બજારમાં રહેશે રોનક, આગામી અઠવાડિયે ખુલશે 2 ઇશ્યૂ, ફિઝિક્સવાલા સહિત 7 લિસ્ટ થશે

શેરબજાર હાલમાં ઝડપી અને સતત અસ્થિરતાના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે. દર અઠવાડિયે નવી કંપનીઓ IPO લોન્ચ કરી રહી છે, જેથી રોકાણકારો માટે નવી તકોનું સર્જન કરી રહી છે. આ અનુસંધાને આગામી અઠવાડિયું મહત્ત્વપૂર્ણ રહેશે કારણ કે 19 થી 21 નવેમ્બર દરમિયાન બે નવા IPO, Excelsoft Technologies અને Guillard Steel ખુલવાના છે. તેની સાથે જ 18 થી 21 નવેમ્બર દરમિયાન 7 કંપનીઓ શેરબજારમાં લિસ્ટેડ થશે, જેનાથી બજારમાં વધુ હિલચાલ જોવા મળશે.

IPO ખુલશે

IPO બજારમાં આવનારો પહેલો ઇશ્યૂ Excelsoft Technologiesનો છે. આ કંપની SaaS એટલે કે સોફ્ટવેર એજ અ સર્વિસ મોડેલ પર કાર્ય કરે છે અને શિક્ષણ અને પરીક્ષાઓ સંબંધિત ટેક્નિકલી સેવાઓ પૂરી પાડે છે. કંપનીનો IPO 19 નવેમ્બરે ખુલશે અને 21 નવેમ્બરે બંધ થશે. આ ઇશ્યૂ માટે પ્રાઇસ બેન્ડ 114-120 રૂપિયા નક્કી કરવામાં આવી છે. લગભગ 500 કરોડ રૂપિયાના આ ઇશ્યૂમાં 180 કરોડ રૂપિયાના નવા શેરનો જાહેર કરવામાં આવશે, જ્યારે 320 કરોડ રૂપિયાનો હિસ્સો ઓફર ફોર સેલ હશે.

IPO
livemint.com

કંપની એકત્ર કરાયેલા ભંડોળનો ઉપયોગ નવી જમીન ખરીદવા, ઇમારતો બનાવવા, તેના IT ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા અને અન્ય કોર્પોરેટ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે કરશે. એક્સેલસોફ્ટ પાસે મજબૂત વૈશ્વિક ઉપસ્થિતિ પણ છે, જે 19 દેશોમાં 76 ગ્રાહકોને સેવા આપે છે, જેમાં પીયર્સન એજ્યુકેશન અને AQA એજ્યુકેશન જેવા મુખ્ય નામોનો સમાવેશ થાય છે.

ગલાર્ડ સ્ટીલનો IPO

બીજો IPO ગલાર્ડ સ્ટીલનો છે, જે એન્જિનિયર્ડ સ્ટીલ કાસ્ટિંગનું ઉત્પાદન કરે છે અને રેલ્વે, સંરક્ષણ, પાવર અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં સપ્લાય કરે છે. કંપનીનો SME IPO પણ 19 થી 21 નવેમ્બર સુધી ખુલ્લો રહેશે. તેનું કુલ સાઇઝ 37.50 કરોડ રૂપિયા છે, જે પૂરી રીતે ફ્રેશ ઇશ્યૂ હશે. આ IPO માટે પ્રાઇસ બેન્ડ 142 થી 150 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે અને SME સેગમેન્ટને કારણે લઘુત્તમ લોટ સાઈઝ 2000 શેર નક્કી કરવામાં આવ્યો છે. કંપની ભંડોળનો ઉપયોગ તેના ઉત્પાદન એકમના વિસ્તરણ, નવી ઓફિસ બનાવવા, કેટલાક દેવાની ચૂકવણી અને સામાન્ય કોર્પોરેટ ખર્ચાઓને પૂર્ણ કરવા માટે કરશે. જ્યારે SME IPOમાં વૃદ્ધિ સંભાવનાઓ વધુ હોય છે, પરંતુ તેની સાથે જોખમ પણ વધારે હોય છે.

