- National
- PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે
સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. 11 ડિસેમ્બર, ગુરુવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના ઘરે NDAના બધા સાસંદો માટે ડિનરનું આયોજન કર્યું હતું જ્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બરે કોંગ્રેસના બધા સાસંદો માટે એક બેઠકનું આયોજન કર્યું હતું, જેમાં શશી થરૂર અને મનિષ તિવારી ગેરહાજર રહ્યા હતા.
પ્રધાનમંત્રીએ તેમના 7 લોક કલ્યાણ નિવાસ સ્થાન પર NDAના સાંસદોને બોલાવ્યા અને આ ડિનર પાર્ટી બિહારની જીતની ખુશી માટે હોવાનું કહેવાયું.
રાહુલ ગાંધીની બેઠકમાં અત્યારે ચાલી રહેલા શિયાળું સત્રમાં કોંગ્રેસ પાર્ટીના સ્ટેન્ડનું મૂલ્યાંકન કરવામાં આવ્યું અને સરકારના વલણની ચર્ચા કરવામાં આવી. SIRના મુદ્દા આગળની રણનીતીની પણ ચર્ચા થઇ હોવાનું જાણવા મળ્યું છે.
આ બંને બેઠક પછી રાજકારણમાં કઇંક મોટું થવાનું છે એવી ચર્ચાએ જોર પકડ્યું છે.

