KCAએ શ્રીસંત પર 3 વર્ષનો પ્રતિબંધ મુક્યો, કારણ છે સંજુ સેમસન, જાણો આખો મામલો

ભારતીય ટીમમાંથી સંજુ સેમસનને બાકાત રાખવા અંગે 'અપમાનજનક' ટિપ્પણી કરવા બદલ ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર S શ્રીસંતને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. જ્યારે, સંજુ સેમસનના પિતાને પણ કેરળ ક્રિકેટ એસોસિએશન (KCA) તરફથી કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.

કેરળ ક્રિકેટ એસોસિએશન (KCA)એ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર S શ્રીસંતને ચેમ્પિયન્સ ટ્રોફી માટે સંજુ સેમસનને ભારતીય ટીમમાંથી બાકાત રાખવાના વિવાદના સંદર્ભમાં તેના (KCA)ના વિરુદ્ધ ખોટા અને અપમાનજનક નિવેદનો આપવા બદલ ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધો છે. KCA દ્વારા બહાર પડાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 30 એપ્રિલના રોજ કોચીમાં તેની જનરલ બોડીની ખાસ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

Sreesanth
cricket.one

શ્રીસંત હાલમાં કેરળ ક્રિકેટ ટીમમાં કોલ્લમ એરીઝ ટીમનો સહ-માલિક છે. આ અગાઉ તેના વિવાદાસ્પદ નિવેદનના સંદર્ભમાં શ્રીસંત, કોલ્લમ ટીમ, અલપ્પુઝા ટીમ લીડ અને અલપ્પુઝા રિપલ્સને કારણદર્શક નોટિસ મોકલી આપવામાં આવી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'ફ્રેન્ચાઇઝી ટીમોએ નોટિસનો સંતોષકારક જવાબ આપ્યો છે, તેથી તેમની સામે કોઈ વધુ કાર્યવાહી કરવામાં આવી નથી, પરંતુ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે, ટીમ મેનેજમેન્ટના સભ્યોની નિમણૂક કરતી વખતે અત્યંત સાવધાની રાખવી સલાહભર્યું રહેશે.'

Sreesanth
sports.ndtv.com

તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, સંજુ સેમસનના પિતા સેમસન વિશ્વનાથ અને અન્ય બે લોકો સામે સંજુ સેમસનના નામે પાયાવિહોણા આરોપો લગાવવા બદલ વળતરનો દાવો દાખલ કરવામાં આવશે. KCAએ મલયાલમ TV ચેનલ પર ચર્ચા દરમિયાન સેમસન અને KCA સંબંધિત ટિપ્પણીઓ બદલ બે વખતના વર્લ્ડ કપ વિજેતા શ્રીસંતને નોટિસ ફટકારી છે. KCAએ નિવેદનમાં સ્પષ્ટતા કરી છે કે, નોટિસ સેમસનને સમર્થન આપવા બદલ નહીં, પરંતુ KCA વિરુદ્ધ ભ્રામક અને અપમાનજનક ટિપ્પણીઓ કરવા બદલ આપવામાં આવી છે.

Sreesanth
msn.com

શ્રીસંતે TV પર સંજુ સેમસનને કથિત રીતે સમર્થન આપતી વખતે KCA પર આરોપો લગાવ્યા હતા. તેણે સંજુ સેમસન અને કેરળના અન્ય ખેલાડીઓના બચાવ વિશે પણ વાત કરી. વિજય હજારે ટ્રોફી માટે કેરળ ટીમમાંથી સંજુ સેમસનને બાકાત રાખવા બદલ KCAની ટીકા વચ્ચે તેમણે આ નિવેદન આપ્યું હતું. એવું માનવામાં આવે છે કે, KCAના આ નિર્ણયથી ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમમાં સંજુ સેમસનની પસંદગીની શક્યતાઓ પર અસર પડી.

About The Author

Related Posts

Top News

દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

દિલ્હી યુનિવર્સિટી (DU)એ ગુરુવારે સ્પષ્ટ કરી દીધું કે તેના કોઈપણ કોર્સમાં મનુસ્મૃતિ ભણાવવામાં નહીં આવે. આ નિવેદન ત્યારે...
Education 
દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

ભલે આજે દુનિયા આધુનિક બની ગઇ હોય, આસમાનમાં પહોંચવાની વાત થતી હોય, પરંતુ આજની તારીખે પણ દહેજનું દુષણ...
National 
કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

2016માં રિલીઝ થયેલી ફિલ્મ 'દંગલ'માં સુપરસ્ટાર આમિર ખાને મહાવીર સિંહ ફોગટની ભૂમિકા ભજવી હતી. તે કુસ્તીબાજો...
Entertainment 
આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

એવું લાગે છે કે ડાયમંડ ઉદ્યોગમાં એક પણ રત્નકલાકાર બેરોજગાર નથી!

ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં અઢી વર્ષથી કારમી મંદીને કારણે લાખો રત્નકલાકારોએ રોજગારી ગુમાવી છે એ વિશે દેશભરમાં ભારે ઉહાપોગ મચી જતા...
Gujarat 
એવું લાગે છે કે ડાયમંડ ઉદ્યોગમાં એક પણ રત્નકલાકાર બેરોજગાર નથી!
Copyright (c) Khabarchhe All Rights Reserved.