અહીં કૂવારાઓ રાત્રે મંદિરમાંથી પાર્વતીની મૂર્તિ ચોરી જાય, લગ્ન બાદ પરત મૂકી જાય

દેશના દરેક રાજ્યમાં અનેક પ્રકારની અનોખી પ્રણાલીઓ જોવા મળે છે. જેનું સ્થાનિકો અનુકરણ કરતા હોય છે. પાડોશી રાજ્ય રાજસ્થાનના બુંદી જિલ્લાના હિંડૌલી ગામે એક અનોખી પ્રથા પ્રવર્તે છે. લગ્નોત્સુક યુવકો અહીં મંદિરમાંથી પાર્વતી માતાની મૂર્તિને ચોરી જાય છે અને લગ્ન થયા બાદ મૂર્તિને પરત મંદિરમાં મૂકી જાય છે. જેવી મૂર્તિ મંદિરમાં આવે એટલે બીજો કુંવારો ફરી એને ચોરી જાય છે.

હિંડૌલી ગામે આવેલા શિવમંદિરમાંથી મૂર્તિ ચોરવા બદલ કોઈ પ્રકારનો પોલીસકેસ પણ થતો નથી. આ મંદિર રામસાગર સરોવરના કાંઠે રધુનાથ ઘાટ પર આવેલું છે. મૂર્તિ ચોરવા પાછળનું કારણ પણ અનોખું છે. અહીં એવી માન્યતા છે કે, જે યુવકના લગ્ન ન થતા હોય તે આ મંદિરમાંથી ચોરીછુપીથી પાર્વતીજીની મૂર્તિ ચોરી જાય છે. આમ કરવાથી એના લગ્ન ઝડપથી થઈ જાય છે. આ જ કારણે અહીં ગામના કુંવારાઓ મૂર્તિ ચોરી જાય છે અને લગ્ન થઈ જતા પરત મૂકી જાય છે. મૂર્તિ રાત્રે જ ચોરવાની હોય છે. મંદિરમાં શિવલીંગની બાજુમાં પાર્વતીજીની મૂર્તિ સ્થાપિત હોય છે. પણ શિવ સાથે શક્તિ ભાગ્યે જ જોવા મળે છે.

કુંવારા યુવકો એ ધ્યાન રાખીને બેઠા હોય છે કે, ક્યારે અહીં મૂર્તિ આવે. આમ મંદિરમાંથી શક્તિ-શિવથી કેટલાય દિવસો સુધી વિખૂટા પડી જાય છે. તેઓ કુંવારા યુવાનોના ઘરે હોમ ક્વોરેન્ટાઈન થઈ જાય છે. પણ આ વખતે અખાત્રીજ જેવા શુભ દિવસે પણ કોઈ લગ્ન ન થવા પાછળનું કારણ લૉકડાઉન છે. લૉકડાઉન ખુલ્યું નથી અને લગ્ન પણ થયા નથીં. જુલાઈ મહિનાથી ચાર મહિના સુધી દેવ પોઢી જશે. એવામા શિવ પાસે શક્તિ પરત આવે એવી શક્યતાઓ ઓછી છે. લાઈનમાં રહેલા કુંવારાઓએ મૂર્તિ માટે આ વખતે લાંબા સમય સુધી રાહ જોવી પડે એવી સ્થિતિ છે. અત્યાર સુધીમાં 15થી 20 વખત પાર્વતીજીની મૂર્તિ ચોરાઈ ચૂકી છે. જે યુવાનોએ ચોરી એમને લગ્ન પણ થઈ ચૂક્યા છે. એવું અહીં મંદિરના પૂજારીએ જણાવ્યું હતું. વર્ષમાં એક કે બે મહિના સુધી માંડ આ મૂર્તિ શિવજીની પાસે રહે છે.

 

About The Author

Top News

મંત્રીએ અડધી રાત્રે દરોડા પાડીને નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપી

રાજસ્થાન સરકારના કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રી ડૉ. કિરોડી લાલ મીણાએ ભરતપુર અને દૌસા જિલ્લાની સીમા પર આવેલા કમાલપુરા ગામ...
National  Politics 
મંત્રીએ અડધી રાત્રે દરોડા પાડીને નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-01-2026 વાર- બુધવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

મેજર સ્વાતિએ દક્ષિણ સુદાનમાં હજારો મહિલાઓનું કેવી રીતે રક્ષણ કર્યું? UNએ મોટો પુરસ્કાર એનાયત કર્યો

દક્ષિણ સુદાનમાં સંયુક્ત રાષ્ટ્ર મિશન (UNMISS)માં તૈનાત ભારતીય સૈન્ય અધિકારી મેજર સ્વાતિ શાંતિ કુમારને 2025નો UN સેક્રેટરી...
World 
મેજર સ્વાતિએ દક્ષિણ સુદાનમાં હજારો મહિલાઓનું કેવી રીતે રક્ષણ કર્યું? UNએ મોટો પુરસ્કાર એનાયત કર્યો

9 ફેબ્રુ.થી ગૂગલ પ્લે સ્ટોર- એપલ સ્ટોર પરથી હટી જશે આ એપ, માઇક્રોસોફ્ટની જાહેરાત

માઇક્રોસોફ્ટ તેની ખાસ એપને ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી હટાવી રહ્યું છે. અમેરિકન ટેક કંપનીએ 9 ફેબ્રુઆરીથી...
Tech and Auto 
9 ફેબ્રુ.થી ગૂગલ પ્લે સ્ટોર- એપલ સ્ટોર પરથી હટી જશે આ એપ, માઇક્રોસોફ્ટની જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.