મુખ્યમંત્રી શ્રી GIDC સચિન નોટિફાઇડ કચેરીના ભ્રષ્ટાચારથી ઉદ્યોગકારો ત્રાહિમામ છે

ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ માટે અગત્યની ભૂમિકા ભજવતું નિગમ છે અને એની પ્રાદેશિક અને નોટીફાઇડ કચેરીઓ ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવતી હોય છે. ગુજરાતમાં નિગમની પ્રાદેશિક અને નોટીફાઇડ કચેરીઓમાં ભ્રષ્ટાચાર જ્યારે માઝા મૂકીને ફૂલ્યો ફાલ્યો છે ત્યારે નિગમની જે તે ઔદ્યોગિક વસાહતોની નોટિફાઇડ કચેરીઓ પણ ભ્રષ્ટાચારમાં આળોટી રહી છે.

સુરતની સચિન જીઆઇડીસી ઔદ્યોગિક વસાહતની નોટીફાઇડ કચેરી ભ્રષ્ટાચારની બધી જ સીમાઓ ઓળંગી ચૂકી છે. અહીં સ્થાનિક એસોસિએશનની કારીબારીના કેટલાક સભ્યો સાથે મળીને કચેરીના અધિકારીઓ ટેન્ડર પ્રક્રિયાઓમાં ભ્રષ્ટાચાર કરતા હોવાના આરોપો છાસવારે થઈ રહ્યા છે.

અહીં નોંધવાનું રહ્યું કે આ ઔદ્યોગિક વસાહતમાં મુખ્યત્વે ડાઈંગ પ્રિન્ટિંગ, કેમિકલ અને એન્જિનિયરિંગ એકમો આવેલ છે ઉપરાંત વીવિંગ એકમો પણ છે. અહીં ઉદ્યોગકારોના પ્રશ્નો ઉકેલવામાં બિલંબ અને સ્થાનિક રાજકારણ નડતર રૂપ છે.

1526804939Sachin-GIDC-123

વિશ્વસનીય ઉદ્યોગકારો પાસેથી મળતી માહિતી મુજબ સચિન ઔદ્યોગિક વસાહતની નોટિફાઇડ કચેરી ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ હોવાનું ધ્યાનમાં આવ્યું છે. એમના કહેવા મુજબ કચેરીના જવાબદાર અધિકારીઓ ચોક્કસ લોકોના મિલીભગતમાં ભ્રષ્ટાચાર આદરી રહ્યા છે સાથે સાથે નિગમ અને ઉદ્યોગકારોનું અહિત કરી રહ્યા છે. આ કચેરીથી ચોકસ લાઇઝનિંગ કરનાર લોકોની સાથે મળીને ભ્રષ્ટાચાર કરવામાં આવે છે અને ટેન્ડરોમાં ચોક્કસ લોકોને લાભ આપવામાં આવે છે એવી ફરિયાદો લોકચર્ચામાં છે.

પારદર્શી અને ભ્રષ્ટાચાર વિહીન વહીવટની ખાતરી આપતી સરકાર અને મુખ્યમંત્રી આ વિષયમાં ચોક્કસ પગલાં લે એ જરૂરી છે અને સમગ્ર ગુજરાતની જીઆઇડીસીની પ્રાદેશિક અને નોટીફાઇડ કચેરીઓમાં ઉદ્યોગકારોને કનડગતરૂપ ભ્રષ્ટાચારી અધિકારીઓ પર શિક્ષાત્મક પગલા લઈને ભ્રષ્ટાચાર વિહીન પારદર્શી વહીવટ અમલમાં લાવે એ બાબત ઉદ્યોગકારોના હિતમાં ખૂબ આવશ્યક છે.

1529222585Vibrant-Gujarat-0123

આવા વ્યાપક ભ્રષ્ટાચારને લીધે સચિન અને અન્ય ઔદ્યોગિક વસાહતના ઉદ્યોગકારોના વ્યવસાયિક વિકાસમાં મોટા અવરોધો સર્જાયા છે. પ્રશ્નોની મંજૂરીઓ મેળવવામાં અનાવશ્યક વિલંબ થતો હોવાથી ઘણા ઉદ્યોગકારો તેમની વિકાસ યોજનાઓ મુલતવી રાખવા મજબૂર બન્યા છે. ખાસ કરીને ડાઈંગ પ્રિન્ટિંગ અને કેમિકલ ઉદ્યોગોને પર્યાવરણ અને સલામતી સંબંધિત મુદ્દાઓમાં વધારે પરેશાનીનો સામનો કરવો પડે છે. આના કારણે ઉત્પાદન ખર્ચ વધે છે અને સ્પર્ધાત્મકતા ઘટે છે.

