આવી ગયો ભારતનો ઇ-પાસપોર્ટ, જૂના પાસપોર્ટવાળાઓનું શું થશે?

ભારત તેની પાસપોર્ટ સિસ્ટમમાં અપગ્રેડના ભાગ રૂપે આગામી પેઢીના ઈ-પાસપોર્ટ રજૂ કરી રહ્યું છે. આ પાસપોર્ટ અત્યાધુનિક સુરક્ષા સુવિધાઓથી સજ્જ હશે, જેમાં ઇન્ટરલોકિંગ માઇક્રોલેટર્સ, રીલિફ ટિન્ટ્સ અને RFID ચિપનો સમાવેશ થશે. આ ચિપમાં એન્ક્રિપ્ટેડ બાયોમેટ્રિક ડેટા અને અન્ય માહિતી હશે. રોલઆઉટ હેઠળ, બધા નવા પાસપોર્ટ ઇ-પાસપોર્ટ હશે. હાલના નોન-ઇલેક્ટ્રોનિક પાસપોર્ટ એક્સપાયર ડેટ સુધી માન્ય રહેશે. સરકાર જૂન 2025 સુધીમાં પૂરી રીતે ઇ-પાસપોર્ટમાં ટ્રંઝિટ કરવાની યોજના ધરાવે છે.

બધા ઇ-પાસપોર્ટ રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન ચિપ અને એન્ટેનાથી સજ્જ આવશે. તેમાં યુઝર્સનું બાયોમેટ્રિક્સ અને વ્યક્તિગત ડેટાને એન્ક્રિપ્શન સાથે સ્ટોર હશે. તેમાં યુઝર્સની તસવીર અને ફિંગરપ્રિન્ટ જેવી વિગતો સ્ટોર હશે. કોન્ટેક્ટલેસ ડેટા રીડિંગ ક્ષમતાઓ ઇમિગ્રેશન કાઉન્ટર પર વેરિફિકેશનબુ પ્રક્રિયા તેજ થશે.

e-passports
indiatoday.in

સાથે જ ફ્રોડ અને ટેમ્પરિંગ પણ ઘટાડો આવશે. અત્યાર સુધી વિદેશ મંત્રાલયે ભારતમાં 80 લાખથી વધુ ઇ-પાસપોર્ટ જાહેર કર્યા છે. જ્યારે વિદેશમાં સ્થિત ભારતીય મિશનના માધ્યમથી 60,000 થી વધુ ઈ-પાસપોર્ટ જાહેર કરવામાં આવ્યા છે.

વિદેશ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે નવી સિસ્ટમને કારણે પાસપોર્ટ ફ્રોડ ઘટશે અને એક જ વ્યક્તિ પાસે વધુ પાસપોર્ટ હોય તેવા કિસ્સાઓને રોકી શકાશે. જો કોઈ પાસે પહેલાથી જ પાસપોર્ટ હોય, તો હાલની સિસ્ટમ તરત જ તેને ડિટેક્ટ કરી લેશે.

sangai festival
liamtra.com

મે 2025માં શરૂ થયેલા પાસપોર્ટ સેવા પ્રોગ્રામ વર્ઝન 2.0 (PSP V2.0) હેઠળ 37 રિજનલ પાસપોર્ટ ઓફિસો, 93 પાસપોર્ટ સેવા કેન્દ્રો અને 451 પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્રો હવે કાર્યરત છે. આ પ્રોગ્રામનું વૈશ્વિક વર્ઝન, GPSP V2.0ને 28 ઓક્ટોબર, 2025ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું.

આ સિસ્ટમને કારણે લોકોને વધુ સારો પાસપોર્ટ અનુભવ મળશે. નવી સિસ્ટમ AI ચેટબોટ અને વોઇસ બોટ એપ્લિકેશન સાથે આવશે. સાઋ સુરક્ષા માટે AIનો ઉપયોગ કરવામાં આવશે. આ સિસ્ટમને DigiLocker, Aadhaar અને PAN સાથે ડૉક્યુમેન્ટ વેરિફિકેશન માટે સંકલિત કરી શકાશે.

About The Author

Related Posts

Top News

અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

અમદાવાદના 52 વર્ષ જૂના સુભાષ બ્રિજના મધ્ય ભાગમાં તિરાડ પડી હોવાની રિપેરિંગ માટે બ્રિજ 5 દિવસ બંધ રહેશે. એકાએક બ્રિજ...
Gujarat 
અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આણંદ શહેરના લોટિયા ભાગોળ થી કપાસિયા બજાર તરફ જવાના માર્ગ પર 28 લાખ રૂપિયાના ખર્ચે 180 મીટરનો RCC રોડ તૈયાર...
Gujarat 
23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બંપર જીત પછી ભાજપે હવે રાષ્ટ્રીય અધ્યક્ષના નામની પસંદગીનો ધમધમાટ શરૂ કરી દીધો છે. દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષના...
National 
આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા

કોંગ્રેસ સાસંદ મુરારીલાલ મીણાએ લોકસભાના શિયાળુ સત્રમાં સવાલ પુછ્યો હતો કે દેશમા અત્યાર સુધીમાં કેટલા આર્થિક અપરાધીઓ વિદેશ ભાગી ગયા...
National 
બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.