ગાંધીનગરમાં બ્રાહ્મણ એડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ

ગાંધીનગર (ગુજરાત), 07 એપ્રિલ: ગુજરાતમાં સૌ પ્રથમ વખત ગાંધીનગર ખાતે બ્રાહ્મણ એડવોકેટ ક્લબની સ્થાપના કરવામાં આવી છે, જે બ્રાહ્મણ વકીલોના હિત, એકતા અને પ્રગતિ માટે કાર્ય કરશે. આ અનોખી પહેલના સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્મા છે, જેમણે દૃઢ નેતૃત્વ અને દુરંદેશી વિચાર સાથે આ ક્લબને સાકાર બનાવી.

આ ભવ્ય કાર્યક્રમ બ્રહ્મ સમાજ ભવન, સેક્ટર-16, ગાંધીનગર ખાતે યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં બ્રાહ્મણ વકીલો અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
રવિવારે યોજાયેલા આ કાર્યક્રમમાં ગાંધીનગર બ્રાહ્મણ એડવોકેટ ક્લબના શુભારંભ સાથે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં તાજેતરમાં ચૂંટાયેલા કિશોરભાઈ ત્રિવેદી, દીપેનભાઈ દવે, વંદનાબેન ભટ્ટ, પ્રીતિ જોશી અને અમૃતા ભારદ્વાજનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સમગ્ર ગુજરાતમાં બ્રાહ્મણ એડવોકેટ ક્લબના વિસ્તરણની મહત્વપૂર્ણ જાહેરાત પણ કરવામાં આવી.

23

આ પ્રસંગે તાજેતરમાં જજ તરીકે સિલેક્ટ થયેલા એડવોકેટ પવન વ્યાસ તેમજ ગાંધીનગરથી બાર કાઉન્સિલમાં ચૂંટાયેલા શંકરસિંહ ગોહિલ અને કરણસિંહ વાઘેલાને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ગુજરાત બ્રહ્મ સમાજના રાજ્યકક્ષાના અધ્યક્ષ એડવોકેટ અશ્વિન ત્રિવેદી, અગ્રણી પિનાકીન રાવલ તથા મુખ્ય જિલ્લા સરકારી વકીલ હિતેશભાઈ રાવલ વિશિષ્ટ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

આ સમગ્ર આયોજન સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માના માર્ગદર્શન અને આગેવાની હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું. તેમના સાથે પ્રિતેષ વ્યાસ, કેતન વ્યાસ, કૃષ્ણા રાવલ અને રવિન્દ્ર વ્યાસ સહિતની ટીમે ઉત્તમ આયોજન કરી મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. આ ક્લબનું મુખ્ય વિઝન માત્ર સંગઠન પૂરતું મર્યાદિત નથી, પરંતુ બ્રાહ્મણ વકીલો તથા બ્રાહ્મણ સમાજના લોકો માટે કાયદાકીય સમસ્યાઓનો ઝડપી, સરળ અને સીધો ઉકેલ ઉપલબ્ધ કરાવવાનો છે. આ પહેલ દ્વારા સમાજને ત્વરિત અને વિશ્વસનીય કાનૂની માર્ગદર્શન મળશે.

વિશેષ નોંધનીય છે કે ગુજરાત બાર કાઉન્સિલમાં સૌ પ્રથમ વખત ત્રણ મહિલા બ્રાહ્મણ વકીલોએ વિજય મેળવી સમાજનું ગૌરવ વધાર્યું છે. કાર્યક્રમનો આભાર વિધિ નિલેષ પંડ્યાએ કર્યો હતો. આ પ્રસંગે સિનિયર, જુનિયર તેમજ મહિલા બ્રાહ્મણ વકીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ રીતે સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્મા ની આગેવાનીમાં શરૂ થયેલ બ્રાહ્મણ અડવોકેટ ક્લબ માત્ર એક સંસ્થા નહીં પરંતુ સમાજના કાનૂની સશક્તિકરણ માટેનું એક મજબૂત અને પ્રેરણાદાયક પ્લેટફોર્મ બની રહ્યું છે.

About The Author

Related Posts

Top News

સુરતમાં દાંતના ડોક્ટર સામે થયેલી 15 લાખની વળતરની માંગ કોર્ટે ફગાવી

​સુરત: ફરિયાદીની પુત્રીની દાંતની સારવારમાં સ્મીમેર હોસ્પિટલના દાંત વિભાગના તબીબોએ બેદરકારી દાખવીને જમણી બાજુને બદલે ડાબી બાજુની દાઢ કાઢી નાંખી...
Gujarat 
સુરતમાં દાંતના ડોક્ટર સામે થયેલી 15 લાખની વળતરની માંગ કોર્ટે ફગાવી

સુપ્રીમ કોર્ટે ઉમર અને શર્જીલને જામીન ન આપવાના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા

સુપ્રીમ કોર્ટે દિલ્હી રમખાણો કેસમાં ઉમર ખાલિદ અને શર્જીલ ઇમામને જામીન ન આપવાના પોતાના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે. જસ્ટિસ ...
National 
સુપ્રીમ કોર્ટે ઉમર અને શર્જીલને જામીન ન આપવાના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા

NEET પેપર લીક: 100 કરોડનું ટર્નઓવરવાળું કોચિંગ સેન્ટર ચલાવતા શિવરાજની ધરપકડ

NEET-UG 2026 પેપર લીક કેસની તપાસમાં એક બહુ મોટી સફળતા મળી છે. આ દેશવ્યાપી પરીક્ષા લીક નેટવર્કની તપાસના તાર હવે...
Education 
NEET પેપર લીક: 100 કરોડનું ટર્નઓવરવાળું કોચિંગ સેન્ટર ચલાવતા શિવરાજની ધરપકડ

અનોખા લગ્ન, 7 ફેરા ફરતા પહેલા વરરાજા અને કન્યાએ આ મેડિકલ ટેસ્ટ કરાવ્યો

હરિયાણાના ચરખી દાદરી જિલ્લામાં એક લગ્ન દેશભરમાં ચર્ચાનો વિષય બન્યા છે. પરંપરાગત વિધિઓ અને દેખાડાથી દૂર રહીને નવદંપતીઓએ લગ્ન પહેલાં ...
National 
અનોખા લગ્ન, 7 ફેરા ફરતા પહેલા વરરાજા અને કન્યાએ આ મેડિકલ ટેસ્ટ કરાવ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.