સોના-ચાંદીના ભાવમાં ઘટાડો: જાણો કિંમતો તેમના લાઈફટાઇમ હાઇથી કેટલી નીચે આવી ગઇ

સોના અને ચાંદીના ભાવમાં ઐતિહાસિક અસ્થિરતા જોવા મળી રહી છે. આ વર્ષે જાન્યુઆરીમાં સોના અને ચાંદીના ભાવ ઐતિહાસિક લેવલ પર પહોંચ્યા હતા, ત્યારબાદ તેમાં ઘટાડો થવા લાગ્યો. ઘણા દિવસ સુધી ચાલેલા ભારે વધઘટ બાદ, સોના અને ચાંદીના ભાવમાં વધઘટ હવે મોટાભાગે નિયંત્રણમાં આવી ગઈ છે.

નોંધનીય છે કે 29 જાન્યુઆરીએ, MCX પર ચાંદીના ભાવ 4,20,048 રૂપિયા પ્રતિ કિલોગ્રામના લાઈફટાઈમ હાઇ પર પહોંચ્યા હતા. તે જ દિવસે, સોનાનો ભાવ પણ 1,93,096 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ઓલ ટાઇમ હાઇ પર પહોંચ્યો હતો. લાઇફ ટાઇમ હાઇ પર પહોંચ્યા બાદ, ચાંદીના ભાવ 1.80 લાખ રૂપિયાથી વધુ અને સોનાના ભાવમાં 38,000 રૂપિયાથી વધુ ઘટ્યા છે.

gold-silver1
newsonair.gov.in

સોમવારે MCX પર ભારે ઘટાડા બાદ, મંગળવારે સોના અને ચાંદીના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. મંગળવારે ચાંદીનો ભાવ 4,685 રૂપિયા ઘટીને 2,35,206 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો હતો, જે તેના લાઇફ ટાઇમ હાઇ કરતા 1,80,157 રૂપિયા ઓછો છે. એ જ રીતે, આજે MCX પર સોનાનો ભાવ 1,210 રૂપિયા ઘટીને 1,53,550 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો, જે તેના લાઇફટાઇમ હાઇથી 38,336 રૂપિયા સસ્તી થઈ છે. એટલે કે, ચાંદી તેના લાઇફટાઇમ હાઇથી 1,80,157 રૂપિયા સસ્તી થઈ ચૂકી છે, જ્યારે સોનું પણ તેના લાઈફટાઇમ હાઇ પર પહોંચ્યા બાદ 38,336 રૂપિયા સસ્તું થયું છે.

gold-silver2
financialexpress.com

દિલ્હીના સર્રાફા બજારમાં 29 જાન્યુઆરી, 2026ના રોજ ચાંદીનો ભાવ 4,04,500 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ઓલટાઇમ હાઇ પર પહોંચ્યો હતો, જ્યારે સોનાનો ભાવ પણ તે દિવસે 1,83,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ઉચ્ચતમ સ્તર પર પહોંચ્યો હતો. સોમવાર, 16 ફેબ્રુઆરીના રોજ સોનાના ભાવ 5000 રૂપિયા ઘટીને 2,55,000 પ્રતિ કિલોગ્રામ પર બંધ થયા, જે તેના લાઇફટાઇમ હાઇથી 1,49,500 ઘટી ગયા. તો બીજી તરફ, સોમવારે સોનાના ભાવ 700 રૂપિયા વધીને 1,59,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયા હતા, જોકે આ ભાવ તેના લાઇફટાઇમ હાઇથી 23,800 રુપિયથી નીચે રહ્યો છે.

About The Author

Top News

હોર્મુઝ સ્ટ્રેટમાં ફરી તણાવ વધવાની આશંકાથી ક્રૂડ ઓઈલના ભાવમાં 7 થી 8 ટકાનો વધારો થયો

પાકિસ્તાનમાં અમેરિકા-ઈરાન શાંતિ મંત્રણા નિષ્ફળ ગયા પછી, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ફરી વધારો થવા પામ્યો છે. અમેરિકન રાષ્ટ્રપતિ...
Business 
હોર્મુઝ સ્ટ્રેટમાં ફરી તણાવ વધવાની આશંકાથી ક્રૂડ ઓઈલના ભાવમાં 7 થી 8 ટકાનો વધારો થયો

વૈભવ સૂર્યવંશીની ટીમ ઈન્ડિયા માટે પસંદગી નક્કી, કોનું પત્તું કપાશે?

અજીત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિ આયર્લેન્ડ સામેની T20 શ્રેણી માટે મોટો નિર્ણય લેવા માટે તૈયાર છે. તેઓ વૈભવ સૂર્યવંશીને...
Sports 
વૈભવ સૂર્યવંશીની ટીમ ઈન્ડિયા માટે પસંદગી નક્કી, કોનું પત્તું કપાશે?

ભારતમાં 2026ના ચોમાસાની નબળી આગાહી: ખેતી અને અર્થતંત્ર માટે ચિંતાનો વિષય

ભારત સરકારે સોમવારે જાહેર કર્યું કે વર્ષ 2026માં દેશમાં ચોમાસુ વરસાદ સામાન્ય કરતાં નબળો રહેવાની સંભાવના છે. આ ત્રણ વર્ષમાં...
National 
ભારતમાં 2026ના ચોમાસાની નબળી આગાહી: ખેતી અને અર્થતંત્ર માટે ચિંતાનો વિષય

લોકસભામાં બેઠકોની સંખ્યા 543થી વધારીને 850 કરવાની તૈયારી, આનાથી શું ફાયદો થશે?

દેશની રાજકીય વ્યવસ્થામાં ધરખમ ફેરફાર લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વકાંક્ષી પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. આ પ્રસ્તાવ અંતર્ગત...
National 
લોકસભામાં બેઠકોની સંખ્યા 543થી વધારીને 850 કરવાની તૈયારી, આનાથી શું ફાયદો થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.