સુરતમાં 'સ્પેશિયલ 26' સ્ટાઈલથી નકલી IT દરોડો; સૂટબુટ, ટાઈ, કાળા ચશ્મા અને હાથમાં ફાઈલો પણ...

ગુજરાતના સુરતમાં 'સ્પેશિયલ 26' ફિલ્મની યાદ અપાવતી એક વાર્તા હકીકત બની ગઈ છે. આવકવેરા અધિકારી તરીકે ઓળખ આપીને એક માણસ કપડા વેપારીઓ પાસે પૈસા વસૂલવા પહોંચી ગયો. જ્યારે તે સુટ, ટાઈ, કાળા ચશ્મા પહેરીને અને હાથમાં ફાઈલો લઈને ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટમાં પ્રવેશ્યો, ત્યારે શરૂઆતમાં કોઈને તેના પર શંકા નહોતી ગઈ. પરંતુ તેની ઓવર એક્ટિંગથી તેનો ભાંડો ફૂટી ગયો, અને છેવટે તે પોલીસના હાથે ઝડપાઈ ગયો.

આ ઘટના સુરતના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટમાં બની હતી. આરોપીએ ખુબ જ આત્મવિશ્વાસપૂર્વક પોતાને આવકવેરા વિભાગના ક્લાસ-1 અધિકારી તરીકે રજૂ કર્યો અને વેપારીઓને ડરાવવા લાગ્યો. કરચોરી અને છેતરપિંડી કર્યાના આરોપો લગાવીને, તેણે શરૂઆતમાં 30 લાખ રૂપિયા માંગ્યા, ત્યાર પછી પાછળથી તે 4 લાખ રૂપિયામાં સમાધાન કરવા સંમત થઇ ગયો.

Fake-IT-Officer4
etvbharat.com

પોલીસ દ્વારા પકડાયેલો આરોપી પહેલી નજરે બિલકુલ સરકારી અધિકારી જેવો જ દેખાતો હતો. બ્રાન્ડેડ એવિએટર ચશ્મા, કડક ઇસ્ત્રી કરેલો કોટ અને પેન્ટ, ગળામાં ટાઈ, અને હાથમાં આવકવેરાની ફાઇલો. તેનો દેખાવ એટલો ઓફિશ્યિલ હતો કે ઘણા વેપારીઓ છેતરાઈ ગયા. દુકાનમાં પ્રવેશતાની સાથે જ તે ટેબલ પર ફાઇલો પછાડતો અને મોટા અવાજથી ટેક્સમાં કરેલી અનિયમિતતાઓ વિશે વાત કરવાનું શરૂ કરતો, જેથી કરીને સામેની વ્યક્તિ ડરી જાય.

આરોપી એટલો આત્મવિશ્વાસુ દેખાતો હતો કે કોઈને તરત જ તેના પર શંકા ન થઈ. જોકે, જેમ જેમ વાતચીત આગળ વધતી ગઈ તેમ તેમ તેની ભાષા અને વર્તનમાં ગડબડી દેખાવા લાગી. આ દરમિયાન ત્યાં હજાર રહેલા એક વ્યક્તિએ તેને ઓળખી લીધો, ત્યાર પછી વેપારીઓની શંકા વધુ ઘેરી બની.

Fake-IT-Officer2

પોલીસ તપાસમાં આરોપી 51 વર્ષીય વિજય સિંહ રાવત સિંહ ચૌહાણ હોવાનું બહાર આવ્યું, જે રાજસ્થાનના પાલી જિલ્લાનો રહેવાસી છે. તે તેની ધરપકડના 24 કલાક પહેલા જ સુરત આવ્યો હતો અને કતારગામ વિસ્તારમાં ચાની દુકાન ચલાવતા એક સંબંધીના ઘરે રોકાયો હતો.

વિજય સિંહે પૂછપરછ દરમિયાન ખુલાસો કર્યો કે, તે પાલીમાં ટેક્સ સંબંધિત નાના-મોટા કામો કરતો હતો. પરિણામે, તે આવકવેરા વિભાગની પ્રક્રિયાઓ અને કાગળકામથી સારી રીતે વાકેફ હતો. આ જાણકારીનો ઉપયોગ કરીને, તેણે આવકવેરા અધિકારી તરીકે પોતાને રજૂ કરીને વેપારીઓને ડરાવવાનો પ્રયાસ કર્યો.

Fake-IT-Officer3
etvbharat.com

જ્યારે વેપારીઓએ તેની પાસેથી તેનું ઓળખપત્ર માંગ્યું, ત્યારે તે કોઈ માન્ય ઓળખપત્ર રજૂ કરી શક્યો નહીં. ત્યાર પછી વેપારીઓએ તાત્કાલિક વરાછા પોલીસને જાણ કરી. માહિતી મળતાં, પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને બ્લિસ હોટેલમાં આરોપીને રંગે હાથે પકડી લીધો.

