સુરતમાં અગ્નિસંસ્કાર કરવા પણ આપવા પડશે પૈસા, સ્મશાનગૃહોને મફતમાં મળતો ગેસ પુરવઠો બંધ

અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી યુદ્ધ ચાલી રહ્યું છે, જેને કારણે દુનિયા પરેશાન છે. ભારતમાં પણ ગેસ શૉર્ટેજની સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. કોમર્શિયલ ગેસને બદલે ઘરેલુ ગેસને સરકારે પ્રાથમિકતા આપી છે. ગેસ શૉર્ટેજને કારણે પૂણેમાં ગેસ આધારિત સ્મશાન ગૃહના બે યુનિટ બંધ કરવાની ફરજ પડી હતી. તો હવે સુરતમાં ગેસ આધિરિત અંતિમ સંસ્કાર મોંઘા થઇ શકે છે.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, છેલ્લા ઘણા સમયથી સુરતના મુખ્ય સ્મશાનગૃહોમાં ગુજરાત ગેસ દ્વારા SETU સંસ્થાના માધ્યમથી CSR ફંડ હેઠળ ગેસનો પુરવઠો વિનામૂલ્યે પૂરો પાડવામાં આવતો હતો. આ વ્યવસ્થાને કારણે સ્મશાન ટ્રસ્ટો પર આર્થિક ભાર પડતો નહોતો અને ડાઘુઓને રાહત રહેતી હતી. પરંતુ હવે કંપની દ્વારા બહાર પાડવામાં આવેલા નવા પરિપત્ર મુજબ, આ મફત સેવામાં કાપ મૂકવામાં આવ્યો છે અને આગામી સમયમાં તબક્કાવાર પૂરેપૂરો ચાર્જ વસૂલવાનું નક્કી કરાયું છે. આ નિર્ણયને કારણે એક મૃતદેહ પાછળ અંદાજે 1100 રૂપિયાનો સીધો આર્થિક ભાર વધવાની આશંકા સેવાઈ રહી છે.

ગેસ કંપની અને SETU સંસ્થા દ્વારા મોકલવામાં આવેલા પત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, CSR પ્રવૃત્તિઓના ભાગરૂપે અત્યાર સુધી 100 ટકા સહાય આપવામાં આવતી હતી. પરંતુ હવે નવા નિયમ મુજબ, સ્મશાન ટ્રસ્ટોએ ધીમે-ધીમે આ ખર્ચ પોતાની રીતે ઉઠાવવો પડશે. આગામી વર્ષોમાં આ સહાયમાં ઉત્તરોત્તર ઘટાડો કરીને અંતે 100 ટકા પેઇડ વ્યવસ્થા લાગૂ કરવામાં આવશે.

madan-dilawar-5

ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા હંમેશાં એવો આગ્રહ રાખવામાં આવે છે કે લોકો લાકડાના બદલે ગેસ કે ઇલેક્ટ્રિક ભઠ્ઠીનો ઉપયોગ કરે જેથી પર્યાવરણનું જતન થાય અને પ્રદૂષણ ઓછું ફેલાય. પરંતુ જો ગેસના ભાવ આટલા ઊંચા રહેશે અને મફત મળતી સુવિધા છીનવાઈ જશે, તો લોકો ફરીથી લાકડા તરફ વળશે. આ નિર્ણય પ્રદૂષણ મુક્ત સુરતના અભિયાન માટે અવરોધરૂપ સાબિત થઈ શકે છે.

રામનાથ ઘેલા સ્મશાનમાં દરરોજ સરેરાશ 20-25 મૃતદેહો અંતિમ સંસ્કાર માટે લાવવામાં આવે છે. આ પૈકી 75 ટકા લોકો હજુ પણ પરંપરાગત રીતે લાકડામાં અંતિમ સંસ્કાર કરવાનું પસંદ કરે છે, જ્યારે 25 ટકા લોકો ગેસ ભઠ્ઠીનો ઉપયોગ કરે છે. જો ગેસ મોંઘો થશે, તો ગેસ ભઠ્ઠીનો ઉપયોગ કરતા લોકોની સંખ્યામાં ઘટાડો થઈ શકે છે, જે પર્યાવરણની દૃષ્ટિએ પણ નુકસાનકારક સાબિત થશે.

madan-dilawar-7

રામનાથ ઘેલા સ્મશાન ભૂમિ મેનેજર જયેશભાઈના જણાવ્યા અનુસાર, ‘અત્યારે એક મૃતદેહના અંતિમ સંસ્કાર ગેસ ભઠ્ઠીમાં કરવામાં આવે ત્યારે અંદાજે 1100 રૂપિયાનો ગેસ વપરાય છે. જો ગેસ કંપની મફત પુરવઠો બંધ કરે, તો આ 1100 રૂપિયાનો ખર્ચ કોણ ભોગવશે? તે એક મોટો પ્રશ્ન છે. જો ટ્રસ્ટ આ ખર્ચ ઉઠાવે તો ટ્રસ્ટ પર આર્થિક સંકટ આવી શકે છે અને જો લોકો પાસેથી વસૂલવામાં આવે તો સામાન્ય જનતા પર બોજો વધશે.

