- Sports
- ‘વિરાટ માફ કરજે..’, એબી ડીવિલિયરસે પસંદ કર્યા ટોપ-5 ક્રિકેટર્સ
‘વિરાટ માફ કરજે..’, એબી ડીવિલિયરસે પસંદ કર્યા ટોપ-5 ક્રિકેટર્સ
દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન એબી ડી વિલિયર્સને આધુનિક યુગના શાનદાર બેટ્સમેનોમાંથી એક માનવામાં આવે છે. મેદાન પર ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી સાથે ડી વિલિયર્સનું સારું બોંડિંગ રહ્યું છે અને બંનેએ સાથે મળીને ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ને ઘણી યાદગાર જીત અપાવી. હવે એબી ડી વિલિયર્સે ટોપ-5 ક્રિકેટરોની લિસ્ટ જાહેર કરી છે, જેની સાથે અથવા વિરુદ્ધ તેણે ક્રિકેટ રમી, પરંતુ હેરાનીની વાત એ હતી કે ડી વિલિયર્સે ટોપ-5 ક્રિકેટરોની લિસ્ટમાં વિરાટ કોહલીનું નામ સામેલ કર્યું નથી. ડી વિલિયર્સે પોતાના 14 વર્ષના આંતરરાષ્ટ્રીય કરિયરમાં ઘણા મોટા ખેલાડીઓ સામે ક્રિકેટ રમી હતી.
જ્યારે એબી ડી વિલિયર્સને પૂછવામાં આવ્યું કે તેમના મતે 5 સર્વશ્રેષ્ઠ ખેલાડીઓ કયા રહ્યા? ત્યારે તેણે જેક કાલિસ (દક્ષિણ આફ્રિકા), એન્ડ્રૂ ફ્લિન્ટોફ (ઇંગ્લેન્ડ), શેન વૉર્ન (ઓસ્ટ્રેલિયા), સચિન તેંદુલકર (ભારત) અને મોહમ્મદ આસિફ (પાકિસ્તાન)નું નામ લીધું. ડી વિલિયર્સે વિરાટ કોહલીને લિસ્ટમાંથી બહાર રાખવા બદલ માફી માગી.
એબી ડી વિલિયર્સે બીયર્ડ બિફોર વિકેટ પોડકાસ્ટ પર કહ્યું કે, ‘હું જેક કાલિસ, એન્ડ્રૂ ફ્લિન્ટોફ, મોહમ્મદ આસિફ, શેન વૉર્ન અને સચિન તેંદુલકર સાથે જઇશ. જ્યારે તેંદુલકર બેટિંગ કરવા આવતા હતા અને જે રીતે તેમનું સ્વાગત થતું હતું, ત્યારે જાણે કે બધું જ થંભી જતું હતું. તેમને બેટિંગ કરતા જોવા ખૂબ જ સારું લાગતું હતું. વિરાટ માફ કરજે. એટલા માટે આવા સવાલોના જવાબ આપવા ખૂબ મુશ્કેલ હોય છે.’
તેણે જેક કાલિસને સર્વકાલીન મહાન ક્રિકેટર ગણાવ્યો અને એન્ડ્રૂ ફ્લિન્ટોફના એક ખાસ યોર્કર બૉલને યાદ કર્યો, જે તેણે એજબેસ્ટનમાં જેક કાલિસને ફેંક્યો હતો. ડી વિલિયર્સે કહ્યું કે, ‘જેક કાલિસ કદાચ દુનિયાનો સૌથી મોટો ઓલરાઉન્ડર જ નહીં, પરંતુ સૌથી મોટો ક્રિકેટર પણ હતો. આસિફ સૌથી શાનદાર સીમ બોલર હતો, જેનો મેં સામનો કરો. વોર્ન વિરુદ્ધ રમવાની મજા હતી. તેનું વ્યક્તિત્વ શાનદાર હતું, ફ્લોપી હેટ, ઝિંક ક્રીમ, સોનેરી વાળ હતા. ફ્લિન્ટોફ એક મોટી મેચનો ખેલાડી હતો.’
એબી ડી વિલિયર્સે તાજેતરમાં દક્ષિણ આફ્રિકાને વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ 2025 જીતવામાં મદદ કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ફાઇનલમાં તેણે પાકિસ્તાન સામે 60 બોલમાં અણનમ 120 રન બનાવ્યા હતા. આ ટૂર્નામેન્ટમાં ડી વિલિયર્સે 6 ઇનિંગ્સમાં 143ની સરેરાશથી 429 રન બનાવ્યા હતા, જેમાં 3 સદી અને એક અડધી સદીનો સમાવેશ થાય છે. ડી વિલિયર્સને ‘પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ’નો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

