- Kutchh
- FASTagથી ટ્રાફિક જામ નહીં થાય એવો સરકારી દાવો પોકળ, ભરૂડી નાકે 5 કિમી લાંબી લાઈન
FASTagથી ટ્રાફિક જામ નહીં થાય એવો સરકારી દાવો પોકળ, ભરૂડી નાકે 5 કિમી લાંબી લાઈન

વાહનચાલકો અને ટોકનાકા કર્મી વચ્ચે અવારનવાર ઝઘડા માટે વિવાદીત ભરૂડી ટોલનાકા પર ઘણા બધા વાહનો પાસે ફાસ્ટેગ હોવા છતાં ટ્રાફિક જામ થયો હતો. સરકારી આદેશ અનુસાર ફાસ્ટેગ ફરજિયાત થતા ટોલ પ્લાઝાની બંને તરફ 5 કિમી સુધી વાહનોની લાંબી લાઈન જોવા મળી હતી. જેમાં દર્દીને લઈને જતી એક એમ્બ્યુલન્સ પણ અટવાઈ ગઈ હતી.
બીજી તરફ વસંત પંચમીએ લગ્ન કરવા માટે જતા વરરાજાની ગાડીઓ ટ્રાફિક જામમાં ફસાઈ જતા યોગ્ય મૂહુર્તમાં પહોંચી શક્યા ન હતા. રાજકોટ સહિત ગુજરાતભરમાં વસંત પંચમીના દિવસે ઘણા બધા લગ્ન યોજાનાર હતા.આ પ્રસંગમાં જતા અનેક લોકો ભરૂડી ટોલનાકે ભયંકર ટ્રાફિક જામમાં અટવાયા હતા.લગ્ન પ્રસંગે જતા અનેક લોકો જણાવ્યું હતું કે, ટ્રાફિકમાં સમય પસાર થવાથી લગ્ન મૂહુર્ત ચૂકી જવાયું છે. જેના કારણે લગ્નની અન્ય વિધિ પણ મોડી શરૂ થઈ. દેશમાં તમામ ટોલ પ્લાઝામાંથી પસાર થતા વાહનો માટે સરકારે ફાસ્ટેગ સર્વિસ ફરજિયાત બનાવી છે. જેની ઊલટી અસર ભરૂડી ટોલનાકે જોવા મળી હતી. દોઢથી બે કલાક સુધી લોકો ટ્રાફિકમાં અટવાયા હતા. સરકારે જણાવ્યું હતું કે, ફાસ્ટેગને કારણે ટોલનાકે લાંબા સમય સુધી રોકાવું કે અટકાવું નહીં પડે. પણ ભરૂડી ટોલનાકે વાહનોની લાંબી લાઈન જોવા મળી છે. આ ટ્રાફિકમાં દર્દીને લઈ જતી એક એમ્બ્યુલન્સ પણ અટવાઈ હતી. આ ટ્રાફિક ક્લિયર કરાવવા માટે ગોંડલ પોલીસ દોડી આવી હતી. યુદ્ધના ધોરણે ટોલનાકા પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. વાહન ચાલકો અને ટોલપ્લાઝા કર્મચારી વચ્ચે તૂં...તૂં..મેં...મેં...પણ થઈ હતી. ટોલ પ્લાઝાની નજીક આવેલા નાના ગામ કે શહેરને લોકલ ટોલચાર્જની સુવિધા આપવામાં આવી છે. એવા વાહનોએ પોતાના ફાસ્ટેગ સાથે આધારકાર્ડ તથા RC બુક જે તે ટોલપ્લાઝાની કચેરીએ જમા કરાવવાની રહેશે. જેથી ફાસ્ટેગમાંથી પણ લોકલ ટોલચાર્જ જ કપાય.
રાજકોટ ગોંડલ નેશનલ હાઈવેના ભરૂડી ટોલ પ્લાઝા પરથી ફાસ્ટેગ હશે તો જ વાહનને પસાર થવા દેવાશે. વાહનચાલકોને ફાસ્ટેગ કઢાવવામાં કોઈ મુશ્કેલી ન પડે એટલા માટે ટોલપ્લાઝા પાસે જ POS સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે. જ્યાંથી ફાસ્ટેગ મળી રહેશે અને વાહનમાં પણ લગાવી દેવામાં આવશે. જો કોઈ વાહન ચાલક કેશથી ટોલપ્લાઝા પર ચૂકવણી કરશે તો ડબલ ચાર્જ ચૂકવવો પડશે. જોકે, ફાસ્ટેગ વગરના વાહનો ફાસ્ટેગની લાઈનમાં આવી જતા ટ્રાફિક જામ થયો હતો.
Related Posts
Top News
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ સામે ખોલ્યો નવો મોરચો! બનાવી વેબસાઇટ અને મિસ્ડ કોલ નંબર જાહેર કર્યો
વરસાદ હવે ક્યારે પાછો આવશે? જાણો હવામાન વિભાગની આગાહી
Opinion
-copy.jpg)