ઈરાન-અમેરિકા યુદ્ધની અસરના કારણે ભારતમાં આ સૂકા મેવા થશે મોંઘા!

ગલ્ફ ક્ષેત્રમાં વધતા તણાવની અસર હવે ભારતીય બજારમાં સૂકા મેવા પર પડી રહી છે. ખાસ કરીને પિસ્તા, અંજીર અને કિસમિસ વધુ મોંઘા થઈ શકે છે. હકીકતમાં ભારત ઈરાન અને કેલિફોર્નિયા, USAથી મોટા પ્રમાણમાં પિસ્તા આયાત કરે છે. હાલમાં, ગલ્ફ તણાવને કારણે, બંદર અબ્બાસ અને ચાબહાર જેવા મુખ્ય ઈરાની બંદરો બંધ છે. જહાજો આવતા ન હોવાથી માલ અટકી ગયો છે. ચાલુ કટોકટી વચ્ચે, ઈરાનથી પુરવઠો અટકી ગયો છે, જેના કારણે પિસ્તાના ભાવમાં વધારો થયો છે.

બજાર નિષ્ણાતોના મતે, પિસ્તાના ભાવ રૂ. 40 થી રૂ. 100 પ્રતિ કિલો વધી ગયા છે. અગાઉ, છોતરાંવાળા પિસ્તાની કિંમત રૂ. 1,200-1,300 પ્રતિ કિલો હતી, અને દાણાવાળા પિસ્તાની કિંમત રૂ. 1,500-1,600 પ્રતિ કિલો હતી, જે હવે વધુ મોંઘા થઈ ગયા છે.

Dry-Fruits-Prices
ndtv.in

અંજીર મોટાભાગે અફઘાનિસ્તાનથી આવે છે. ત્યાં પહેલાથી જ તણાવ અને રસ્તાની સમસ્યાઓ છે, અને હવે ગલ્ફ કટોકટીએ પરિસ્થિતિને વધુ ખરાબ કરી છે. પ્રતિ કિલો રૂ. 100 સુધીના ભાવમાં વધારો થવાના અહેવાલો છે. આ દરમિયાન, સ્થાનિક કિસમિસનો પાક લગભગ ખતમ થઈ ગયો છે. હવે, આપણે આયાત પર વધુને વધુ નિર્ભર છીએ, તેથી પુરવઠો ઓછો આવવાને કારણે કિસમિસ વધુ મોંઘા થવાની સંભાવના રહેલી છે.

અખરોટના ભાવ હજુ સુધી વધ્યા નથી. આ દરમિયાન, કાશ્મીરથી સ્થાનિક અખરોટ પણ બજારમાં આવી રહ્યા છે. પરિણામે, અખરોટના ભાવ હાલમાં સ્થિર છે. આગામી 1-2 મહિના સુધી ગલ્ફ તણાવ અખરોટના ભાવને અસર કરશે નહીં.

Dry-Fruits-Prices1
hindi.news18.com

ઈરાનના બંદર અબ્બાસ અને ચાબહાર બંદરો બંધ થવાને કારણે દરિયાઈ માર્ગ અવરોધિત છે. ભારત માટે દરિયાઈ માર્ગ જ મુખ્ય વિકલ્પ હતો, પરંતુ બંદર બંધ થવાથી સૂકા મેવાના શિપમેન્ટ અટકી ગયા છે. અહીં તમને બતાવી દઈએ કે, ભારત-પાકિસ્તાન તણાવ પહેલાથી જ અફઘાનિસ્તાનથી શિપમેન્ટ પર અસર કરી ચૂક્યો હતો.હવે આવામાં ઈરાનથી સપ્લાય બંધ થઇ જવાથી બજારની અનિશ્ચિતતામાં વધુ વધારો થયો છે.

Dry-Fruits-Prices2
tradeindia.com

સુકા મેવાના ભાવમાં વધારો સામાન્ય લોકો પર સીધી અસર કરશે. તહેવારો, લગ્નો અને રમઝાન દરમિયાન સૂકા મેવાની માંગ વધી જાય છે. તેથી, ભાવ વધવાને કારણે ખર્ચમાં પણ વધારો થવાની શક્યતા રહેલી છે. જો આવી તણાવની પરિસ્થિતિ આગળ વધારે ચાલુ રહી, તો પિસ્તા, અંજીર અને કિસમિસના ભાવ ઊંચા રહેવાની શક્યતા છે.

About The Author

Top News

CRPF પોલીસ અધિકારી રાત્રે 2 વાગ્યે તેની પરિણીત પ્રેમિકાને મળવા ગયો, લોકોએ માર માર્યો

ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લામાંથી પ્રેમ પ્રકરણનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક યુવક તેની પરિણીત પ્રેમિકાના ઘરે રાત્રે 2 વાગ્યે...
National 
CRPF પોલીસ અધિકારી રાત્રે 2 વાગ્યે તેની પરિણીત પ્રેમિકાને મળવા ગયો, લોકોએ માર માર્યો

આખી રાત બાઇકનું એન્જિન ચાલુ રાખ્યું! આખો પરિવાર ઊંઘમાં ખતમ થઇ ગયો

આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લાના પુંગનુર શહેરમાં એક ગોઝારી ઘટના બની હતી, જેના કારણે સમગ્ર વિસ્તાર હચમચી ગયો હતો. આ ઘટનામાં...
National 
આખી રાત બાઇકનું એન્જિન ચાલુ રાખ્યું! આખો પરિવાર ઊંઘમાં ખતમ થઇ ગયો

LPG કટોકટીની વચ્ચે દરેક શહેરમાં સિલિન્ડરનું બુકીંગ વધી ગયું! સરકારે લીધા 5 મોટા નિર્ણયો

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધે મધ્ય પૂર્વમાં તણાવ વધાર્યો છે. મધ્ય પૂર્વ યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટમાં તેલ અને...
Business 
LPG કટોકટીની વચ્ચે દરેક શહેરમાં સિલિન્ડરનું બુકીંગ વધી ગયું! સરકારે લીધા 5 મોટા નિર્ણયો

હાર્દિક પંડ્યાએ ખરીદી 12 કરોડની ફેરારી, 'ગર્લફ્રેન્ડ' મહિકાને...

ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઘણીવાર પોતાના અંગત જીવનને કારણે હેડલાઇન્સમાં છવાયેલો રહે છે. તાજેતરમાં, તે તેની નવી...
Sports 
હાર્દિક પંડ્યાએ ખરીદી 12 કરોડની ફેરારી, 'ગર્લફ્રેન્ડ' મહિકાને...
Copyright (c) Khabarchhe All Rights Reserved.