IPO2
5paisa.com

આ ઇશ્યૂ લિસ્ટ થશે

IPOના મોરચે આગામી અઠવાડિયું પણ લિસ્ટિંગ માટે વ્યસ્ત રહેવાનું છે. કુલ 7 કંપનીઓ 18 થી 21 નવેમ્બર દરમિયાન સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટિંગ કરશે. 18 નવેમ્બરે ફિઝિક્સવાલા, MV ફોટોવોલ્ટેઇક, મહામાયા લાઇફસાયન્સ અને વર્કમેટ્સ કોર2ક્લાઉડ માટે લિસ્ટિંગ થશે. ત્યારબાદ 19 નવેમ્બરે ટેનેકો ક્લીન એર, 20 નવેમ્બરે ફુજિયામા પાવર સિસ્ટમ્સ અને 21 નવેમ્બરે કેપિલરી ટેક્નોલોજીસની લિસ્ટિંગ નિર્ધારિત છે. આ કંપનીઓ એડટેક, ફાર્મા, ઇલેક્ટ્રિક વાહનો, સોલાર, ઓટો પાર્ટ્સ અને SaaS જેવા વિવિધ ક્ષેત્રોમાંથી આવે છે, જેહી રોકાણકારો માટે વિવિધ વિકલ્પો ઉપલબ્ધ હશે.

About The Author

Related Posts

Top News

8મા પગાર પંચની આ ફોર્મ્યુલા જો લાગુ થઇ તો....પગાર 18000થી વધીને 69000 થશે

કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો 8મા પગાર પંચની ખુબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. કમિશન 15 જૂન સુધીમાં તેના સૂચનો...
Business 
8મા પગાર પંચની આ ફોર્મ્યુલા જો લાગુ થઇ તો....પગાર 18000થી વધીને 69000 થશે

મૃતકોના ખાતામાં રૂ. 128 કરોડ ટ્રાન્સફર થયા...કર્ણાટકની 'ગૃહ લક્ષ્મી' યોજનામાં છેતરપિંડી

કર્ણાટક કોંગ્રેસ સરકારની મુખ્ય 'ગૃહ લક્ષ્મી' યોજના અંગે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. રાજ્યમાં મોટી ટેકનિકલ બેદરકારીને કારણે...
National 
મૃતકોના ખાતામાં રૂ. 128 કરોડ ટ્રાન્સફર થયા...કર્ણાટકની 'ગૃહ લક્ષ્મી' યોજનામાં છેતરપિંડી

'ACPના પગારમાંથી વસૂલવામાં આવે 2 લાખ રૂપિયાનું વળતર', અલ્હાબાદ હાઇકોર્ટનો ચૂકાદો

પોલીસ કમિશનરેટ સિસ્ટમ હેઠળ શાંતિ ભંગના આરોપસર વ્યક્તિઓને અટકાયતમાં લેવાની સત્તાના કથિત દુરુપયોગ અંગે અલ્હાબાદ હાઇકોર્ટે કડક વલણ અપનાવ્યું છે....
National 
'ACPના પગારમાંથી વસૂલવામાં આવે 2 લાખ રૂપિયાનું વળતર', અલ્હાબાદ હાઇકોર્ટનો ચૂકાદો

મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો, કેટલાક મંત્રીઓની વિદાય નક્કી; મોટા ફેરબદલની શક્યતા

દેશના રાજકારણમમાં એક મોટા ઘટનાક્રમના સમાચાર સામે આવી રહ્યા છે. ચાર રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીએ નવા પ્રદેશ પ્રમુખોની જાહેરાત બાદ...
Politics 
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો, કેટલાક મંત્રીઓની વિદાય નક્કી; મોટા ફેરબદલની શક્યતા
Copyright (c) Khabarchhe All Rights Reserved.