દુનિયાના આ બે નાના દેશો ખરીદી રહ્યા છે મોટા પ્રમાણમાં સોનું?

ભૌગોલિક રાજકીય તણાવ વધતાં, વિશ્વ સુરક્ષિત સંપત્તિ તરફ વળી રહ્યું છે. આનો સૌથી મોટો પુરાવો કેન્દ્રીય બેંકો દ્વારા મોટા પાયે સોનાની ખરીદી છે. વિશ્વભરના મોટાભાગના દેશો ઝડપથી તેમના સોનાના ભંડારમાં વધારો કરી રહ્યા છે. આવું તો પહેલાં, ફક્ત મોટા દેશો જ આ કરી રહ્યા હતા, પરંતુ હવે નાના દેશો પણ આ રેસમાં જોડાઈ ગયા છે.

કેટલાક દેશોએ તો એક જ મહિનામાં એટલી બધી ખરીદી કરી રહ્યા છે કે, ચીન પણ પાછળ રહી ગયું છે. આવા જ બે નાના દેશોએ તેમની સોનાની ખરીદી ઝડપી બનાવી છે અને માસિક ખરીદીની દ્રષ્ટિએ ચીન અને ભારત જેવા મોટા દેશોને પણ પાછળ છોડી દીધા છે.

5

આ બે નાના દેશો છે પોલેન્ડ અને ઉઝબેકિસ્તાન, તેમણે થોડા જ વર્ષોમાં તેમના સોનાના ભંડારમાં ખુબ મોટો વધારો કર્યો છે અને ફેબ્રુઆરી દરમિયાન સોનાની ખરીદીમાં ચીન અને ભારત જેવા દેશોને પણ પાછળ છોડી દીધા છે અને મોટા પ્રમાણમાં સોનાની ખરીદી હજુ પણ ચાલુ રાખી રહ્યા છે.

પોલેન્ડે ફેબ્રુઆરી મહિના દરમિયાન 20 ટન સોનું ખરીદ્યું હતું. ફેબ્રુઆરીમાં આ સૌથી વધુ સોનાની ખરીદી છે. આ ખરીદી દેશના કુલ સોનાના ભંડારને 570 ટન પર લાવે છે. પોલેન્ડે એક જ વર્ષમાં આશરે 102 ટન સોનું ખરીદ્યું છે.

7

પોલેન્ડની સાથે, ઉઝબેકિસ્તાન પણ સક્રિય રીતે સોનાની ખુબ મોટા પ્રમાણમાં ખરીદી કરી રહ્યો છે. ફેબ્રુઆરી દરમિયાન, તેણે 8 ટન સોનું ખરીદ્યું, જેનાથી તેનો ભંડાર 407 ટન થયો. ઉઝબેકિસ્તાને 2025માં આશરે 10-15 ટન સોનું જમા કર્યું હતું.

ભારતે ફેબ્રુઆરી દરમિયાન વધુ સોનું ખરીદ્યું ન હતું. માહિતી અનુસાર, ફેબ્રુઆરીમાં ભારતની સોનાની ખરીદી 0.2 ટન હતી. 2025 સુધીમાં ભારતનો સોનાનો ભંડાર 880 ટન હોવાનો અંદાજ છે. ગયા વર્ષે ભારતે સોનાની ખરીદી 27 ટન કરી હતી.

6

ચીને પણ સોનાના ભાવ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હોવાનું માનવામાં આવે છે, કારણ કે તેણે તાજેતરના વર્ષોમાં ડૉલર પરની નિર્ભરતા ઘટાડવા માટે ખુબ મોટા પ્રમાણમાં સોનું ખરીદ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ચીને 225 ટન સોનું ઉમેર્યું છે, જેનાથી તેનો સોનાનો ભંડાર 2,305 ટન થયો છે. જોકે, તેણે ફેબ્રુઆરીમાં માત્ર 1 ટન સોનુ જ ખરીદ્યું છે.

8

ફેબ્રુઆરી દરમિયાન વિશ્વએ કુલ 27 ટન સોનું ખરીદ્યું છે. આ સતત 23મો મહિનો છે, જ્યારે આ કેન્દ્રીય બેંકોએ તેમની સોનાની ખરીદીમાં વધારો કર્યો છે.

About The Author

Related Posts

Top News

PM મોદી 15 મેથી UAE, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઈટાલીના પ્રવાસે જશે

પશ્ચિમ એશિયા (West Asia) માં ચાલી રહેલી ભીષણ કટોકટી અને ઉર્જા પુરવઠામાં અવરોધો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અઠવાડિયે ...
National 
PM મોદી 15 મેથી UAE, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઈટાલીના પ્રવાસે જશે

રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

મંગળવારે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના નવા ડિરેક્ટરની નિમણૂક માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવાસસ્થાન 7 લોક કલ્યાણ...
Politics 
રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ક ફ્રોમ હોમ (WFH) અને પેટ્રોલ ડીઝલના વપરાશ મુદ્દેના નિવેદન બાદ ગુજરાતના મોટા નેતાઓ અને અધિકારીઓએ...
Gujarat 
PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

અમેરિકા-ઈરાન યુદ્ધની અસર હવે ભારતમાં વ્યાપકપણે જોવા મળી રહી છે. PM નરેન્દ્ર મોદી પોતે લોકોને બચત કરવા માટે વિનંતી કરી...
Business 
યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.