- National
- ન તાળું તૂટ્યું, ન દરવાજો.. છતા SBI બેન્કમાંથી 2 કરોડના ઘરેણા અને 8 લાખ રોકડ કેવી રીતે સાફ કરી ગયા ચ...
ન તાળું તૂટ્યું, ન દરવાજો.. છતા SBI બેન્કમાંથી 2 કરોડના ઘરેણા અને 8 લાખ રોકડ કેવી રીતે સાફ કરી ગયા ચોર?
મધ્ય પ્રદેશના ઉજ્જૈન જિલ્લાના મહાનંદા નગર વિસ્તારમાં આવેલી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)ની શાખામાં ચોરીની એક મોટી ઘટના સામે આવી છે. મંગળવારે સવારે જ્યારે બેન્ક મેનેજર અને સફાઈ કર્મચારીઓ શાખામાં પહોંચ્યા ત્યારે તેમની આંખો પહોળી થઈ ગઈ. તેમણે જોયું કે બેન્કના મુખ્ય દરવાજાથી લઈને લોકર સુધીના બધા તાળા ખુલ્લા હતા. બેન્ક મેનેજરે તાત્કાલિક પોલીસને આ ચોરીની ઘટનાની જાણ કરી. માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઘટનાની તપાસ શરૂ કરી દીધી હતી
ઉજ્જૈન પોલીસે માત્ર 24 કલાકમાં એક મોટી બેંક લૂંટનો ભેદ ઉકેલી નાખ્યો છે. મહાનંદ નગરમાં આવેલી SBI શાખામાંથી 2 કરોડ રૂપિયાના ઘરેણાં અને 8 લાખ રૂપિયા રોકડાની ચોરી થઈ હતી. 5 શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે, અને ચોરાયેલી બધી વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે.
ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં 2 લોકો ચોરી કરતા અને આરામથી સામાન લઈ જતા જોવા મળે છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ચોરોએ બેન્કનું એક પણ તાળું તોડ્યું નથી, પરંતુ સરળતાથી ખોલી નાખ્યું હતું. તેનાથી સ્થિતિ સ્પષ્ટ થાય છે કે, કોઈ બેન્ક કર્મચારી ચોરો સાથે સંડોવાયેલો હોઈ શકે છે. પ્રાથમિક માહિતી મુજબ, ચોરોએ બેન્કમાંથી 2 કરોડ રૂપિયાના સોના-ચાંદીના ઘરેણાં અને 8 લાખ રૂપિયાથી વધુની રોકડ ચોરી કરી હતી. CCTV ફૂટેજમાં જોવા મળી રહ્યું છે કે ચોરો આરામથી બેન્કમાં ઘૂસી ગયા, ચોરી કરી અને કોઈ પણ ઉતાવળ કર્યા વિના ફરાર થઈ ગયા હતા.
કહેવામાં આવી રહ્યું છે કે ચોરાયેલા 2 કરોડ રૂપિયાના ઘરેણાં બેન્કમાંથી ગોલ્ડ લોન લેનારા લોકોના હતા. પોલીસનું માનવું છે કે, આ ચોરી બેન્ક કર્મચારીની મદદ વિના નહીં થઈ શકે. બેન્કમાં સોનું ક્યાં રાખવામાં આવે છે અને કેટલી સુરક્ષા છે. ચોરો પહેલાથી જ આ બધી વાતો જાણતા હતા. માહિતી મળતા જ પોલીસ અને FSLની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બેંકના સર્વિસ મેનેજર અને કેશ ઓફિસરને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન તેમની બેદરકારી ધ્યાનમાં આવી હતી.

