગાવસ્કરે જણાવ્યું કારણ

T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો ઓપનર અભિષેક શર્મા અત્યાર સુધી ત્રણ મેચમાં એક પણ રન બનાવી શક્યો નથી. વિશ્વનો નંબર-1 T20I બેટ્સમેન 3 વખત શૂન્ય પર આઉટ થઇ ગયો છે. પૂર્વ ક્રિકેટર સુનિલ ગાવસ્કરે અભિષેકના પ્રદર્શન પર મોટું નિવેદન આપ્યું છે. ગાવસ્કરે કહ્યું કે, અભિષેક પર એક્સપેક્ટેશનનો ભાર છે. તેણે સ્માર્ટ ક્રિકેટ રમવી જોઈએ. તેમણે અભિષેકને ક્રીઝ પર થોડો સમય વિતાવવાની અને પછી મોટા શોટ રમવાની સલાહ આપી.

અભિષેકની બેટિંગ પર વાત કરતા સ્ટાર સ્પોર્ટ્સ પર ગાવસ્કરે કહ્યું કે, ‘કદાચ તેના પર અપેક્ષાઓનો ભાર પડી રહ્યો છે. તે ખૂબ જ સારો છોકરો છે. જો તેણે પહેલી મેચમાં સારી શરૂઆત કરી હોત, તો પરિસ્થિતિ અલગ હોત. પરંતુ હવે તે પોતાને સાબિત કરવાના ચક્કરમાં ફસાઈ ગયો છે.’

sunil-gavaskar1
indianexpress.com

ગાવસ્કરે કહ્યું કે, ‘તેની પાસે જેટલા શોટ્સ છે તેના હિસાબે તેણે બેટિંગમાં થોડો વધુ સમય વિતાવવો જોઈએ. તેણે ઇનિંગની શરૂઆતમાં જ બાઉન્ડ્રી કે સિક્સર મારવાનો પ્રયાસ ન કરવો જોઈએ. જો બાઉન્ડ્રી આવી જાય છે તે ઠીક છે, પરંતુ તેણે ક્રોસ-લાઇનમાં મોટા શોટ મારવા માટે ઉતાવળ ન કરવી જોઈએ. જો ચાર ડોટ બોલ પણ જતા રહે તો પણ ઠીક છે. કારણ કે તે આગામી 4-8 બોલમાં તેની ભરપાઈ કરી શકે છે.’

ગાવસ્કરે અભિષેકને સ્માર્ટ ક્રિકેટ રમવાની સલાહ આપી. તેમણે કહ્યું કે, ‘અભિષેકે સ્માર્ટ ક્રિકેટ રમવી પડશે. તેણે પહેલા સેટ થવું પડશે. પહેલો રન બનાવવો પડશે. જ્યારે તમે ભારત માટે રમી રહ્યા હોવ છો, ત્યારે તમારે પહેલો રન બનાવવો જોઇએ, અને પછી બધું જ પોતાની મેળે ઠીક થઈ જાય છે.’

honey-trap-gang3
indianexpress.com

ગાવસ્કરે કહ્યું કે, ‘અભિષેક જે રીતે આઉટ થઈ રહ્યો છે તે ખૂબ જ પ્રિડિક્ટેબલ છે. તેના મગજમાં એવું ચાલી રહ્યું છે કે લોકો મને 200ના સ્ટ્રાઈક રેટવાળો બેટ્સમેન માને છે, એટલે મારે તે મુજબ રમવું પડશે. તેણે એવું બિલકુલ ન કરવું જોઈએ. આ બધું પોતાની મેળે થાય છે. એકવાર તમે થોડા સિંગલ્સ લો છો, તો તમને પિચનો અહેસાસ થઈ જાય છે. એકવાર અભિષેક સેટ થઈ ગયો તો  તે ચોક્કસપણે મોટો સ્કોર બનાવશે.’

નોંધનીય છે કે અભિષેક શર્મા 2026માં પાંચ વખત શૂન્ય પર આઉટ થયો છે. પાકિસ્તાનના ઓપનર સેમ અયુબ એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ શૂન્ય પર આઉટ થયો હતો. અયુબ 2025માં 6 વખત શૂન્ય પર આઉટ થયો હતો. અભિષેક આ યાદીમાં ટોચ પર પહોંચવા નહીં માંગે. ફેન્સને આશા છે કે તે સુપર 8ના પોતાના અંદાજમાં બેટિંગ કરતો દેખાશે અને રન બનાવશે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 20-04-2026 વાર- સોમવાર મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

યુકે ચાર્ટર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સપોર્ટ એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડના ડાયરેક્ટર જનરલ માર્કો ફોર્જિયોને જણાવ્યું છે કે, સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ (...
World 
સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન

ભારત અને રશિયા વચ્ચે સંરક્ષણ સહયોગને મજબૂત બનાવતો એક મહત્વપૂર્ણ કરાર હવે અમલમાં આવ્યો છે. ફેબ્રુઆરી 2025માં નવી દિલ્હી...
World 
રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન

‘કોઈ મને મહિલા વિરોધી નહીં કહી શકે’, શશિ થરૂરે કિરેન રિજિજૂ સાથેની તસવીર શેર કરી

શનિવારે, લોકસભાની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત થયા બાદ, તિરુવનંતપુરમના સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે સંસદીય...
Politics 
‘કોઈ મને મહિલા વિરોધી નહીં કહી શકે’, શશિ થરૂરે કિરેન રિજિજૂ સાથેની તસવીર શેર કરી
Copyright (c) Khabarchhe All Rights Reserved.