સુરત જેવા મોટા ઔદ્યોગિક કેન્દ્રમાં આવી સ્થિતિ ચાલુ રહે તો ગુજરાતની 'વાઇબ્રન્ટ ગુજરાત'ની પ્રતિષ્ઠાને પણ અસર થશે. વિદેશી રોકાણકારો અને નાના-મધ્યમ ઉદ્યોગોનો વિશ્વાસ અટકી શકે છે. સ્થાનિક રાજકારણ અને અમુક વ્યક્તિઓના સાંઠગાંઠને કારણે સામાન્ય ઉદ્યોગકારોને ન્યાય મળતો નથી જે અન્યાયી છે.

1547281406GIDC

આ સમસ્યાના નિવારણ માટે મુખ્યમંત્રી શ્રીએ તાત્કાલિક પગલાં લેવા જોઈએ. GIDCની તમામ નોટિફાઇડ કચેરીઓમાં સંપૂર્ણ ડિજિટલ પારદર્શિતા લાવવી જરૂરી છે. ટેન્ડર પ્રક્રિયાઓ, લાયસન્સિંગ અને ફરિયાદોનું ઓનલાઇન ટ્રેકિંગ સિસ્ટમ તૈયાર કરવું તેમજ વિજિલન્સ વિભાગ દ્વારા નિયમિત તપાસ કરાવવી જોઈએ. દોષિત અધિકારીઓ અને સંડોવાયેલા વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરીને ઉદાહરણ પૂરું પાડવું જોઈએ.

ઉદ્યોગકારોના હિતમાં આ પગલાં લેવાથી ગુજરાતમાં ઔદ્યોગિક વાતાવરણ વધુ સુધરશે અને રાજ્યનો આર્થિક વિકાસ વેગ પામશે. તેથી શ્રી સરકાર અને નિગમના વડા આ બાબતને ગંભીરતાથી લઈને ત્વરિત કાર્યવાહી કરે એ જ યોગ્ય અને પારદર્શી પગલું કહેવાશે.

About The Author

Related Posts

Top News

ગ્રીનલેબ ડાયમંડ્સ: મુકેશભાઈ પટેલ રાષ્ટ્રભક્તિ અને પાટીદાર સમાજ પ્રત્યે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિત્વ

(ઉત્કર્ષ પટેલ) સુરત વિશ્વનું હીરા ઉદ્યોગનું હૃદય. અહીં ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગમાં પરંપરાગત કામથી આગળ વધીને વિકાસ અને નવીનતાની નવી...
Business  Opinion 
ગ્રીનલેબ ડાયમંડ્સ: મુકેશભાઈ પટેલ રાષ્ટ્રભક્તિ અને પાટીદાર સમાજ પ્રત્યે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિત્વ

મુખ્યમંત્રી શ્રી GIDC સચિન નોટિફાઇડ કચેરીના ભ્રષ્ટાચારથી ઉદ્યોગકારો ત્રાહિમામ છે

ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ માટે અગત્યની ભૂમિકા ભજવતું નિગમ છે અને એની પ્રાદેશિક અને નોટીફાઇડ કચેરીઓ ખૂબ...
Opinion 
મુખ્યમંત્રી શ્રી GIDC સચિન નોટિફાઇડ કચેરીના ભ્રષ્ટાચારથી ઉદ્યોગકારો ત્રાહિમામ છે

‘સહન નહીં કરું...’, SIR મુદ્દે મમતા સરકાર પર કેમ ગુસ્સે થયા CJI?

મંગળવારે SIR કેસની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે ભારતીય ચૂંટણી પંચ (ECI), મમતા બેનર્જી સરકાર અને વિવિધ અરજદારોને સખત ઠપકો...
National 
‘સહન નહીં કરું...’, SIR મુદ્દે મમતા સરકાર પર કેમ ગુસ્સે થયા CJI?

ધો. 12 ગણિતની પરીક્ષાના પ્રશ્નપત્ર પર QR કોડથી અંગ્રેજી ગાયકના યુ-ટ્યુબ પરનો વીડિયો ખુલ્યો! CBSEએ સ્પષ્ટતા બહાર પાડી

ધોરણ 12 ગણિતની પરીક્ષાના પ્રશ્નપત્ર પર છપાયેલા QR કોડે સોશિયલ મીડિયા પર વિવાદ જગાવ્યો છે. એવો દાવો કરવામાં આવ્યો હતો...
Education 
ધો. 12 ગણિતની પરીક્ષાના પ્રશ્નપત્ર પર QR કોડથી અંગ્રેજી ગાયકના યુ-ટ્યુબ પરનો વીડિયો ખુલ્યો! CBSEએ સ્પષ્ટતા બહાર પાડી
Copyright (c) Khabarchhe All Rights Reserved.