કોણ છે પાકિસ્તાની રેપર અંજુમ, જેણે કોન્સર્ટ વચ્ચે નેપાળમાં લહેરાવ્યો તિરંગો

કાઠમંડુમાં એક લાઈવ પરફોર્મન્સ દરમિયાન પાકિસ્તાની રેપર તલ્હા અંજુમ ભારતીય ધ્વજ પોતાના ખભા પર લપેટીને જોવા મળ્યા હતા. આ વીડિયો ઝડપથી વાયરલ થયો. આ વીડિયો ઓનલાઈન સામે આવ્યાના થોડા કલાકો બાદ અંજુમે X (અગાઉ ટ્વીટર) પર ખૂલીને લખ્યું કે, કલા સીમાઓની વિપરિત હોય છે અને તે ફરીથી ભારતીય ધ્વજ ફરકાવશે. આ દરમિયાન કેટલાક લોકો હવે આશ્ચર્ય પામી રહ્યા છે કે પાકિસ્તાની રેપર તલ્હા અંજુમ કોણ છે.

Talha-Anjum1
ndtv.com

તલ્હા અંજુમ પાકિસ્તાનનો રેપર છે. તે ભારતીય ગલી ગેંગના રેપર નેઝી  માટે પોતાનું ડિસ ટ્રેક કૌન તલ્હા પરફોર્મ કરી રહ્યો હતો ત્યારે ભીડમાંથી કોઈએ તેના પર ભારતીય ધ્વજ ફેંક્યો. તેના ફ્લોને તોડ્યા વિના તેણે એક જ ઝટકામાં ભારતીય ધ્વજ પકડ્યો અને લહેરાવ્યો અને અંતે તેને પોતાની આસપાસ લપેટી લીધો, જેના કારણે ઓનલાઈન અલગ-અલગ પ્રતિક્રિયાઓ આવી છે.

પાકિસ્તાની રેપરે X પર પોતાનો બચાવ કર્યો. તેણે લખ્યું કે, ‘મારા દિલમાં નફરત માટે કોઈ જગ્યા નથી. મારી કલાની કોઈ સીમા નથી. જો ભારતીય ધ્વજ ફરકાવવાથી વિવાદ થાય છે, તો થવા દો હું ફરીથી આવું કરીશ... હું મીડિયા, યુદ્ધ ફેલાવતી સરકારો અને તેમના પ્રચારની ક્યારેય પરવા નહીં કરું. ઉર્દૂ રેપ હંમેશાં સીમાઓ વિનાનું રહ્યું છે અને હંમેશાં રહેશે.

ભારતીય ધ્વજવાળા વિવાદ પર તલ્હા અંજુમની પ્રતિક્રિયા પર યુઝર્સ વિભાજિત થઇ ગયા હતા, કેટલાકે તેનું સમર્થન કરતા કહ્યું કે કલા સીમાઓથી વિપરીત છે. અન્ય લોકોએ કહ્યું કે તે ભારતીય ચાહકોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. એક યુઝરે ટિપ્પણી કરતા કહ્યું, ‘કોઈ વાંધો નહીં દોસ્ત, જે કરવાનો હોય તે કર. કોઈપણ દેશનો ધ્વજ ફરકાવવાથી તમે પાકિસ્તાન વિરોધી નહીં બની જાવ. અમે હંમેશાં તને સપોર્ટ કરીશું. અન્ય એક યુઝરે ‘શું વ્યૂઝ નથી મળી રહ્યા કે શું, ભાઈ?

Talha-Anjum
bollywoodlife.com

પાકિસ્તાની રેપર તલ્હા અંજુમ કોણ છે?

તલ્હા અંજુમ એક પ્રખ્યાત પાકિસ્તાની રેપર, ગીતકાર અને હિપ-હોપ આર્ટિસ્ટ છે. તલ્હા અંજુમ ઉર્દૂ રેપમાં ક્રાંતિ લાવવા માટે જાણીતો છે. તેણે ‘બર્ગર-એ-કરાચી’, ‘મૈલા મજનૂ’ અને ‘લામ સાઈ ચૌરા’ જેવા હિટ ટ્રેકથી ખ્યાતિ મેળવી. તે પાકિસ્તાન અને ભારત બંનેના યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય છે.

About The Author

Related Posts

Top News

કંગના રણૌતે કેમ કહ્યું- રાહુલ ગાંધીએ ભાજપમાં આવી જવું જોઇએ

રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ભારતની મુલાકાતે આવે તે પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક નિવેદન આપ્યુ હતુ કે, સરકાર વિદેશી...
National 
કંગના રણૌતે કેમ કહ્યું- રાહુલ ગાંધીએ ભાજપમાં આવી જવું જોઇએ

લગ્ન અગાઉ 25 લાખની જોબ છોડીને ડિલિવરી બોય બન્યો યુવક, પરિવારજનો પરેશાન, જાણો કારણ

એક સારી એવી નોકરી છોડીને નવા પ્લાન પર કામ કરવું પડકારજનક કામ છે. એવામાં પરિવારથી લઈને સમાજ સુધી કોઈ પણ...
Offbeat 
લગ્ન અગાઉ 25 લાખની જોબ છોડીને ડિલિવરી બોય બન્યો યુવક, પરિવારજનો પરેશાન, જાણો કારણ

અહીં સરકાર માત્ર 1 રૂપિયામાં આપી રહી છે જમીન, બસ તમારે આ શરતો પૂરી કરવી પડશે

ઘણીવાર જોવા મળે છે કે સારો બિઝનેસ આઇડિયા હોવા છતા જમીનના આસમાને પહોંચતા ભાવ ઉદ્યોગસાહસિકોના સપનાને ચકનાચૂર કરી નાખે છે....
Business 
અહીં સરકાર માત્ર 1 રૂપિયામાં આપી રહી છે જમીન, બસ તમારે આ શરતો પૂરી કરવી પડશે

મેવાણીએ જણાવ્યું- ગુજરાતમાં નશીલા પદાર્થનું અભિયાન કેવી રીતે શરૂ થયું?

જિગ્નેશ મેવાણીએ ડો. હરિ દેસાઇને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યુ હતું કે, ગુજરાતમાં દારૂ- નશીલા પદાર્થના અભિયાનનું કોઇ પ્લાનીંગ નહોતુ અચાનક...
Gujarat 
 મેવાણીએ જણાવ્યું- ગુજરાતમાં નશીલા પદાર્થનું અભિયાન કેવી રીતે શરૂ થયું?
Copyright (c) Khabarchhe All Rights Reserved.