- World
- વાયગ્રાના કારણે પત્ની નથી થતી પ્રેગનન્ટ! દુઃખી પતિએ માગી એક્સપર્ટ્સ પાસે મદદ
વાયગ્રાના કારણે પત્ની નથી થતી પ્રેગનન્ટ! દુઃખી પતિએ માગી એક્સપર્ટ્સ પાસે મદદ

સેક્સ પરફોર્મન્સને સારું બનાવવા માટે વાયગ્રા જેવી દવાઓનો ઉપયોગ ઘણી વખતે ઘાતક સાબિત થઈ શકે છે. આ દવાનો ઉપયોગ કરનારા એક પુરુષે રિલેશનશિપ પોર્ટલ પર પોતાનું દુઃખ વ્યક્ત કરતા એક્સપર્ટ્સ પાસેથી મદદ માગી છે. 50 વર્ષીય પુરુષે કહ્યું કે તે વાયગ્રાનો ઉપયોગ કરે છે અને તેને લાગે છે જે તેના કારણે તેની પત્ની ગર્ભવતી થઈ રહી નથી. પુરુષે લખ્યું કે અમારા લગ્નના લગભગ 10 વર્ષ થઈ ચૂક્યા છે હું 50 વર્ષનો છું અને મારી પત્નીની ઉંમર 39 વર્ષ છે. હું ઇરેક્શન ડિસફંક્શનના કારણે વાયગ્રાનો ઉપયોગ કરું છું.
તેણે આગળ લખ્યું કે અમે ઘણા વર્ષથી માતા-પિતા બનવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ પરંતુ અમારી આ ઈચ્છા પૂરી થઈ રહી નથી. પહેલા ડોક્ટર્સ કહેતા હતા કે મારી પત્નીને ગાયકેનોલૉજીસ્ટ સાથે જોડાયેલી સમસ્યા છે જેના કારણે તે પ્રેગનેન્ટ થઈ શકતી નથી. જ્યારે આ સમસ્યાને સોલ્વ કરી લેવામાં આવી તો તેણે જલદી જ ગર્ભવતી થઈ જવું જોઈએ પરંતુ મને અંદરથી વધુ એક ચિંતા થઇ રહી છે. હું વાયગ્રાનો ઉપયોગ કરું છું અને મને લાગે છે કે કદાચ આ કારણે મારી પત્ની બેબી કંસીવ કરી શકતી નથી.
તેણે કહ્યું કે હું માત્ર ઇરેક્શન ડિસફંક્શનના કારણે વ્યાગ્રાનો ઉપયોગ કરું છું. તેના પર એક્સપર્ટ્સે પુરુષને સલાહ આપતા કહ્યું કે મને લાગે છે તમે ડૉક્ટરની સલાહ પર જ વાયગ્રાનો ઉપયોગની શરૂઆત કરી હશે. જો એમ નથી તો તેની બાબતે તરત જ તમારે ડોક્ટર્સ સાથે વાત કરવાની જરૂરિયાત છે. નેશનલ હેલ્થ સર્વિસના જણાવ્યા મુજબ આ વાતના કોઈ પૂરતા પુરાવા નથી કે વાયગ્રાથી પુરુષ કે મહિલાની પણ ફર્ટિલિટી પર કોઈ અસર પડે છે. છોકરાની ઈચ્છામાં તમે વધારે સ્ટ્રેસ લઈ શકો છો જે નપુંસકતાને ટ્રિગર કરી શકે છે.
વર્ષ 2017મા એક સ્ટડીમાં એવી જાણકારી મળી હતી કે વાયગ્રા ગર્ભમાં શીશુઓને પ્રભાવિત કરનારી ગંભીર વિકાસ જાટિલતાઓને રોકવામાં પ્રભાવી નથી. ભ્રૂણ વિકાસ નિગ્રહ જેને સામાન્ય રીતે અંતર ગર્ભાશય વૃદ્ધિમાં અવરોધ (IUGR) કહેવામાં આવે છે. આ એક જાટિલ ગર્ભાવસ્થાની સ્થિતિ છે જેમાં શીશું સામાન્ય વજન જેટલો નથી વધી શકતો. આ સ્થિતિ ત્યારે ઉત્પન્ન થાય છે જ્યારે ગર્ભનાળ પોતાની અંદરના લોહીના નબળા પ્રવાહના કારણે યોગ્ય રીતે વિકસિત થઈ શકતી નથી.
Top News
'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો
E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી
તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે
Opinion
-copy.jpg)