શ્રી શુક્લેશ્વર મહાદેવ મંદિર ધામ ખાતે એડવોકેટ શ્રેયસ દેસાઇ પરિવાર તરફથી ફરીથી દર્શન પથના નિર્માણ માટે 2.5 લાખનું દાન

સુરત. સુરત શહેરથી 80 કિ. મી. ના અંતરે અનાવલ ગામ સ્થિત પ્રસિદ્ધ શ્રી શુક્લેશ્વર મહાદેવ મંદિર ધામ ખાતે “શ્રીમતી ગજરાબેન ગુલાબભાઈ દેસાઈ સ્મૃતિ દર્શન પથ” સાકારિત શ્રેયસ દેસાઈ પરિવાર તરફથી અગાઉ નિર્માણ માટે રૂ. 3.5 લાખ અને તાજેતરમાં રિનોવેશન માટે રૂ. 2.5 લાખનું દાન અનાવિલ જ્ઞાતિના કુલદેવતા ગણાતા શુક્લેશ્વર ધામ, અનાવલ ખાતે વર્ષભર મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે. વરસાદી ઋતુ તથા ઉનાળાની ગરમીમાં દર્શનાર્થીઓને તકલીફ ન પડે તે માટે લગભગ 12 વર્ષ પહેલાં એડવોકેટ શ્રેયસ દેસાઈ પરિવાર દ્વારા રૂ. 3.5 લાખનું દાન આપવામાં આવ્યું હતું, જેના દ્વારા મંદિર પરિસરમાં કવર્ડ “દર્શન પથનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

14

તાજેતરમાં આ ‘દર્શન પથ'ના નવીનીકરણ અને વિસ્તરણ માટે ફરીથી શ્રેયસ દેસાઈ અને દીપ્તિ શ્રેયસ દેસાઈ દ્વારા રૂ. 2.5 લાખનું દાન આપવામાં આવ્યું છે. તેમના આ સહયોગથી “શ્રીમતી ગજરાબેન ગુલાબભાઈ દેસાઈ સ્મૃતિ દર્શન પથ” નું નવ-નિર્માણ સાકાર થયું છે, જેના કારણે હવે દર્શનાર્થીઓને વધુ સુવિધાપૂર્વક દર્શન કરવાનો લાભ મળશે.
ઉલ્લેખનીય છે કે તાજેતરના વર્ષોમાં શુક્લેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા મંદિર પરિસરનું સુંદર વિકાસ કાર્ય કરવામાં આવ્યું છે. ભક્તો માટે સુવિધા ઉપલબ્ધ થાય તે હેતુથી મંદિરના વિશાળ સંકુલમાં 32 એરકન્ડીશન્ડ રહેણાંક રૂમ, બે વિશાળ હોલ તેમજ કેન્ટીનની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે, જેના કારણે દર્શનાર્થીઓને રહેઠાણ અને અન્ય સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ બની રહી છે.

 

About The Author

Related Posts

Top News

'ખ્રિસ્તી બનો તો કેન્સર મટી શકે છે...' આદિવાસી ગામને ધર્મ પરિવર્તન માટે આવું કહેવાનો પાદરીઓ પર આરોપ; પોલીસે કેસ નોંધ્યો

મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં પોલીસે બે પાદરીઓ અને તેમના સહયોગીઓ સામે ધર્મ પરિવર્તનનો કેસ નોંધ્યો છે. તેમના પર મોહનપુર ખુર્દ ગામમાં ...
National 
'ખ્રિસ્તી બનો તો કેન્સર મટી શકે છે...' આદિવાસી ગામને ધર્મ પરિવર્તન માટે આવું કહેવાનો પાદરીઓ પર આરોપ; પોલીસે કેસ નોંધ્યો

ફ્રાન્સે ટ્રમ્પની તિજોરીમાંથી 129 ટન સોનું વેચી નાખ્યું અને તેના ખજાનામાં લગભગ 13 અરબ યુરોનો નફો પણ કર્યો

ડોનાલ્ડ ટ્રમ્પ યુનાઇટેડ સ્ટેટ્સમાં સત્તામાં આવ્યા ત્યારથી, યુરોપિયન દેશોથી તેમનું અંતર વધી રહ્યું છે. ટેરિફ, ગ્રીનલેન્ડ અને ઈરાન...
Business 
ફ્રાન્સે ટ્રમ્પની તિજોરીમાંથી 129 ટન સોનું વેચી નાખ્યું અને તેના ખજાનામાં લગભગ 13 અરબ યુરોનો નફો પણ કર્યો

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 13-04-2026 વાર: સોમવાર મેષ - આજે ઘર પરિવાર પાછળ ખર્ચનું પ્રમાણ વધે, નોકરી ધંધામાં ઉપરી વર્ગ સાથે સંઘર્ષ ટાળવો,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

CSK અને DC મેચમાં મોટો વિવાદ, સ્ટબ્સે હેલ્મેટ ફેંક્યું, દિલ્હીના ખેલાડીઓ અમ્પાયર સાથે ઝઘડ્યા; જાણો શું છે આખો મામલો

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026)માં સીઝનની 18મી મેચ શનિવારે રાત્રે ચેન્નાઈના એમ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે CSK અને ...
Sports 
CSK અને DC મેચમાં મોટો વિવાદ, સ્ટબ્સે હેલ્મેટ ફેંક્યું, દિલ્હીના ખેલાડીઓ અમ્પાયર સાથે ઝઘડ્યા; જાણો શું છે આખો મામલો
Copyright (c) Khabarchhe All Rights Reserved.