- Gujarat
- સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક શરૂ કર્યું. પીપલોદમાં આવેલા આ નવા સ્ટડી સેન્ટરમાં આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી.
આ સેન્ટરનો મુખ્ય હેતુ ભારતીય વિદ્યાર્થીઓને વિશ્વની ટોચની યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવવા માટે સૌથી સ્માર્ટ અને કિફાયતી માર્ગ પૂરો પાડવાનો છે. કાર્યક્રમમાં વર્લ્ડગ્રેડના પ્રતિષ્ઠિત યુનિવર્સિટી પાર્ટનર્સના પ્રતિનિધિઓએ હાજરી આપી, જેમાં ઓસ્ટ્રેલિયાની લા ટ્રોબ યુનિવર્સિટી, યુકેની યુનિવર્સિટી ઓફ પોર્ટ્સમાઉથ અને ડી મોન્ટફોર્ટ યુનિવર્સિટીનો સમાવેશ થાય છે.
વર્લ્ડગ્રેડના કો-ફાઉન્ડર અને મેનેજિંગ ડિરેક્ટર અમિત ગર્ગાએ જણાવ્યું હતું કે આ ક્ષેત્રમાં અમને 18-19 વર્ષનો અનુભવ છે. અમારી સિંગાપુર આધારિત કંપની લિંક એજ્યુકેશન દર વર્ષે 15-17 હજાર વિદ્યાર્થીઓને શિક્ષિત કરે છે. વર્લ્ડગ્રેડ અમારો એક અનોખો પ્રોડક્ટ છે, જેમાં વિદ્યાર્થીઓ વિદેશી ડિગ્રીનો પ્રથમ વર્ષ અથવા પ્રથમ બે વર્ષ ભારતમાં જ પૂર્ણ કરીને સમય અને પૈસાની બચત કરી શકે છે. અમારી સાથે 50થી વધુ યુનિવર્સિટીઓ જોડાયેલી છે, જે ઓસ્ટ્રેલિયા, યુકે, યુએસ, સિંગાપુર અને યુએઈમાં આવેલી છે.
અમિત ગર્ગાએ વધુમાં કહ્યું હતું કે અમારા સ્માર્ટ પ્રોગ્રામ્સ વિદ્યાર્થીઓને વિદેશી શિક્ષણ પદ્ધતિની તૈયારી કરાવે છે, જેથી વિદેશ જઈને પ્રથમ સેમેસ્ટરમાં નિષ્ફળતાનું પ્રમાણ ઘટે. વિદ્યાર્થીઓ 20-30 લાખ રૂપિયા બચાવી શકે છે અને એક વર્ષનો અભ્યાસ માત્ર છ મહિનામાં પૂર્ણ કરી શકે છે. આ પ્રોગ્રામ સીમલેસ છે અને વિદ્યાર્થીઓને કોઈ તકલીફ પડતી નથી.

આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પોતાના એકેડેમિક રેકોર્ડ્સ લાવીને ઓન-ધ-સ્પોટ કન્સલ્ટેશન મેળવ્યું હતું. અમિત ગર્ગાએ ઓનટ્રેક અને પર્પલ પેચ સાથેની મજબૂત ભાગીદારી બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે આ પ્રતિસાદ સમુદાયમાં ગુણવત્તાયુક્ત અને કિફાયતી આંતરરાષ્ટ્રીય શિક્ષણની માંગને દર્શાવે છે.
વર્લ્ડગ્રેડ વિશે: વર્લ્ડગ્રેડ એવોર્ડ વિજેતા અને વિશ્વસનીય એકેડેમિક પાર્ટનર છે, જે વૈશ્વિક રેન્કવાળી યુનિવર્સિટીઓ સાથે મળીને પ્રોગ્રામ્સ ઓફર કરે છે. તે વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ ગુણવત્તાની વિદેશી શિક્ષણને સુલભ બનાવે છે. તેના સ્માર્ટ પ્રોગ્રામ્સ વિદ્યાર્થીઓને વિદેશમાં સફળતા માટે શૈક્ષણિક આગેવાની આપે છે અને યુએસ, યુકે, ઓસ્ટ્રેલિયા, યુએઈ તથા સિંગાપુરની ૫૦થી વધુ ટોચની યુનિવર્સિટીઓમાં ૬૦૦થી વધુ અંડરગ્રેજ્યુએટ અને પોસ્ટગ્રેજ્યુએટ ડિગ્રીમાં ખર્ચની બચત કરાવે છે.

