- Relationship
- બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ કરી અને દુનિયા ફરવા માટે કૂતરા સાથે નીકળી પડી આ યુવતી
બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ કરી અને દુનિયા ફરવા માટે કૂતરા સાથે નીકળી પડી આ યુવતી

24 વર્ષની એક છોકરી સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. કારણ ચોંકાવનારું છે. આ છોકરીનું નામ સિડને ફેરબ્રાચી છે, જે એક વેનમાં રહે છે અને તેમાં જ ટ્રાવેલ કરે છે. આ દરમિયાન તેની સાથે હંમેશાં તેનો કૂતરો એલા હોય છે. આ વેનને 10 હજાર ડૉલરના ખર્ચે તૈયાર કરવામાં આવી છે.
ફેરબ્રાચીએ પોતાની યાત્રાની શરૂઆત પોતાના બોયફ્રેન્ડની સાથે સપ્ટેમ્બર 2017માં કરી હતી. પરંતુ એકબીજા સાથે મનમેળ ના થતા એકબીજાની સહમતિથી તેઓ એપ્રિલ 2018માં છૂટા પડી ગયા. મર્સિડીઝ સ્પ્રિંટર વેન, જેમાં તેણે ખાસ નિવેશ કર્યું હતું, તેને તેણે પોતાના પૂર્વ પ્રેમીને આપી દીધી અને બાદમાં 24 હજાર ડૉલરની નવી વેન તૈયાર કરી.
આ વેનમાં એક કિંગ સાઈઝ બેડ, ફ્રિઝ, સ્ટવ, સિંક અને ટોયલેટ છે. વેનમાં ન્હાવા માટે જગ્યા નથી, આથી ફેરબ્રાચી ન્હાવા માટે લોકલ જિમમાં જાય છે. આ છોકરીના ઈન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ છે. ફેરબ્રાચી અત્યારસુધીમાં 20 રાજ્યોમાં ટ્રાવેલ કરી ચુકી છે.
Related Posts
Top News
શું છે હૈદરાબાદ ગેઝેટ, જેની માંગ સરકારે માની તો મનોજ જરાંગેએ ભૂખ હડતાળ સમાપ્ત કરી દીધી
અમેરિકામાં દવા કંપનીઓ પર 200 ટકા ટેરિફ લગાવવાની શક્યતા છે! જાણો શું છે ટ્રમ્પની યોજના?
73 હજાર પગાર મેળવતી સોફ્ટવેર એન્જિનિયર પત્નીએ પતિ પાસેથી માંગ્યું હતું ભરણપોષણ
Opinion
