સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં ફાગોત્સવ કાર્યક્રમ વિવાદમાં, મહિલા પાસે ‘તું ચીઝ બડી હૈ મસ્ત’ પર ડાન્સ કરાવાયો

સુરતમાં તહેવારો હવે વિવાદોમાં ફેરવાઇ રહ્યા છે. અગાઉ વસંત પંચમીના અવસર પર મા સરસ્વતીની પૂજાને બદલે 2 મહિલા ડાન્સરો પાસે ગંદો ડાન્સ કરાવડાવાયો હતો. ત્યારે વિવાદ ઊભો થયો હતો. હવે સુરાતમાં ટેક્સટાઇલ માર્કેટમાં ફાગોત્સવના નામે આયોજિત થયેલો કાર્યક્રમ વિવાદોમાં છપડાયો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ફાગોત્સવ દરમિયાન ગંદો ડાન્સ થતો જોવા મળ્યો હતો. આ વીડિયોની ભારે ચર્ચા જોવા મળી રહી

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ દ્વારા આયોજિત ફાગોત્સવમાં બહારથી યુવતીઓને બોલાવવામાં આવી હતી અને તેમની સાથે નાચતા-નાચતા ગંદી હરકતો પણ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, સુરતના રિંગ રોડ પર આવેલી અભિષેક ટેક્સટાઇલ માર્કેટના નામે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

fagotsav1
divyabhaskar.co.in

વેપારીઓ દ્વારા ફાગોત્સવના નામે ગંદા ડાન્સનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમની હરકતો કેમેરામાં કેદ થઇ હતી. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, વાયરલ વીડિયોમાં વેપારીઓ યુવતીઓ સાથે ગંદા ઇશારા અને ડાન્સ કરતા નજરે પડ્યા છે, જેને લઇને સોશિયલ મીડિયામાં ખૂબ નિંદા થઇ રહી છે

આ ઘટનાને ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશનના પ્રમુખ કૈલાસ હકીમ નિંદનીય ગણાવી છે. તેમણે કહ્યું કે, ‘રાજસ્થાનના વેપારીઓમાં સંસ્કૃતિ પ્રમાણે ફાગોત્સવની ઉજવણી દર વર્ષે કરવામાં આવતી હોય છે. ગત વર્ષે પણ શિવ શક્તિ માર્કેટમાં આગ લાગી હોવાથી બધા જ વેપારીઓને ફાગોત્સવની ઉજવણી ન કરવા માટે અપીલ કરી હતી. આ વર્ષે પણ ઉજવણી થઇ છે.'

fagotsav
divyabhaskar.co.in

તેમણે કહ્યું કે, 'સંસ્કૃતિ પ્રમાણે છોકરાઓ જ છોકરીઓ બનીને આ ઉજવણીમાં જોડતા હોય છે. જોકે કેટલાક દ્વારા મહિલાઓને લાવીને ઉજવણી કરવામાં આવે છે જે નીંદનિય છે. મહિલાઓની મર્યાદાઓને ધ્યાનમાં રાખીને આ પ્રકારના કાર્યક્રમો ન કરવા જોઇએ. પરંતુ આ વખતે પણ જો આવું કંઇ થયું છે, તો આ નિંદનીય છે. આવું ન કરવું જોઇએ. આપણે આપણી સંસ્કૃતિમાં રહીને કાર્ય કરીએ તો સારું છે. મર્યાદામાં રહીને કરીએ તો સારું છે. કોઇ અભદ્ર હરકતો ન કરવી જોઇએ.

About The Author

Related Posts

Top News

આખી રાત બાઇકનું એન્જિન ચાલુ રાખ્યું! આખો પરિવાર ઊંઘમાં ખતમ થઇ ગયો

આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લાના પુંગનુર શહેરમાં એક ગોઝારી ઘટના બની હતી, જેના કારણે સમગ્ર વિસ્તાર હચમચી ગયો હતો. આ ઘટનામાં...
National 
આખી રાત બાઇકનું એન્જિન ચાલુ રાખ્યું! આખો પરિવાર ઊંઘમાં ખતમ થઇ ગયો

LPG કટોકટીની વચ્ચે દરેક શહેરમાં સિલિન્ડરનું બુકીંગ વધી ગયું! સરકારે લીધા 5 મોટા નિર્ણયો

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધે મધ્ય પૂર્વમાં તણાવ વધાર્યો છે. મધ્ય પૂર્વ યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટમાં તેલ અને...
Business 
LPG કટોકટીની વચ્ચે દરેક શહેરમાં સિલિન્ડરનું બુકીંગ વધી ગયું! સરકારે લીધા 5 મોટા નિર્ણયો

હાર્દિક પંડ્યાએ ખરીદી 12 કરોડની ફેરારી, 'ગર્લફ્રેન્ડ' મહિકાને...

ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઘણીવાર પોતાના અંગત જીવનને કારણે હેડલાઇન્સમાં છવાયેલો રહે છે. તાજેતરમાં, તે તેની નવી...
Sports 
હાર્દિક પંડ્યાએ ખરીદી 12 કરોડની ફેરારી, 'ગર્લફ્રેન્ડ' મહિકાને...

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 16-03-2026 વાર- સોમવાર મેષ - સાહસથી સફળતા મળશે, ભાગીદારીના કામમાં ધીરજ રાખવી જરૂરી, મિત્રોની મદદથી કામ સરળ બનાવો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.