દેશમાં પહેલીવાર કોર્ટે હરીશ રાણાને ઈચ્છામૃ*ત્યુની મંજૂરી આપી, એવી છે કહાની કે જજ પણ રડી પડ્યા

ગાઝિયાબાદના હરીશ રાણાને સુપ્રીમ કોર્ટે નિષ્ક્રિય ઈચ્છામૃ*ત્યુની મંજૂરી આપી છે. દેશમાં આ પહેલો એવો કેસ છે જેમાં ઈચ્છામૃ*ત્યુની મંજૂરી આપવામાં આવી છે. 13 વર્ષથી બેભાન હરીશ રાણા હજુ પણ શ્વાસ લઈ રહ્યો છે, પરંતુ 2013 થી જીવતી લાશની જેમ પથારીવશ છે.

સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં જણાવ્યું હતું કે તેના સ્વસ્થ થવાની કોઈ આશા નથી. આ માત્ર દુઃખને વધારશે અને સ્વસ્થ થવાની કોઈ આશા નથી. છેલ્લી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે તેના પરિવાર સાથે પણ વાત કરી હતી. 100% અપંગતાનો શિકાર થઇ ચૂકેલા હરીશ રાણાના માતા-પિતાએ ઈચ્છામૃ*ત્યુની માંગ કરી હતી.

harish rana
indiatvnews.com

હરીશ રાણા ચંદીગઢ યુનિવર્સિટીમાં સિવિલ એન્જિનિયરિંગનો વિદ્યાર્થી હતો. તેને શાળાના સમયથી જ બોડીબિલ્ડિંગનો શોખ હતો. તે તેની ફિટનેસ અને ભવિષ્ય પ્રત્યે ખૂબ જ ગંભીર હતો. પરંતુ 20 ઓગસ્ટ 2013ની તે તારીખે બધું બદલી નાખ્યું. હરીશ અચાનક તેના PGના ચોથા માળ પરથી પડી ગયો. આ અકસ્માતમાં તેને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી, જેના કારણે એક મજબૂત યુવાનનું જીવન હંમેશાં માટે દિવાલો અને પલંગ સુધી મર્યાદિત થઈ ગયું.

અકસ્માત બાદ હરીશના પિતા અશોક રાણાએ તેને બચાવવામાં કોઈ કસર ન છોડી. ચંદીગઢ PGI થી લઈને દિલ્હીની AIIMS અને દેશભરની ઘણી પ્રખ્યાત ખાનગી હોસ્પિટલોના ચક્કર લગાવ્યા. ડૉક્ટરના જણાવ્યા મુજબ, માથામાં થયેલી ઈજાને કારણે હરીશના મગજના જ્ઞાનતંતુઓ સુકાઈ ગયા છે. તે છેલ્લા 13 વર્ષથી જીવિત છે, પરંતુ કોમા જેવી સ્થિતિ છે. તેની કોઈ હિલચાલ નથી, તે ન તો અનુભવી શકે છે કે ન તો બોલી શકે છે. તેના જીવનની એકમાત્ર નિશાની તે ક્યારેક ક્યારેક આંખના પલકારા ઝબકાવે છે.

harish rana
timesofindia.indiatimes.com

100% અપંગતા ઝીલી રહેલા 31 વર્ષના પુત્રની સ્થિતિ જોઈને માતા-પિતા ખૂબ જ ભાંગી પડ્યા હતા. જ્યારે સ્વસ્થ થવાની કોઈ આશા ન રહી, ત્યારે રાણા દંપતીએ ભારે મનથી સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો અને તેમના પુત્ર માટે ઈચ્છામૃ*ત્યુની માંગણી કરી.

About The Author

Related Posts

Top News

UAE OPECમાંથી બહાર નીકળી ગયું, આનાથી ભારતને ફાયદો જ ફાયદો!

સંયુક્ત આરબ અમીરાત (UAE)એ તેલ ઉત્પાદક દેશોના સંગઠન OPECમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે. UAE 1 મે...
Business 
UAE OPECમાંથી બહાર નીકળી ગયું, આનાથી ભારતને ફાયદો જ ફાયદો!

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -30-04-2026 વાર - ગુરુવાર મેષ - આજે કામ કાજમાં વધારે મહેનતનો દિવસ, આવકમાં વધારો થાય, શનિદેવના દર્શન કરવાથી ધનની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

સુરત અને અમદાવાદમાં ભગવો લહેરાયા બાદ હવે મેયર કોણ બનશે? આ નામોની ચર્ચાઓ તેજ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામ આવી ગયા છે. ગુજરાતભરમાં ફરી એકવાર ભગવો લહેરાયો છે. ત્યારે સુરત મહાનગરપાલિકા અને અમદાવાદ મહાનગર્પાલિકાની તાજેતરની...
Gujarat 
સુરત અને અમદાવાદમાં ભગવો લહેરાયા બાદ હવે મેયર કોણ બનશે? આ નામોની ચર્ચાઓ તેજ

શું હવે પેટ્રોલમાં 85 ટકા ઇથેનોલ હશે?, મળશે 'E85 પેટ્રોલ'; સરકારે ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું

પેટ્રોલના વધતા ભાવોને પહોંચી વળવા અને આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે સરકાર એક મોટું પગલું ભરી રહી છે. કેન્દ્ર સરકારે...
Tech and Auto 
શું હવે પેટ્રોલમાં 85 ટકા ઇથેનોલ હશે?, મળશે 'E85 પેટ્રોલ'; સરકારે ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું
Copyright (c) Khabarchhe All Rights Reserved.