- Politics
- ‘તમારી પાસે વોટ છે, તો મારી પાસે..’, માલેગાંવમાં ચૂંટણી પ્રચાર દરમિયાન અજિત પવારનું વિવાદાસ્પદ નિવેદ...
‘તમારી પાસે વોટ છે, તો મારી પાસે..’, માલેગાંવમાં ચૂંટણી પ્રચાર દરમિયાન અજિત પવારનું વિવાદાસ્પદ નિવેદન
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે શનિવારે માલેગાંવ નગર પંચાયત ચૂંટણી માટે પોતાનો પ્રચાર શરૂ કર્યો હતો. તેમના ભાષણ દરમિયાન અજિત પવારે એક એવું નિવેદન આપી દીધું જેને કારણે વિવાદ ઊભો થઈ ગયો થયો છે. ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી શિવસેના અને કોંગ્રેસે અજિત પવારને ઘેર્યા છે.
નાયબ મુખ્યમંત્રી અજિત પવારે કહ્યું કે, ‘તમે મને માલેગાંવ નગર પંચાયતમાં 18 ઉમેદવારો (મહાયુતિ) જીતાડી બતાવો, હું મારા બધા વચનો અને માગણીઓ પૂર્ણ કરીશ, પરંતુ જો તમે કટ મારી તો હું પણ કટ મારીશ. તમારી પાસે મત છે, મારી પાસે ફંડ છે. હવે, નક્કી કરો કે શું કરવાનું છે.
અજિત પવારના નિવેદન પર ઉદ્ધવ ઠાકરે, શિવસેના અને કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો છે. વિપક્ષી પાર્ટીઓએ કહ્યું કે, જો અજિત પવાર આવી ધમકીઓ આપી રહ્યા છે, તો ચૂંટણી પંચે તેમના નિવેદનની નોંધ લેવી જોઈએ અને તેમની સામે કાર્યવાહી કરવી જોઈએ. સત્તામાં રહેલા લોકો દબાણની રણનીતિનો ઉપયોગ કરી રહ્યા છે.
વિપક્ષના વળતા પ્રહાર પછી, અજિત પવાર તેમના નિવેદન પર અડગ રહ્યા અને સમર્થન પણ આપ્યું છે. અજિત પવારે કહ્યું કે, ‘ચૂંટણી દરમિયાન, નેતાઓ મત માગતી વખતે લોકોને વચનો આપે છે. આપણે બિહારમાં પણ જોયું છે. મેં કોઈને ધમકી આપી નથી, મેં ફક્ત એટલું જ કહ્યું છે કે જો તેઓ મને જીતાડશે, તો તેઓ ફંડ આપશે અને વિકાસ કરશે.
વિવાદ બાદ અજિત પવારની સ્પષ્ટતા
પોતાના નિવેદનમાં અજિત પવારે કહ્યું કે વિપક્ષી પાર્ટીઓને ટિપ્પણી કરવાનો અધિકાર છે, પરંતુ તેઓ માત્ર શું થાય છે તેના પર જ બોલે છે. તેઓ નેતાઓની વાતો પર ધ્યાન આપતા નથી, પરંતુ વિકાસ કાર્યોને પ્રાથમિકતા આપે છે. વિકાસ માટે પછી ભલે તે કેન્દ્રની નિધિ હોય કે રાજ્યની, તે યોગ્ય ક્ષેત્રોમાં ખર્ચવા જોઈએ અને દરેકને સાથે લેવા જોઈએ.
નાયબ મુખ્યમંત્રી અજિતે બિહારની પરિસ્થિતિ પર પણ ટિપ્પણી કરતા કહ્યું કે દરેક વ્યક્તિ કહે છે કે તેમની સરકાર સત્તામાં આવવા દો, પરંતુ વાસ્તવિક નિર્ણય જનતાનો છે. તેમણે તેજસ્વી યાદવના નિવેદનનો ઉલ્લેખ કર્યો, જેમાં તેજસ્વીએ કહ્યું હતું કે, કે જો તેમની સરકાર બનશે તો દરેક ઘરને સરકારી નોકરી મળશે. નાયબ મુખ્યમંત્રીનું માનવું છે કે દરેકને બોલવાનો અધિકાર છે, પરંતુ આખરે, જનતાનો વિશ્વાસ જ મહત્ત્વપૂર્ણ છે.
તેમણે એમ પણ કહ્યું કે જેઓ બિનહરીફ ચૂંટાય છે, તેમાં કોઈ ફોર્મ ભરતું નહીં હોય અને કોઈ ધાકધમકીની વાત થઈ નથી. ઉદાહરણ તરીકે, બારામતીમાં તેમના 8 ઉમેદવારો કોઈપણ વિરોધ વિના જીત્યા. નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે તેઓ શક્ય હોય ત્યાં સાથે મળીને લડશે. અનુભવી અને નવા ઉમેદવારો બંનેને તક મળશે, એટલે ઉમેદવારી માગનારાઓની સંખ્યા વધુ છે. ત્રણેય પાર્ટીઓએ સાથે મળીને સમજદારીપૂર્વક નિર્ણયો લીધા છે.
વિપક્ષનો આરોપ છે કે, આ નિવેદન મતદારોને દબાણ કરવાનો પ્રયાસ છે, જ્યારે પવારના સમર્થકો તેને ચૂંટણી રણનીતિ કહે છે. આગામી દિવસો મતદારોનો નિર્ણય નક્કી કરશે, પરંતુ પવારની ટિપ્પણીએ ચૂંટણી ચર્ચાને એક નવા સ્તરે પહોંચાડી દીધી છે.