તેમણે જણાવ્યું હતું કે, અત્યાર સુધી અમને વિનિમય મૂલ્યે ગેસ પુરવઠો ફ્રીમાં મળતો હતો, જેના કારણે સ્મશાનનું સંચાલન સરળ રહેતું હતું. હવે કંપનીનો પરિપત્ર આવ્યો છે કે, આ વર્ષથી ગેસનો ચાર્જ વસૂલવામાં આવશે. હાલમાં જે ડાઘુઓ આવે છે તેઓ સ્લિપ લખાવે છે, પરંતુ ભવિષ્યમાં આ વધારાના ખર્ચની વસૂલાત કેવી રીતે કરવી તે અંગે ટ્રસ્ટ મંડળ વિચારણા કરશે.

સુરતમાં રહેતા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે સ્મશાનની સેવાઓ અત્યાર સુધી આશીર્વાદરૂપ રહી છે. ખાસ કરીને રામનાથ ઘેલા જેવા વિશ્વાસપાત્ર સ્મશાનમાં લોકો મોટી સંખ્યામાં આવે છે. હવે જો અંતિમ સંસ્કાર માટે પણ 1100 રૂપિયા કે તેથી વધુનો ચાર્જ ચૂકવવો પડશે, તો ગરીબ પરિવારો માટે આ એક વધારાનો આર્થિક ફટકો ગણાશે.

madan-dilawar-6

જ્યાં સુધી ટ્રસ્ટ મંડળની મીટિંગ ન થાય ત્યાં સુધી રામનાથ ઘેલા સ્મશાનમાં હાલની પદ્ધતિ મુજબ જ કામગીરી ચાલશે. ડાઘુઓએ અત્યારે માત્ર જરૂરી સ્લિપ અને નોંધણીની પ્રક્રિયા કરવાની રહેશે. જોકે, મેનેજમેન્ટ દ્વારા સૂચના આપવામાં આવી છે કે આગામી સમયમાં જે પણ ફેરફાર થશે તેની જાણકારી ટ્રસ્ટ દ્વારા સત્તાવાર રીતે આપવામાં આવશે.

માત્ર રામનાથ ઘેલા જ નહીં, પણ સુરતના અન્ય સ્મશાન ટ્રસ્ટોમાં પણ આ પરિપત્રને લઈને ચિંતા જોવા મળી રહી છે. સંચાલકોનું કહેવું છે કે સ્મશાન એ કોઈ નફાકારક સંસ્થા નથી પરંતુ સેવાકીય પ્રવૃત્તિ છે. ગેસ કંપનીએ પોતાની CSR પ્રવૃત્તિ ચાલુ રાખવી જોઈએ જેથી સામાન્ય જનતાને હાલાકી ન પડે. આગામી સમયમાં આ મુદ્દે કલેક્ટર કે સરકારમાં રજૂઆત થઈ શકે છે.

About The Author

Related Posts

Top News

એક્શનમાં CM વિજય, મંદિર-મસ્જિદ, શાળાઓ અને બસ સ્ટેન્ડ નજીક દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ

પશ્ચિમ બંગાળની જેમ, તમિલનાડુમાં પણ નવી સરકારે સત્તા સંભાળી છે, અને શરૂઆતથી જ એક્શન મોડમાં હોય તેવું લાગે...
એક્શનમાં CM વિજય, મંદિર-મસ્જિદ, શાળાઓ અને બસ સ્ટેન્ડ નજીક દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ

વોટ્સએપ પ્લસ થયું લોન્ચ, મળશે વધુ ફીચર્સ, પણ ખિસ્સા હળવા કરવા પડશે

તમે કદાચ પહેલાથી જ વોટ્સએપનો ઉપયોગ કરી જ રહ્યા છો. હવે, વોટ્સએપ પ્લસ અજમાવીને જુઓ. અસલી, નકલી વર્ઝન...
Tech and Auto 
વોટ્સએપ પ્લસ થયું લોન્ચ, મળશે વધુ ફીચર્સ, પણ ખિસ્સા હળવા કરવા પડશે

ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને LPGના સ્ટોક અંગે કેન્દ્ર સરકારે આપી બધી માહિતી

વૈશ્વિક ઉર્જા બજારમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે, ભારત સરકારે દેશવાસીઓને મોટી રાહત આપતા સ્પષ્ટ કર્યું છે કે દેશમાં ઈંધણની...
National 
ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને LPGના સ્ટોક અંગે કેન્દ્ર સરકારે આપી બધી માહિતી

NEET (UG) પરીક્ષા 24 લાખ વિદ્યાર્થીઓ ફરીથી આપશે; નવી એક્ઝામ અંગે જાણો સંપૂર્ણ વિગતો

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા ગત 3 મે 2026ના રોજ લેવાયેલી NEET (UG) 2026ની પરીક્ષા સત્તાવાર રીતે...
Education 
NEET (UG) પરીક્ષા 24 લાખ વિદ્યાર્થીઓ ફરીથી આપશે; નવી એક્ઝામ અંગે જાણો સંપૂર્ણ વિગતો
Copyright (c) Khabarchhe All Rights Reserved.