બાંધકામ ઉદ્યોગને ફરી ઝડપી બેઠો કરવા બિલ્ડરો કેન્દ્રીય બજેટમાં શું માગી રહ્યા છે

યુનિયન બજેટની રજૂઆત પહેલાં બાંધકામ ક્ષેત્રે જોડાયેલી ક્રેડાઇ સંસ્થાએ નાણા મંત્રાલય સમક્ષ કેટલીક માગણીઓ મૂકી આ ક્ષેત્રને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો દરજ્જો આપવા માટે દબાણ ઉભું કર્યું છે. આ સંસ્થાનું કહેવું છે કે બે વર્ષથી કોરોના સંક્રમણના કારણે આ ઉદ્યોગને સૌથી વધુ માર પડ્યો છે તેથી તેને જીવંત બનાવવાની જરૂર છે.

ક્રેડાઇ એ બજેટ પહેલા નાણાં મંત્રાલયને પોતાની અપેક્ષાઓનું એક લિસ્ટ રજુ કર્યું છે. તેમાં સંસ્થાની સરકાર પાસે તમામ આશાઓ જેવી કે, સસ્તા મકાનોની પરિભાષામાં ફેરફાર, લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન્સ ટેક્સમાં ઘટાડો અને ભાડાંના મકાનોને લગતા નિયમોમાં ફેરફાર સામેલ છે.

કેન્દ્રીય બજેટ કે જે ફેબ્રુઆરી મહિનામાં રજુ થશે તેને લઈને અલગ અલગ ઉદ્યોગો સરકાર સમક્ષ પોતાની માંગણીઓનીરજૂઆત કરી રહ્યા છે, ત્યારે દેશના બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલી સૌથી મોટી સંસ્થા ક્રેડાઈએ નાણાં મંત્રાલયને પત્ર દ્વારા પોતાના ઘણા સમયથી લંબિત પ્રશ્નો સરકારને રજુ કર્યા છે.

સંસ્થાએ પોતાના પત્રમાં આશા વ્યક્ત કરી છે કે સરકાર આવનારા બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ તેમજ હાઉસિંગ ક્ષેત્રને વેગ આપવા જરૂરી પગલાં લેશે કે જે પ્રધાનમંત્રીના ‘હાઉસિંગ ફોર ઓલ’ ના સ્વપનને સાકાર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવશે.

ક્રેડાઈની પ્રથમ માંગ રીયલ એસ્ટેટ ક્ષેત્રને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના દાયરામાં લાવ્વાનુ છે, જેથી ટેક્સમાં છૂટની સાથે વિદેશી અને સ્થાનિક રોકાણમાં વધારો થઇ શકે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો દરજ્જો મળવાથી બેંક લોન મેળવવામાં પણ ક્ષેત્રને આસાનીથી થઇ શકે છે.

સિંગલ વિન્ડો કલેયરન્સ તેમજ સસ્તા મકાનોની પરિભાષામાં એપાર્ટમેન્ટના ક્ષેત્રફળની જગ્યાએ તેની ટિકિટ સાઈઝને પ્રાધાન્ય ક્રેડાઈ દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દા છે. ક્રેડાઈએ પ્રધાનમંત્રી આવાસ યોજના સાથે સંકળાયેલ ‘ક્રેડિટ લિંકેડ સબસિડી સ્કીમ’માં મધ્યમ વર્ગને આવરી લેતી સ્કીમને 31 ડિસેમ્બર, 2022 સુધી લંબાવવાની માંગણી કરી છે, જેથી વધુ ને વધુ લોકો સુધી આ યોજનાનો લાભ પહોંચાડી શકાય.

રેન્ટલ હાઉસિંગને પ્રોત્સાહન આપવા માટે નવા નિયમો, જી.એસ .ટી.માં ઇનપુટ ટેક્સ ક્રેડિટ નો લાભ, તેમજ સસ્તા મકાનોની પરિભાષામાં રૂપિયા 45 લાખની સીમાની જગ્યાએ નોન મેટ્રો શહેરોમાં તે રૂપિયા 75 લાખ કરવી જયારે મેટ્રો શહેરોમાં તેને રૂપિયા 1.50 કરોડ સુધી વધારવા, તે ક્રેડાઈએ રજુ કરેલા મુખ્ય મુદ્દાઓમાં સામેલ છે.

Top News

વિદ્યાર્થીઓ ખોટું પગલું ન ભરે તેના માટે સુપ્રીમ કોર્ટે ગાઇડલાઇન બનાવી

દેશમાં વિદ્યાર્થીઓ ખોટું પગલું ભરી રહ્યા છે તેનો આંકડો ચિંતાજનક વધ રહ્યો છે. સ્કુલો, કોલેજો અને કોંચિંગ સેન્ટરોમાં વિદ્યાર્થીઓ...
Education 
વિદ્યાર્થીઓ ખોટું પગલું ન ભરે તેના માટે સુપ્રીમ કોર્ટે ગાઇડલાઇન બનાવી

અશ્વિને બેન સ્ટોક્સને ખંખેરી નાખ્યો, જો હું કેપ્ટન હોત તો...

બેન સ્ટોક્સના શેક હેન્ડ વિવાદને લઈને આર. અશ્વિને પણ પોતાની યુટ્યુબ ચેનલ પર પ્રતિક્રિયા આપી છે. અશ્વિને કહ્યું હતું કે,...
Sports 
અશ્વિને બેન સ્ટોક્સને ખંખેરી નાખ્યો, જો હું કેપ્ટન હોત તો...

જગદીપ ધનખડના રાજીનામા પર કોંગ્રેસનું પોલિટિક્સ, ડીનર પાર્ટી રાખી?

જગદીપ ધનખડે રાજ્યસભામાં 21 જુલાઇથી ચોમાસા સત્રની શરૂઆત થઇ એ જ દિવસે રાત્રે ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપીને આખા દેશને ચોંકાવી...
Politics 
જગદીપ ધનખડના રાજીનામા પર કોંગ્રેસનું પોલિટિક્સ, ડીનર પાર્ટી રાખી?

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

આજના મુહૂર્તતારીખ -29-7-2025વાર - મંગળવારમાસ - તિથિ-  શ્રાવણ સુદ છઠઆજની રાશિ - કન્યા આજના ચોઘડિયાલાભ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.