- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
તારીખ - 20-11 2025
વાર- ગુરુવાર
મેષ - આર્થિક પ્રગતિના રસ્તો ખુલે, બહારનું ભોજન આજે ટાળો, ધર્મકાર્યોમાં વધારો થાય.
વૃષભ - ભાગીદારીના કામમાં આજે વિવાદોને ટાળવો, અકારણની ચિંતાઓથી બચો, નોકરી ધંધામાં સહાનુકુળ દિવસ રહે.
મિથુન - પાડવા વાગવા દાઝવાથી સાચવવું, તમારી બચતમાં ઘટાડો થાય, નોકરી ધંધામાં મહેનત વધશે.
કર્ક - સંતાનો વિષયમાં ચિંતા રહેશે, વિદ્યા અભ્યાસમાં મન લાગે નહીં, સંબંધોમાં ખટાશ આવે.
સિંહ - ઘરમાં ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ પાછળ ખર્ચ થાય, ઘરમાં તણાવ પણ રહે, વડીલોની સલાહ માનવી હિતાવહ થશે.
કન્યા - કોઈપણ સાહસ ન કરવું, કામ વગરનું બહાર નીકળવું નહીં, કોઈની પણ સાથે વિવાદ ટાળવો.
તુલા - ધનની સ્થિતિમાં અચાનક સુધારો આવે, તમારી વાણીથી કોઈ નિરાશા થઈ શકે છે, આજે ગુસ્સાથી દૂર રહો.
વૃશ્ચિક - માથાના દુખાવાને લગતી સમસ્યા થઈ શકે, કોઈપણ વસ્તુમાં ઉતાવળ ન કરવી, જિદ્દી સ્વભાવ રાખશો તો નુકસાન થશે.
ધન - ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું જરૂરી, કોર્ટ કચેરીના કામમાં વધારે ધ્યાન આપો, કૌટુંબિક પ્રશ્નો હેરાન કરી શકે છે.
મકર - બાળકોને લગતી સમસ્યા પર ધ્યાન આપો, ગુસ્સાથી બચો, તમારાથી કોઈને ખોટુ ન લાગે કાળજી રાખવી.
કુંભ - નોકરી ધંધામાં મિશ્ર દિવસ, પિતાના આરોગ્યની કાળજી લેવી, સહકાર્યકર વર્ગની મદદ લો.
મીન - બહાર હરવા ફરવામાં ખાસ કાળજી લેવી, બહારગામ કે વિદેશના કામમાં લાભ થાય, ગુરુજનોની સલાહથી લાભ થાય.
દિવ્યાંગ ભટ્ટ. +91 93285 92699

