‘ટોઇલેટ સાફ કર્યા, પોતે જ વાસણ ધોયા અને...’, ઓસ્ટ્રેલિયામાં પાકિસ્તાની ટીમનું અપમાન, કેપ્ટને સંભળાવી આપવીતી

પાકિસ્તાનની રાષ્ટ્રીય હોકી ટીમના કેપ્ટન અમ્માદ શકીલ બટ્ટે ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ટીમ સાથે થયેલા દુર્વ્યવહાર અને ખરાબ મેનેજમેન્ટ અંગે સનસનાટીભર્યા ખુલાસા કર્યા છે. લાહોર એરપોર્ટ પર મીડિયા સાથે વાત કરતા કેપ્ટને પાકિસ્તાન હોકી ફેડરેશન (PHF) પર માનસિક ત્રાસ આપવા અને ખેલાડીઓને મજૂરોની જેમ રાખવાના ગંભીર આરોપો લગાવ્યા છે. તેમના આરોપોથી પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે.

Pak-hockey
x.com/Vipintiwari952

કેપ્ટન અમ્માદ બટ્ટે ઓસ્ટ્રેલિયાના અહેવાલોની પુષ્ટિ કરી કે, ટીમને મૂળભૂત સુવિધાઓ પણ આપવામાં આવી નહોતી. તેણે જણાવ્યું હતું કે ખેલાડીઓને મેદાનમાં ઉતરતા પહેલા રસોડું સાફ કરવા, વાસણો ધોવા અને ટોઇલેટ પણ સાફ કરવા મજબૂર કરવામાં આવ્યા હતા. ટીમને કહેવામાં આવ્યું હતું કે, તેમણે માત્ર 115 ડોલર દૈનિક ભથ્થામાં દિવસમાં ત્રણ વખત ભોજનમાં મેનેજ કરવું પડશે. અમ્માદે કહ્યું કે મેનેજમેન્ટે ખેલાડીઓને માનસિક બીમાર બનાવી દીધા છે. તેણે તાહિર ઝમાં અને અન્ય અધિકારીઓના નિવેદનોને ખોટા ગણાવીને ફગાવી દીધા.

અમ્માદ બટ્ટે આરોપ લગાવ્યો કે PHFએ ટીમમાં ફૂટ પાડવાનો પ્રયાસ કર્યો છે. ખેલાડીઓને ખાનગીમાં બોલાવવામાં આવ્યા હતા અને પૂછવામાં આવ્યું હતું કે તેઓ કેપ્ટનની સાથે છે કે ફેડરેશન સાથે. જોકે, કેપ્ટને ગર્વથી કહ્યું હતું કે, આખી ટીમ તેની સાથે ઉભી છે. તેણે એવો પણ ખુલાસો કર્યો હતો કે તેને મીડિયા સાથે વાત ન કરવા કહેવામાં આવ્યું હતું, જેનો તેણે ઇનકાર કર્યો હતો.

Pak-hockey2
x.com/AhmadRehanKhan

પાકિસ્તાન સ્પોર્ટ્સ બોર્ડ (PSB)ના ડિરેક્ટર જનરલ નૂરીશ સબાહે એરપોર્ટ પર આ આરોપોની પુષ્ટિ કરી હતી. તેણે જણાવ્યું હતું કે PSBએ ઓસ્ટ્રેલિયામાં હોટેલ બુકિંગ માટે સંપૂર્ણ ચૂકવણી કરી હતી, પરંતુ PHFએ તે બુકિંગ રદ કરી દીધા હતા. ચૂકવણી ન થવાને કારણે, ખેલાડીઓએ કલાકો સુધી ઓસ્ટ્રેલિયાના રસ્તાઓ પર ભટકવું પડ્યું હતું. બાદમાં, સ્થાનિક પાકિસ્તાની સમુદાયની મદદથી રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સમગ્ર મામલાનો વિગતવાર અહેવાલ વડાપ્રધાન શાહબાઝ શરીફને મોકલવામાં આવશે. વડાપ્રધાને આ નાણાકીય અને વહીવટી અનિયમિતતાને ધ્યાન લીધી છે અને સંપૂર્ણ તપાસનો આદેશ આપ્યો છે.

About The Author

Related Posts

Top News

મુકેશ ખન્ના રણવીર સિંહને 'શક્તિમાન' બનવા દેશે નહીં; તેમણે કહ્યું- કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે!

ચાર વર્ષ પહેલાં પ્રતિષ્ઠિત ભારતીય સુપરહીરો શક્તિમાન પર આધારિત એક ફિલ્મની જાહેરાત કરવામાં આવી હતી, અને એવા અહેવાલો પણ...
Entertainment 
મુકેશ ખન્ના રણવીર સિંહને 'શક્તિમાન' બનવા દેશે નહીં; તેમણે કહ્યું- કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે!

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 20-04-2026 વાર- સોમવાર મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

યુકે ચાર્ટર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સપોર્ટ એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડના ડાયરેક્ટર જનરલ માર્કો ફોર્જિયોને જણાવ્યું છે કે, સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ (...
World 
સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન

ભારત અને રશિયા વચ્ચે સંરક્ષણ સહયોગને મજબૂત બનાવતો એક મહત્વપૂર્ણ કરાર હવે અમલમાં આવ્યો છે. ફેબ્રુઆરી 2025માં નવી દિલ્હી...
World 
રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન
Copyright (c) Khabarchhe All Rights Reserved.