લવ એન્ડ કેર ચેરિટેબલ ટ્રસ્ટના ફેશન અને ટેલેન્ટ શોમાં દિવ્યાંગ પ્રતિભાઓનું ભવ્ય પ્રદર્શન

સુરત: શહેરના વનિતા વિશ્રામ કોલેજના બાજીગૌરી એર થિયેટર ખાતે લવ એન્ડ કેર ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ દિવ્યાંગ પ્રતિભાઓ માટે ફેશન શો અને ટેલેન્ટ શોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે દિવ્યાંગોમાં સામાન્ય વ્યક્તિઓ કરતા વિશેષ શક્તિ હોય છે અને તેઓ એટલે જ વિશેષ છે. તેમણે કહ્યું હતું કે દિવ્યાંગોને ભેટ આપવાની જરૂર નથી, પરંતુ તેમની અંદરની પ્રતિભા બહાર લાવવા માટે મંચ આપવાની જરૂર છે. આજના આયોજન બદલ આયોજકોની પ્રશંસા કરતા તેમણે તમામ દિવ્યાંગ પ્રતિભાઓની હિંમત અને કૌશલ્યને બિરદાવ્યા હતા.

કાર્યક્રમના આયોજક અને લવ એન્ડ કેર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ ડૉ. દીપ્તિબેન પટેલે જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં કુલ 80 દિવ્યાંગ પ્રતિભાઓએ પ્રદર્શન કર્યું હતું, જેમાંથી 24 પ્રતિભાઓ શહેર બહારથી આવી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે શહેરની વિશેષ અને માનસિક પડકાર ધરાવતી શાળાના બાળકોએ રેમ્પ પર ચાલીને હાજર સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

કાર્યક્રમ દરમિયાન દિવ્યાંગ પ્રતિભાઓએ આત્મવિશ્વાસ અને કળાથી ઉપસ્થિતોને પ્રભાવિત કર્યા હતા. અંતે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ ધરાવતી દસ વિશેષ પ્રતિભાઓને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં વિશ્વની સૌથી નાની દીકરી તરીકે ઓળખ ધરાવતી જ્યોતિ આમગેની ઉપસ્થિતિ ખાસ આકર્ષણ બની હતી. કારગિલ યુદ્ધમાં અંગ ગુમાવેલા વીર સૈનિકો, રાષ્ટ્રીય સ્તરે પુરસ્કૃત કલાકારો તથા રાષ્ટ્રપતિના હાથે સન્માનિત થયેલી દીકરી સહિત અનેક પ્રેરણાદાયી વ્યક્તિઓ મંચ પર હાજર રહ્યા હતા.

15

ફેશન શોમાં શહેરની વિશેષ તથા માનસિક પડકાર ધરાવતી શાળાઓના અંદાજે પચાસથી સાઠ બાળકોએ ખાસ તૈયાર કરાયેલા વસ્ત્રોમાં મંચ પર ચાલીને તાળીઓનો વરસાદ વરસાવ્યો હતો. પ્રતિભા પ્રદર્શનમાં નાની બાળકીનું નૃત્ય, હાથ વગરની દીકરી દ્વારા મોઢા અને પગથી મહેંદી કળાનું અદભૂત પ્રદર્શન, પગથી ચિત્ર બનાવતો યુવાન તેમજ દિવ્યાંગ બોડીબિલ્ડરોના પ્રદર્શન જેવી અનોખી રજૂઆતો ચર્ચાનું કેન્દ્ર બની હતી. એક દિવ્યાંગ યુવાન દ્વારા મંચ પર ચડી તિરંગો લહેરાવવાની ક્ષણે સમગ્ર મેદાન દેશભક્તિના ભાવથી ગુંજી ઉઠ્યું હતું.

આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સુરતના મેયર દક્ષેશ માવાણી હાજર રહ્યા હતા. મહાનુભાવોએ દિવ્યાંગ પ્રતિભાઓની હિંમત અને સંઘર્ષને બિરદાવતાં સમાજમાં સમાવેશ અને સમાન અવસરનો સંદેશ આપ્યો હતો. પોલીસ કમિશનર, ધારાસભ્યો, કોર્પોરેટરો, શહેરના ડોક્ટરો, શિક્ષકો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

16

કાર્યક્રમની કોરિયોગ્રાફીમાં મોહિત અગ્રવાલનું માર્ગદર્શન રહ્યું હતું, જ્યારે કોસ્યુમ ડિઝાઇનિંગમાં ફેશન સંસ્થાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો તથા આલ્યા ફેશન્સનો સહયોગ મળ્યો હતો. આયોજકોએ જણાવ્યું કે આ પહેલ માત્ર મનોરંજન પૂરતી નથી, પરંતુ દિવ્યાંગ કલાકારોને ઓળખ, આત્મવિશ્વાસ અને રોજગારની નવી તકો આપતી અસરકારક પહેલ સાબિત થશે.

About The Author

Related Posts

Top News

આખી રાત બાઇકનું એન્જિન ચાલુ રાખ્યું! આખો પરિવાર ઊંઘમાં ખતમ થઇ ગયો

આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લાના પુંગનુર શહેરમાં એક ગોઝારી ઘટના બની હતી, જેના કારણે સમગ્ર વિસ્તાર હચમચી ગયો હતો. આ ઘટનામાં...
National 
આખી રાત બાઇકનું એન્જિન ચાલુ રાખ્યું! આખો પરિવાર ઊંઘમાં ખતમ થઇ ગયો

LPG કટોકટીની વચ્ચે દરેક શહેરમાં સિલિન્ડરનું બુકીંગ વધી ગયું! સરકારે લીધા 5 મોટા નિર્ણયો

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધે મધ્ય પૂર્વમાં તણાવ વધાર્યો છે. મધ્ય પૂર્વ યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટમાં તેલ અને...
Business 
LPG કટોકટીની વચ્ચે દરેક શહેરમાં સિલિન્ડરનું બુકીંગ વધી ગયું! સરકારે લીધા 5 મોટા નિર્ણયો

હાર્દિક પંડ્યાએ ખરીદી 12 કરોડની ફેરારી, 'ગર્લફ્રેન્ડ' મહિકાને...

ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઘણીવાર પોતાના અંગત જીવનને કારણે હેડલાઇન્સમાં છવાયેલો રહે છે. તાજેતરમાં, તે તેની નવી...
Sports 
હાર્દિક પંડ્યાએ ખરીદી 12 કરોડની ફેરારી, 'ગર્લફ્રેન્ડ' મહિકાને...

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 16-03-2026 વાર- સોમવાર મેષ - સાહસથી સફળતા મળશે, ભાગીદારીના કામમાં ધીરજ રાખવી જરૂરી, મિત્રોની મદદથી કામ સરળ બનાવો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.