- Sports
- ખરાબ સમયમાંથી પસાર થઇ રહી છે ચહલની પત્ની ધનશ્રી વર્મા, ચહલે લખ્યું- My woman
ખરાબ સમયમાંથી પસાર થઇ રહી છે ચહલની પત્ની ધનશ્રી વર્મા, ચહલે લખ્યું- My woman

હાલમાં જ ધનશ્રી વર્મા અને યુઝવેન્દ્ર ચહલની વચ્ચે કંઈ પણ સારું ન હોવાના સમાચારે સોશિયલ મીડિયા પર હંગામો મચાવી દીધો હતો. જ્યારે ધનશ્રીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાના નામના આગળથી ચહલ શબ્દ હટાવી દીધો તો અટકળો લગાવવામાં આવી રહી હતી કે, બંનેની વચ્ચે અણબનાવ છે અને બંને અલગ થવા જઈ રહ્યા છે. જો કે, આ સમાચારના થોડા સમય પછી જ બંનેએ ઈન્સ્ટા સ્ટોરી શેર કરીને લોકોને આ સમાચારો પર વિશ્વાસ ન કરવાની અપીલ કરી હતી. તેમજ, હવે ધનશ્રીએ પોતે સામે આવીને સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ લખી, જેમાં તેને સત્યતા જણાવી.
ખરાબ સમયમાંથી પસાર થઇ રહી છે ધનશ્રી વર્મા
ધનશ્રી વર્માએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેને જણાવ્યું છે કે, તે ખૂબ જ ખરાબ સમયમાંથી પસાર થઇ રહી છે. તેના ઘૂંટણમાં ઈજા થઇ હતી, તે પોતાની લાસ્ટ રીલ બનાવવા દરમિયાન ઈજાગ્રસ્ત થઇ હતી, પણ તેના પછી તે ખૂબ જ દુ:ખમાંથી પસાર થઇ રહી છે, તે આ સમયે ડાન્સ કરવાનું તો દૂર છે, પણ રોજના મહત્વના કામો પણ નથી કરી શકતી. આ જ કારણે તેની ટ્રીટમેન્ટ ચાલુ છે.
ડિવોર્સના સમાચારોને ફગાવ્યું.
આની સાથે જ ધનશ્રી વર્માએ પોતાના અને યુઝવેન્દ્ર ચહલના વચ્ચે અણબનાવના સમાચારોને ફગાવી દીધા. તેણે જણાવ્યું કે, આ સમયે તે જે ખરાબ સમયમાંથી પસાર થઇ રહી છે, તેમાં તેના પરિવારે અને પતિએ તેને સૌથી વધુ સપોર્ટ કર્યો છે અને તેમના જ કારણે તે દુ:ખાવાનો સામનો કરવામાં સક્ષમ રહી છે. તેવી સ્થિતિમાં તેને આવા સમાચારોથી ખૂબ જ દુ:ખ પણ પહોંચ્યું છે.
આ પોસ્ટ પર યુઝવેન્દ્ર ચહલે કમેન્ટ કરીને ધનશ્રીને સપોર્ટ કર્યો હતો. ચહલે કમેન્ટમાં 'માય વુમન' લખ્યું હતું.
આના પહેલા ધનશ્રી વર્માએ ‘ચહલ’ સરનેમ હટાવ્યા પછી પહેલી વાર સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું હતું. તેને પોતાના બે ફોટોને શેર કર્યાની સાથે કેપ્શનમાં લખ્યું કે, ‘એક રાજકુમારી હંમેશાં પોતાના દુખાવાને શક્તિમાં બદલી દેશે.’ આ પોસ્ટથી તેને દુખાવાનો સંકેત આપ્યો હતો.
યુઝવેન્દ્ર ચહલે ધનશ્રી વર્મા સાથે ડિસેમ્બર,2020 મા લગ્ન કર્યા હતા. બંનેની મુલાકાત સોશિયલ મીડિયા પર થઇ હતી અને પછી બંને એક-બીજાના નજીક પણ આવી ગયા, પણ ગત કેટલાક દિવસોથી બંનેની વચ્ચે અણબનાવના સમાચારો સાંભળવા મળી રહ્યા છે.
Top News
'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો
E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી
તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે
Opinion
-copy.jpg)