- Kutchh
- રિલાયન્સ પછી બીજી મોટી રિફાઇનરી ક્યાં સ્થપાશે, જાણો...
રિલાયન્સ પછી બીજી મોટી રિફાઇનરી ક્યાં સ્થપાશે, જાણો...

ગુજરાતની સૌથી મોટી રિફાઇનરી જામનગરમાં છે અને તે રિલાયન્સ ગ્રુપની છે પરંતુ હવે બીજી મોટી રિફાઇનરી કચ્છમાં સ્થપાશે. તાઇવાનની ઓઇલ રિફાઇનરી સીપીસી કોર્પ એ કચ્છમાં 42000 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કરવાની તત્પરતા દર્શાવી છે. આ કંપની નેપ્થા ક્રેકર પ્લાન સ્થાપશે જેનાથી સ્થાનિક રોજગારીને પણ બળ મળશે.
ગુજરાતના ઉદ્યોગ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે તાઇવાનના કેટલાક પ્રતિનિધિઓ ગુજરાતમાં રિફાઇનરી માટે જગ્યા જોવા માટે આવ્યા હતા ત્યારે તેમને દહેજ અને મુન્દ્રા એમ બે સાઇટ બતાવવામાં આવી હતી પરંતુ કચ્છના મુન્દ્રામાં આ કંપનીએ જગ્યા પસંદ કરી છે.
ગુજરાતમાં આ મેગા પ્રોજેક્ટ હોવાથી મુખ્યમંત્રી કાર્યાલય તેની પર સીધી નજર રાખી રહ્યું છે. તાજેતરમાં તાઇવાન સરકારે ગુજરાતમાં ઓઇલ રિફાઇનરી સ્થાપશે તેવી જાહેરાત કરી હતી જેના અનુસંધાને કેટલાક પ્રતિનિધિઓ ગુજરાત આવ્યા હતા. આ કંપની રાજ્યની બીજી કોઇ કંપની સાથે પ્રોજેક્ટમાંજોડાવા માગે છે ત્યારે મળતી માહિતી મુજબ અદાણી જૂથ તૈયાર થયું છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં વિદેશના જે પ્રોજેક્ટ સ્થપાયા છે તેમાં સૌથી મોટું રોકાણ તાઇવાનની કંપનીનું છે. આ પ્લાન્ટ થકી કંપની ભારત તેમજ વિશ્વના અનેક દેશોનું બજાર સર કરશે તેમ લાગી રહ્યું છે. ગુજરાત સરકારે આ કંપની સાથે પ્રાથમિક ચર્ચાઓ પૂર્ણ કરી છે અને હવે એમઓયુ સાઇન કરવાની તૈયારી થઇ રહી હોવાનું ગુજરાત સરકારના સૂત્રો કહે છે.
Top News
'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો
E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી
તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે
Opinion
-copy.jpg)