- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
તારીખ - 18-11 2025
વાર- મંગળવાર
મેષ - વૈવાહિક જીવનમાં મધુરતા આવે, આજે ભાગીદારીના કામમાં નવુ કામ કે જોડાણ થતા આનંદ રહે, ધનની સ્થિતિ મજબૂત થાય.
વૃષભ - મિત્રોને મળી આનંદમય દિવસ રહે, મોસાળ પક્ષ તરફથી સારા સમાચાર મળે, શરદી ખાંસી જેવી બીમારીમાં સાચવવું.
મિથુન - સામાજિક કાર્યોમાં ભાગ લઈ શકો, વિદ્યા અભ્યાસના કામોમાં સહાનુકુળતા રહે, નોકરી ધંધામાં સહ કાર્યકરોનો સહકાર મળી રહે.
કર્ક - ઘર પરિવારમાં આનંદ રહે, ગમતા વ્યક્તિને મળવાનું થાય, આજે તમે તમારી બુદ્ધિથી નોકરી ધંધામાં પ્રગતિ કરશો.
સિંહ - ભાઈ બહેનોના સાથ અને પ્રેમ મળે, સાહસથી સફળતા મળે, પરિવારનો વિરોધ સહન કરવો પડે.
કન્યા - ધનમાં વૃદ્ધિ થશે, તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરી શકો, આડોશ પાડોશમાં વિવાદો રહે.
તુલા - તમારા આનંદમાં વધારો થાય, ભાગીદારીના કામમાં પ્રગતિ થાય, કલા સાહિત્ય સાથે સંકળાયેલા લોકોને આજે પ્રસિદ્ધિ મળે.
વૃશ્ચિક - કોર્ટ કચેરીની લગતા કામોમાં સફળતા મળે, તમારી શારીરિક સ્થિતિ મજબૂત થશે, મોસાળ પક્ષથી લાગણી વધે.
ધન - બાળકો સાથે આનંદમાં સમય વિતાવી શકો, અભ્યાસને લગતી અડચણો દૂર થાય, વાણીની મીઠાસથી લોકોનું દિલ જીતી શકશો.
મકર - ધંધા નોકરીમાં પ્રગતિનો દિવસ, પિતા તરફથી મદદ કે સલાહ મળતા પ્રગતિ ના રસ્તા ખુલે.
કુંભ - ભાગ્યનો સાથ મળે, શેર સટ્ટાના કામમાં લાભ થાય, વિદેશને લગતા કામો સરળ બને.
મીન - સુગર જેવી બીમારીઓમાં ખાસ કાળજી લેવી, તમારી ભક્તિમાં વધારો થાય, આકસ્મિક કોઈ લાભ કે વ્યક્તિ મળવાથી આનંદ રહે.
દિવ્યાંગ ભટ્ટ. +91 93285 92699

