22મીએ સીટેક્ષ-સુરત ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્ષ્પો-2025 યોજાશે

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર અને સુરત ટેક્ષમેક ફેડરેશનના સંયુક્ત ઉપક્રમે આગામી તા. 22, 23 અને 24 નવેમ્બર, 2025ના રોજ સવારે 10:00થી સાંજે 7:00 વાગ્યાના સમયગાળા દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ત્રિદિવસીય 'સીટેક્ષ - સુરત ઈન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્ષ્પો-2025'નું આયોજન કરાયું છે.

8

ચેમ્બરના પ્રમુખ નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શન 'સીટેક્ષ' શ્રેણીનું આ 12મું પ્રદર્શન છે. ચેમ્બરના અતિ મહત્વકાંક્ષી પ્રદર્શનનો પ્રમુખ ઉદેશ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે એક નવી દિશા અને ગતિ આપવાનો છે. ટેક્સટાઇલ ટેકનોલોજી એન્ડ મશીનરી માટે યોજાનારા આ એક્ઝિબિશનનો સીધો લાભ સુરતના વિકાસશીલ ટેક્ષ્ટાઇલ ઉદ્યોગને મળે છે.

9

આ એક્ઝિબિશનમાં ઇન્ડસ્ટ્રીયલ ફેબ્રિકસ માટે ગ્લાસ ફાયબર મશીનને ભારતમાં પ્રથમ વખત લોન્ચ કરવામાં આવશે. આ મશીનરી ઇલેક્ટ્રીક સરકીટ, કાર, બિલ્ડીંગ કન્સ્ટ્રકશન માટે તેમજ રેલ્વે ટ્રેકમાં નીચે મૂકવામાં આવતું ફેબ્રિક બનાવે છે. ઈન્ડસ્ટ્રીમાં મલ્ટીપર્પઝ ઉપયોગમાં લેવાતું ફેબ્રિક આ મશીનરી બનાવે છે, જેનું ભારતમાં પ્રથમ વખત સીટેક્ષ એક્ઝિબિશનમાં લોન્ચીંગ કરવામાં આવશે.

10

About The Author

Related Posts

Top News

SIR: બંગાળમાં જેમના નામ વોટર લિસ્ટમાંથી કાપી નાખવામાં આવ્યા હતા, તેને ફરીથી દાખલ કરવામાં 12 વર્ષ જેટલો સમય લાગી શકે છે

પશ્ચિમ બંગાળના મતદારોની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) યાદીમાંથી દૂર કરાયેલા મતદારો એક દાયકાથી વધુ સમય સુધી મતદાન કરી શકશે...
National 
SIR: બંગાળમાં જેમના નામ વોટર લિસ્ટમાંથી કાપી નાખવામાં આવ્યા હતા, તેને ફરીથી દાખલ કરવામાં 12 વર્ષ જેટલો સમય લાગી શકે છે

'અધિકારીઓનું લાંચ લેવું ખોટું નથી...' મંત્રીના નિવેદનથી હોબાળો; વિપક્ષે કહ્યું- સરકારનું સત્ય આખરે બહાર આવી ગયું!

કર્ણાટકના મંત્રી KM શિવલિંગે ગૌડાએ એક એવું નિવેદન આપ્યું છે જેનાથી દિલ્હીમાં પણ રાજકીય ગરમાવો આવ્યો છે. એક કાર્યક્રમને સંબોધતા...
National 
'અધિકારીઓનું લાંચ લેવું ખોટું નથી...' મંત્રીના નિવેદનથી હોબાળો;  વિપક્ષે કહ્યું-  સરકારનું સત્ય આખરે બહાર આવી ગયું!

વિધવા વહુ પાસેથી સાસુ માસિક ભરણપોષણની માંગણી નહીં કરી શકે, હાઈ કોર્ટે સમજાવ્યો કાયદો

વૃદ્ધ માતા-પિતાના ભરણપોષણની જવાબદારી તેમના સંતાનોની હોય છે. પરંતુ શું વૃદ્ધ માતા-પિતાના ભરણપોષણ માટે પુત્રવધૂ પણ જવાબદાર છે. ખાસ કરીને...
National 
વિધવા વહુ પાસેથી સાસુ માસિક ભરણપોષણની માંગણી નહીં કરી શકે, હાઈ કોર્ટે સમજાવ્યો કાયદો

70 વખત નહીં રામ મંદિરમાં 105 વખત ચોરી થઈ, CCTVમાં કેદ થઇ ઘટનાઓ; બે દિવસમાં થશે મોટા ખુલાસા

અયોધ્યા રામ મંદિર દાન ચોરી કેસની તપાસ એક મહત્વપૂર્ણ વળાંક પર પહોંચી ગઈ છે. ઉત્તર પ્રદેશ સરકારે સોમવારે સુપ્રીમ કોર્ટને...
National 
70 વખત નહીં રામ મંદિરમાં 105 વખત ચોરી થઈ, CCTVમાં કેદ થઇ ઘટનાઓ; બે દિવસમાં થશે મોટા ખુલાસા
Copyright (c) Khabarchhe All Rights Reserved.