સુરતની સરકારી શાળામાં આચાર્યએ વિદ્યાર્થીઓ પાસે મજૂરોને જેમ ભરતડકે કામ કરાવ્યું

સુરતની એક સરકારી શાળામાં વિદ્યાર્થીઓ પાસે મજૂરોની જેમ કરાવાતા વિવાદ વકર્યો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, નાના બાળકો શાળાનું પ્રાંગણ અને લોખંડની ગ્રિલ સાફ કરી રહ્યા છે, જ્યારે શિક્ષકો માત્ર મૂકદર્શક બનીને જોઈ રહ્યા છે. જે ઉંમરે બાળકોને સારું ભણતર મળવું જોઇએ જોઈએ, તે ઉંમરે તેમની પાસે મજૂરોની જેમ કામ કરવવામાં આવી રહ્યું છે. આ વીડિયો વાયરલ થતા જ વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આ સાથે જ શિક્ષણ વ્યવસ્થા સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.

આ ગંભીર મામલે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયાએ પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ‘આ બાબત અત્યંત ગંભીર અને અયોગ્ય છે. અમે વીડિયો જોયો છે અને તેમાં સ્પષ્ટપણે જણાય છે કે, બાળકો પાસે કામ કરાવવામાં આવી રહ્યું. શિક્ષણ સમિતિ દ્વારા શાળાઓને સફાઈ માટે પૂરતી ગ્રાન્ટ આપવામાં આવે છે, છતા બાળકો પાસે કામ કરાવવું એ નિયમોનું ઉલ્લંઘન છે. સર્વ શિક્ષા અભિયાન હેઠળ દરેક શાળાને જાળવણી માટે ગ્રાન્ટ મળે છે. તાજેતરમાં જ સફાઈ માટે વધારાની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી છે.

school1
divyabhaskar.co.in

આ ઘટના અંગે શાળાના આચાર્યએ જણાવ્યું હતું કે, ‘વીડિયો અમારી જ શાળાનો છે. અમારો ઉદ્દેશ્ય બાળકો પાસે મજૂરી કરાવવાનો નહોતો, પરંતુ માત્ર સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. હવે પછી આવી ઘટનાનું પુનરાવર્તન નહીં થાય.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, આ ઘટનાની સત્યતા તપાસવા માટે નિરીક્ષકોની એક વિશેષ ટીમ શાળાએ મોકલવામાં આવશે. આ ટીમ ઘટનાસ્થળની તપાસ કરી અહેવાલ તૈયાર કરશે, જેના આધારે જવાબદાર શિક્ષકો અને આચાર્ય સામે કડક શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે. આ ઉપરાંત, શહેરની તમામ સમિતિની શાળાઓ માટે એક નવો પરિપત્ર પણ જાહેર કરવામાં આવશે, જેમાં કડક સૂચના આપવામાં આવશે કે કોઈપણ સંજોગોમાં બાળકો પાસે સફાઈ કે અન્ય કોઈ કામ કરાવી નહીં શકાય.

school2
gujaratijagran.com

આ પહેલી વખત નથી જ્યારે સુરતની નગર સમિતિની કોઈ શાળા વિવાદમાં સપડાઈ હોય. આ અગાઉ ગયા વર્ષે શિક્ષણ સમિતિની એક શાળામાં ગેટ ટૂ ગેધર કાર્યક્રમમાં નોનવેજ પીરસવામાં આવ્યું હતું, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારબાદ શિક્ષણ સમિતિ દ્વારા ગંભીરતાની નોંધ લેતા કાર્યવાહી કરવામાં આવી હતી અને આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 20-04-2026 વાર- સોમવાર મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

યુકે ચાર્ટર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સપોર્ટ એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડના ડાયરેક્ટર જનરલ માર્કો ફોર્જિયોને જણાવ્યું છે કે, સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ (...
World 
સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન

ભારત અને રશિયા વચ્ચે સંરક્ષણ સહયોગને મજબૂત બનાવતો એક મહત્વપૂર્ણ કરાર હવે અમલમાં આવ્યો છે. ફેબ્રુઆરી 2025માં નવી દિલ્હી...
World 
રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન

‘કોઈ મને મહિલા વિરોધી નહીં કહી શકે’, શશિ થરૂરે કિરેન રિજિજૂ સાથેની તસવીર શેર કરી

શનિવારે, લોકસભાની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત થયા બાદ, તિરુવનંતપુરમના સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે સંસદીય...
Politics 
‘કોઈ મને મહિલા વિરોધી નહીં કહી શકે’, શશિ થરૂરે કિરેન રિજિજૂ સાથેની તસવીર શેર કરી
Copyright (c) Khabarchhe All Rights Reserved.