'શરિયત વિરુદ્ધ...', હવે શમીની પુત્રીના હોળી રમવા પર ગુસ્સે મૌલાના, રોઝા ન પાળવા બદલ ક્રિકેટરને કહ્યો ગુનેગાર

ક્રિકેટર મોહમ્મદ શમી દ્વારા રમઝાન દરમિયાન ઉપવાસ ન રાખવા બદલ ગુનેગાર ગણાવનાર મૌલવીએ હવે ફાસ્ટ બોલરની પુત્રીની હોળીની ઉજવણીને 'અવૈધ' અને 'શરિયતની વિરુદ્ધ' ગણાવી છે.  શનિવારની મોડી રાત્રે જારી કરાયેલા એક વીડિયોમાં ઓલ ઈન્ડિયા મુસ્લિમ જમાતના પ્રમુખ મૌલાના શહાબુદ્દીન રઝવીએ કહ્યું કે, "તે નાની બાળકી છે. જો તે સમજ્યા વગર હોળી રમે છે તો તે ગુનો નથી. જો તે સમજદાર હોય અને છતાં પણ હોળી રમે તો તેને શરિયત વિરુદ્ધ ગણવામાં આવશે."

mohammed shami
abplive.com

રજવીએ કહ્યું કે તેણે શમીને અગાઉ પણ ઇસ્લામના સિદ્ધાંતોનું પાલન કરવાની સલાહ આપી હતી.  આમ છતાં તેમની દીકરીનો હોળી મનાવતો વીડિયો બહાર આવ્યો હતો.  તેણે કહ્યું, "મેં શમી અને તેના પરિવારના સભ્યોને અપીલ કરી છે. જે પણ શરિયતમાં નથી, તે તમારા બાળકોને ન કરવા દો. હોળી હિંદુઓ માટે મોટો તહેવાર છે, પરંતુ મુસ્લિમોએ હોળી ન ઉજવવી જોઈએ. જો કોઈ શરિયત જાણતા હોવા છતાં હોળી ઉજવે છે તો તે ગુનો છે." 

તેણે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં તાજેતરમાં મળેલી જીત બદલ ભારતીય ક્રિકેટ ટીમને પણ અભિનંદન પાઠવ્યા હતા.  તેણે કહ્યું, "હું ટીમ ઈન્ડિયાના કેપ્ટન, તમામ ખેલાડીઓ અને મોહમ્મદ શમીને તેમની સફળતા માટે હૃદયપૂર્વક અભિનંદન આપું છું." 

mohammed shami
bombaysamachar.com

આ મહિનાની શરૂઆતમાં, રજવીએ કહ્યું હતું કે શમીએ ઇસ્લામિક પવિત્ર રમઝાન મહિનામાં ઉપવાસ ન રાખીને પાપ કર્યું છે.  શનિવારના વીડિયો સંદેશમાં તેમણે સૂચન કર્યું કે શમી સહિત જે લોકો રોઝા કરી શકતા નથી તેમણે રમઝાન પછી રોઝા રાખવા જોઈએ.  રજવીએ શમીને તે પણ નિર્દેશ કર્યો હતો કે તેના પરિવારના સભ્યોને શરિયતનો અનાદર ન કરવાનો આગ્રહ કરે.  

તમને જણાવી દઈએ કે 6 માર્ચે ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયા સામેની મેચ દરમિયાન શમીને બોટલમાંથી ડ્રિંક પીતા જોવા મળ્યા બાદ મૌલવીએ કહ્યું હતું કે, "તે શરિયતની નજરમાં ગુનેગાર છે. તેણે આવું બિલકુલ ન કરવું જોઈતું હતું."

તેમણે શમીને શરિયતના નિયમોનું પાલન કરવાની સલાહ પણ આપી હતી.  રજવીએ કહ્યું હતું કે, "શરિયતના નિયમોનું પાલન કરવું એ તમામ મુસ્લિમોની જવાબદારી છે. ઇસ્લામમાં રોઝા રાખવા ફરજિયાત છે. જો કોઈ વ્યક્તિ જાણીજોઈને રોઝા ન રાખે તો ઇસ્લામિક કાયદા અનુસાર તેને પાપી માનવામાં આવે છે. ક્રિકેટ રમવું ખરાબ નથી, પરંતુ મોહમ્મદ શમીએ તેની ધાર્મિક જવાબદારીઓ નિભાવવી જોઈએ. હું શમીને સલાહ આપું છું કે તે શરિયતના નિયમોનું પાલન કરે અને તેના ધર્મ પ્રત્યે જવાબદાર બને."

About The Author

Related Posts

Top News

ગુજરાતમાં બનશે 2 એક્સપ્રેસ વે અને 12 હાઇસ્પીડ કોરીડોર, ટુરિઝમ વધશે

ગુજરાત સરકાર 2 એક્સપ્રેસ વે અને 12 હાઇસ્પીડ કોરીડોરનું નિર્માણ કરવા જઇ રહી છે.સરકારે ગરવી ગુજરાત હાઇસ્પીડ કોરીડોર પ્રોજેક્ટ હેઠળ...
Governance  Gujarat 
ગુજરાતમાં બનશે 2 એક્સપ્રેસ વે અને 12 હાઇસ્પીડ કોરીડોર, ટુરિઝમ વધશે

પહેલગામના પીડિત પિતાનો આક્રોશ- બે કોડીના લોકો PMને પડકાર ફેંકીને ગયા

પહેલગામની ઘટનામાં ઉત્તર પ્રદેશના કાનપુરના એક યુવાને જીવ ગુમાવ્યો હતો. તેના હજુ 2 મહિના પહેલા જ લગ્ન થયા હતા અને...
National 
પહેલગામના પીડિત પિતાનો આક્રોશ- બે કોડીના લોકો PMને પડકાર ફેંકીને ગયા

આ બે સરકારી બેન્કો પાસે હોમ અને કાર લોન લેવી થઈ ગઇ સસ્તી

2 સરકારી બેન્ક, કેનેરા બેન્ક અને ઇન્ડિયન બેન્કે પોતાના ગ્રાહકોને રાહત આપી છે. બેન્કોએ ગુરુવારે પોતાના રેપો-લિંક્ડ લેન્ડિંગ રેટ...
Business 
આ બે સરકારી બેન્કો પાસે હોમ અને કાર લોન લેવી થઈ ગઇ સસ્તી

સુરતના પન્નાબેનના અંગોના દાનથી એક દિવસે, એક સાથે 7 વ્યક્તિઓને નવજીવન મળ્યું

કિરણ હોસ્પિટલે દેશમાં આરોગ્ય ક્ષેત્રે એક વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. દેશના ઓર્ગન ફેલ્યોર લોકો માટે કિરણ હોસ્પિટલ આશાનું કિરણ...
Gujarat 
સુરતના પન્નાબેનના અંગોના દાનથી એક દિવસે, એક સાથે 7 વ્યક્તિઓને નવજીવન મળ્યું
Copyright (c) Khabarchhe All Rights Reserved.