તેની ધરપકડ દરમિયાન પણ, આરોપી પોતાને અધિકારી સાબિત કરવાનો પ્રયાસ કરતો રહ્યો, પરંતુ તેની આ ચાલાકી લાંબો સમય ટકી શકી નહીં. પોલીસે તેની સામે જબર્જસિ ઉઘરાણી (ખંડણી) હેઠળ કેસ નોંધ્યો છે.

Fake-IT-Officer1
aajtak.in

DCP આલોક કુમારે જણાવ્યું હતું કે, આરોપીએ વેપારીઓને ધમકી આપી હતી અને 30 લાખ રૂપિયા માંગ્યા હતા અને ત્યાર પછી 4 લાખ રૂપિયામાં પતાવટ કરવાની ઓફર કરી હતી. પોલીસે સ્પષ્ટતા કરી હતી કે, કોઈ પણ સરકારી અધિકારી આ રીતે સીધી રોકડ લઇ શકતો નથી. કરવેરા અથવા કોઈપણ સરકારી કાર્યવાહી માટે હંમેશા કાનૂની પ્રક્રિયા હોય છે, નોટિસ મોકલવામાં આવે છે, અને તે પ્રક્રિયાના આધારે કાર્યવાહી કરવામાં આવે છે.

પોલીસે વેપારીઓ અને જાહેર જનતાને અપીલ કરી છે કે, જો કોઈ આવકવેરા, GST અથવા અન્ય સરકારી વિભાગના અધિકારી હોવાનો દાવો કરીને આવે છે, તો તેમણે પહેલા તેનું ઓળખપત્ર તપાસવું જોઈએ. જો કોઈ શંકા હોય તો તાત્કાલિક સ્થાનિક પોલીસ, ACP અથવા DCPને જાણ કરો. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે, આરોપીએ અગાઉ કોઈને આ રીતે પૈસાની ઉઘરાણી માટે નિશાન બનાવ્યા છે કે નહીં.

About The Author

Related Posts

Top News

અમદાવાદના મનપસંદ જીમખાના જુગારધામ કેસમાં દરિયાપુર PI, PSI સસ્પેન્ડ, 187 જુગારીઓ પકડાયા હતા

અમદાવાદના બહુચર્ચિત મનપસંદ જીમખાનામાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા પાડવામાં આવેલા દરોડા અને કરોડો રૂપિયાના જુગારધામના પર્દાફાશ બાદ પોલીસ...
Gujarat 
અમદાવાદના મનપસંદ જીમખાના જુગારધામ કેસમાં દરિયાપુર PI, PSI સસ્પેન્ડ, 187 જુગારીઓ પકડાયા હતા

શું છે NALSAR વિવાદ જેને લીધે બાર કાઉન્સિલ પર ભડક્યા CJI, કહ્યું- આ મારા અને વિદ્યાર્થીઓ વચ્ચેની વાત છે તમે...

દેશની સૌથી પ્રતિષ્ઠિત કાયદા સંસ્થાઓમાંની એક, હૈદરાબાદની NALSAR યુનિવર્સિટી ઓફ લોના વિદ્યાર્થીઓને સુપ્રીમ કોર્ટ તરફથી ખુબ મોટી રાહત મળી...
Education 
શું છે NALSAR વિવાદ જેને લીધે બાર કાઉન્સિલ પર ભડક્યા CJI, કહ્યું- આ મારા અને વિદ્યાર્થીઓ વચ્ચેની વાત છે તમે...

જાતિ-ધર્મ, કુલ બેંક ખાતા અને કોવિડ વેક્સીનની વિગત.. વસ્તી ગણતરી માટે પૂછાશે આ 40 પ્રશ્નો, જુઓ સંપૂર્ણ યાદી

કેન્દ્રની મોદી સરકારે વસ્તી ગણતરી દરમિયાન પૂછવામાં આવનારા પ્રશ્નોની યાદી જાહેર કરી છે. શુક્રવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જાતિ, ધર્મ...
National 
જાતિ-ધર્મ, કુલ બેંક ખાતા અને કોવિડ વેક્સીનની વિગત.. વસ્તી ગણતરી માટે પૂછાશે આ 40 પ્રશ્નો, જુઓ સંપૂર્ણ યાદી

‘મિલકતમાં અમારો ભાગ આપી દો, નહીંતર પતાવી દઇશું’, દાદા-દાદીની સંપત્તિ હડપવા પૂત્રવધૂ-પૌત્રીઓએ હદ વટાવી

જ્યારે માતા-પિતા પોતાના પુત્રને પરણાવે ત્યારે એવી અપેક્ષા હોય કે વૃદ્ધાવસ્થામાં, જ્યારે હાથ-પગ કામ કરતાં બંધ થઈ જાય ત્યારે...
Gujarat 
‘મિલકતમાં અમારો ભાગ આપી દો, નહીંતર પતાવી દઇશું’, દાદા-દાદીની સંપત્તિ હડપવા પૂત્રવધૂ-પૌત્રીઓએ હદ વટાવી

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.