જીત્યા તો નહીં, પણ મત જરૂર કાપ્યા..., કંઈ-કંઈ સીટ પર પ્રશાંત કિશોરને કારણે બીજાને નુકસાન થયું?

2025ની બિહાર વિધાનસભાની ચૂંટણીમાં પ્રશાંત કિશોરની જનસૂરાજ પાર્ટીએ જોરશોરથી પ્રચાર સાથે મેદાનમાં ઉતારીને, ચૂંટણીને અલગ જ માહોલ આપ્યો હતો. પાર્ટીએ 238 બેઠકો પર ઉમેદવારો ઉતારીને દાવો કર્યો કે જનતા પરિવર્તન માટે તૈયાર છે અને જનસૂરાજ નિર્ણાયક ભૂમિકા ભજવશે. જોકે, મત ગણતરી બાદ જે તસવીર સામે આવી, તેને પાર્ટીની રાજકીય તાકત સ્પષ્ટપણે ઉજાગર કરી દીધી. પરિણામો દર્શાવે છે કે ભારે  પ્રચાર જમીન પર મતોમાં રૂપાંતરિત ન કરી શક્યો.

238 બેઠકોમાંથી પાર્ટીને એક પણ બેઠક પર જીત ન મળી. માત્ર મઢૌરામાં જનસૂરાજના ઉમેદવાર બીજા ક્રમે આવ્યા, જ્યારે લગભગ તમામ અન્ય મતવિસ્તારોમાં પાર્ટી ત્રીજા કે ચોથા ક્રમે ધકેલાઈ ગઈ. મત ગણતરીએ એ પણ શ્પષ્ટ કર્યું કે પાર્ટીને ઘણી જગ્યાએ અપેક્ષા કરતા વધુ સારા મત મળ્યા, પરંતુ તે કોઈપણ બેઠકો જીતવા અથવા ગંભીર પડકાર ઉભો કરવા માટે પૂરતા નહોતા.

prashant-kishor1
livemint.com

ચૂંટણી પરિણામોનું એક રસપ્રદ પાસું એ હતું કે ઘણી જગ્યાએ, જનસૂરાજના ઉમેદવારોને મળેલા મતોની સંખ્યા NDA ઉમેદવારની હારના માર્જિન કરતા ખૂબ વધારે હતા. આ કારણે રાજકીય ગલિયારામાં એવી ગરમાગરમ ચર્ચા ચાલી રહી છે કે જો જનસૂરાજ ચૂંટણી મેદાનમાં ન હોત તો આ બેઠકોનું પરિણામ કંઈક અલગ જ હોત.

એ 7 બેઠકો જ્યાં જનસૂરાજના મતો બની મોટા ફેક્ટર

નીચે એ 7 બેઠકોનું વિવરણ આપવામાં આવ્યું છે, જ્યાં NDA ખૂબ જ ઓછા માર્જિનથી હાર્યું, અહીં જનસૂરાજને ઘણા મત મળ્યા. આ બેઠકો ચૂંટણી પરિણામોની સૌથી રસપ્રદ કહાની બની ગઈ.

ઢાકા- NDAના ઉમેદવાર માત્ર 178 મતથી હાર્યા, જનસૂરાજને 8,347 મત મળ્યા

જહાનાબાદ- માર્જિન 793, જનસૂરાજને 5,760 મત મળ્યા

મખદુમપુર- માર્જિન 1830, જનસૂરાજને 4,803 મત મળ્યા

ટીકારી- માર્જિન 2058, જનસૂરાજને 2,552 મત મળ્યા

ગોહ- માર્જિન 4041, જનસૂરાજને 7,996 મત મળ્યા

બોધગયા- માર્જિન 881, જનસૂરાજને 4024 મત મળ્યા

prashant-kishor2
newindianexpress.com

ચનપટિયા- માર્જિન 602, જનસૂરાજને 37172 મત મળ્યા. ચનપટિયામાં જનસૂરાજના ઉમેદવાર મનીષ કશ્યપને 37,172 મત મળ્યા, જ્યારે NDA ઉમેદવાર માત્ર 602 મતોથી હારી ગયા. આ જ કારણ છે કે આ બેઠક સમગ્ર ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચિત બેઠક બની.

જનસૂરાજ પાર્ટીએ 238 બેઠકો પર ચૂંટણી લડી, પરંતુ એક પણ જીતી ન શકી. નવીન કુમાર સિંહ મઢૌરામાં બીજા ક્રમે રહ્યા, પરંતુ RJD ઉમેદવાર સામે લગભગ 27,000 મતોથી હારી ગયા. અન્ય તમામ મતવિસ્તારોમાં પાર્ટીનું પ્રદર્શન સાધારણ રહ્યું અને ત્રીજા કે ચોથા સ્થાનથી ઉપર ન પહોંચી શકી.

About The Author

Related Posts

Top News

સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

યુકે ચાર્ટર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સપોર્ટ એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડના ડાયરેક્ટર જનરલ માર્કો ફોર્જિયોને જણાવ્યું છે કે, સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ (...
World 
સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન

ભારત અને રશિયા વચ્ચે સંરક્ષણ સહયોગને મજબૂત બનાવતો એક મહત્વપૂર્ણ કરાર હવે અમલમાં આવ્યો છે. ફેબ્રુઆરી 2025માં નવી દિલ્હી...
World 
રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન

‘કોઈ મને મહિલા વિરોધી નહીં કહી શકે’, શશિ થરૂરે કિરેન રિજિજૂ સાથેની તસવીર શેર કરી

શનિવારે, લોકસભાની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત થયા બાદ, તિરુવનંતપુરમના સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે સંસદીય...
Politics 
‘કોઈ મને મહિલા વિરોધી નહીં કહી શકે’, શશિ થરૂરે કિરેન રિજિજૂ સાથેની તસવીર શેર કરી

મોમોઝ ખાધા બાદ 10 વર્ષીય છોકરીનું લીવર ફેલ થઈ ગયું; યાદશક્તિ ગુમાવી ચાલવામાં પણ પડી રહી છે મુશ્કેલી; આ રીતે બચ્યો જીવ

દિલ્હીના બૂરાડીમાં રહેતા એક પરિવાર પર ત્યારે દુઃખોનો પહાડ તૂટી પડ્યો, જ્યારે તેમની 10 વર્ષની પુત્રીનું મગજે લગભગ કામ...
National 
મોમોઝ ખાધા બાદ 10 વર્ષીય છોકરીનું લીવર ફેલ થઈ ગયું; યાદશક્તિ ગુમાવી ચાલવામાં પણ પડી રહી છે મુશ્કેલી; આ રીતે બચ્યો જીવ
Copyright (c) Khabarchhe All Rights Reserved.