- Relationship
- છોકરીઓ માટે પ્રથમવાર સેક્સ માણવાની ઉંમર કઈ? શું કહે છે સાયન્સ?
છોકરીઓ માટે પ્રથમવાર સેક્સ માણવાની ઉંમર કઈ? શું કહે છે સાયન્સ?

યુવાનીના સમયમાં હોર્મોન્સને કારણે આપણને સેક્સના વિચારો આવવા લાગે છે. સેક્સને લઈને અનેક વિચિત્ર સવાલો પેદા થાય છે. સેક્સ અંગે સવાલ પૂછવા પર સંકોચ અનુભવતા હોવાના કારણે આપણે ફિલ્મો અને ઇન્ટરનેટ પર તે સવાલના જવાબ શોધતા હોઈએ છીએ. જોકે તેની પાછળ આપણી સેક્સ એજ્યુકેશન સિસ્ટમ પણ તેટલી જ જવાબદાર છે. ઘણાને સવાલ સતાવતો હશે કે આખરે સેક્સ કરવાની યોગ્ય ઉંમર કઈ છે.
એક્સપર્ટના મતે સેક્સ કરવાની યોગ્ય ઉંમર 18 વર્ષની છે. જોકે, અનેક અભ્યાસમાં સેક્સ કરવાની ઉંમરને લઈને મતભેદો છે. જેમાં સેક્સની ઉંમર અલગ અલગ સૂચવવામાં આવી છે. સાયન્સમાં પણ 18 વર્ષની ઉંમરને સેક્સ માટે બેસ્ટ માનવામાં આવી છે. જો 18 વર્ષ અગાઉ સેક્સ માણવામાં આવે તો શારીરિક અને માનસિક અનેક ફેરફારો થાય છે.
છોકરીઓને જે ઉંમરે માસિકની શરૂઆત થાય છે તે ઉંમરે છોકરાઓ પ્યુબર્ટીમાં પ્રવેશ કરે છે. છોકરીઓની જેમ છોકરાઓમાં પણ આ ઉંમરે ટેસ્ટોસ્ટેરોનનું લેવલ વધતા પોતાના શરીરમાં અનેક ફેરફાર અનુભવે છે. આ ઉંમરે તેને શિશ્નોત્થાનનો પણ અનુભવ થાય છે. જોકે પોતાની પ્યુબર્ટીના શરૂઆતમાં છોકરાઓને છોકરીઓ જેટલા ભાવનાત્મક ફેરફાર થયા હોતા નથી. જેના કારણે તેઓ ગમે ત્યારે સેક્સનો નિર્ણય લઈ લે છે.
સેક્સ કર્યા બાદ જે ઇમોશન અનુભવાય છે તે 18 વર્ષના થયા પછી જ છોકરાઓ સમજી શકે છે. માટે 18 વર્ષની ઉંમર છોકરાઓ માટે સેક્સ કરવા માટે ઉત્તમ છે. જ્યારે છોકરીઓ છોકરા કરતા એકદમ જુદી જ રીતે ઊછરે છે. તેમના શરીરમાં પ્યુબર્ટી આવતા જ અનેક ચેન્જ થાય છે. જેના કારણે તેમને મૂડમાં પણ ફેરફાર થાય છે. 18 વર્ષ અગાઉ સેક્સ કરવામાં આવે તો છોકરીઓમાં સેક્સ બાદ આવતા હોર્મોનલ ચેન્જીસમાંથી પસાર થવાની ક્ષમતા હોતી નથી. જેના કારણે તેઓ ડિપ્રેશનનો શિકાર બને છે.
જ્યારે છોકરીઓ માટે 18 વર્ષ સુધી સેક્સ ન કરવાનું બીજું કારણ એ છે કે તેઓ છોકરાઓ કરતા ભાવનાત્મક રીતે વધુ જોડાયેલા હોય છે. 18 વર્ષ પહેલા તેમનું બોડી પણ સેક્સ બાદના પરિણામો માટે તૈયાર નથી હોતું. સેક્સના કારણે તમને અનેક ઇમોશનનો ચડાવ ઉતાર અનુભવો છો જે તમે પહેલા ક્યારેય ન અનુભવ્યા હોય. તે કોઈ પણ ઉંમરે સેક્સ કરતા સમયે પ્રિકૉશન લેવા જરૂરી છે. કૉન્ડોમને ખરીદવાથી કે તેના ઉપયોગથી દૂર રહેવું જોઈએ નહીં. અનસેફ સેક્સના કારણે અનેક રોગ થઈ શકે છે.
Top News
'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો
E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી
તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે
Opinion
-copy.jpg)