અનિલ અંબાણીની જેલમાં જવાની આવી ગઈ હતી નોબત, ત્યારે સંકટમોચક બનીને આવેલા આ વ્યક્તિ, ચૂકવ્યું 5500000000નું દેવું

ઉદ્યોગપતિ અનિલ અંબાણી સાથે જોડાયેલી આ ઘટના વર્ષ 2018ની છે, પરંતુ આજે ફરી એકવાર યાદ આવી રહી છે. યાદ એટલા માટે આવી રહી છે કારણ કે ફરી એકવાર અનિલ અંબાણી મુશ્કેલીઓથી ઘેરાયા છે. ED3000 કરોડ રૂપિયાના લોન કેસમાં અનિલ અંબાણીની ચિંતા વધારી દીધી છે. વર્ષ 2018માં પણ તેમની સામે આવી જ એક સમસ્યા આવી હતી. નક્કી સમય મર્યાદાની અંદર લોન ચૂકવી ન શકવાને કારણે, તેમના પર ધરપકડની તલવાર લટકી રહી હતી, પરંતુ એક વ્યક્તિએ તેમને આ મુશ્કેલ સમયમાંથી બચાવી લીધા. તેમણે ન માત્ર લોન ચૂકવી, તેમણે તેમને જેલ જતા પણ બચાવી લીધા.

રિલાયન્સ કોમ્યુનિકેશન્સે સ્વીડનના ટેલિકોમ ગ્રુપ એરિક્સન પાસેથી લોન લીધી હતી. તેમને નિર્ધારિત સમય મર્યાદામાં 7.7 કરોડ ડોલરની લોન ચૂકવવાની હતી, પરંતુ પહેલાથી જ ભારે દેવામાં ડૂબેલા અનિલ અંબાણી આ લોન સમયસર ચૂકવી ન શક્યા. ત્યારબાદ એરિક્સને કોર્ટનો દરવાજો ખખડાવ્યો. કોર્ટે અનિલ અંબાણીને 4 અઠવાડિયાનો સમય આપ્યો અને કહ્યું કે ક્યાં તો તેઓ પૈસા પરત કરે અથવા જેલ જવા માટે તૈયાર રહેવું જોઈએ. જો તેઓ કંપનીની 7.7 કરોડ ડોલરની લોન નહીં ચૂંકાવે, તો તેમને જેલમાં જવું પડશે.

anil ambani
livemint.com

કોર્ટે અનિલ અંબાણીને એરિક્સનના 7.7 કરોડ ડોલરના બાકી લેણાં ચૂકવવાનો આદેશ આપ્યો હતો, પરંતુ તેઓ આમ ન કરી શક્યા. કોર્ટના તિરસ્કારને કારણે તેમને જેલ જવાનો ભય મંડરાઈ રહ્યો હતો. સુપ્રીમ કોર્ટે તેમને 4 અઠવાડિયાનો સમય આપ્યો અને કહ્યું કે જો તેઓ દેવું નહીં ચૂંકાવે, તો તેમણે જેલમાં જવા માટે તૈયાર રહેવું જોઈએ. અનિલ અંબાણી આટલી મોટી રકમ ચૂકવવા માટે સફળ થઈ શકતા નહોતા. તેમણે સૌથી મુશ્કેલ નિર્ણય લેતા એ સમયે ભારતની બીજી સૌથી મોટી ટેલિકોમ્યુનિકેશન કંપનીને નાદાર જાહેર કરવા માટે અરજી દાખલ કરી.

જ્યારે બધા રસ્તા, બધા વિકલ્પો બંધ થઈ ગયા, ત્યારે તેમના મોટા ભાઈ મુકેશ અંબાણીએ અનિલ અંબાણીને મદદ કરી. અનિલ અંબાણીને સૌથી મુશ્કેલ સમયમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ મદદનો હાથ લંબાવ્યો. સમયમર્યાદાના 2 દિવસ અગાઉ, રિલાયન્સ કોમ્યુનિકેશન્સે એરિક્સનને 6.7 કરોડ ડોલરની રકમ ચૂકવી દીધી અને જેલમાં જવાનો ભય સમાપ્ત થઈ ગયો. અનિલ અંબાણીએ આ મદદ માટે તેમના ભાઈ અને ભાભીનો આભાર માન્યો. તેમણે એક ઈન્ટરવ્યૂમાં ભાવુક થતા કહ્યું કે મુશ્કેલ સમયમાં તેમનો પરિવાર તેમની સાથે ઉભો રહ્યો.

anil ambani
bbc.com

અનિલ અંબાણીએ 30 સપ્ટેમ્બર 2018 સુધીમાં એરિક્સનને 550 કરોડ રૂપિયા ચૂકવવાના હતા. આ સમયમર્યાદા પાર કરવાનો અર્થ હતો જેલમાં જવાનું. ત્યારબાદ મુકેશ અંબાણીએ તેમના નાના ભાઈનું દેવું ચૂકવીને મદદ કરી. આરકોમના 1.78 લાખ રૂટ કિલોમીટર ફાઇબર એસેટ્સ અને 43,540 મોબાઇલ ટાવર પર મોટી ટેલિકોમ કંપનીઓની નજર હતી. લોન ચૂકવવાને બદલે, અનિલ અંબાણીએ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના રિલાયન્સ જિયોને તેમના ટાવર અને ફાઇબર લાઇન લીઝ પર રાખવા આપી દીધા.

ધીરુભાઈ અંબાણીનું રિલાયન્સ ગ્રુપ 28000 કરોડનું હતું. વર્ષ 2005માં જ્યારે તે બે ભાઈઓ મુકેશ અંબાણી અને અનિલ અંબાણી વચ્ચે તેની વહેંચણી થઈ, ત્યારે અનિલના હિસ્સામાં ટેલિકોમ સેક્ટર આવ્યું, જેમાં કમાણીની અપાર સંભાવના હતી. રિલાયન્સ કોમ્યુનિકેશનને વધારવા માટે અનિલ અંબાણી એક બાદ એક ડીલ કરી રહ્યા હતા. વર્ષ 2005માં એડલેબ્સ અને વર્ષ 2008માં ડ્રીમવર્ક્સ સાથે ડીલ કરી. વર્ષ 2013માં સ્વીડનની કંપની એરિક્સન સાથે સમજૂતી થઈ. 7 વર્ષ માટે ડીલ થઈ, પરંતુ આ ડીલ નુકસાનકારક સાબિત થઈ અને અનિલ અંબાણીનું દેવું વધતું ગયું. ત્યાં સુધીમાં, બજારમાં Jioના આવવાની બાકીની કસર પૂરી કરી લેવામાં આવી હતી. એરટેલ, વોડાફોન, આઈડિયા જેવી કંપનીઓ Jioની આંધી ન ઝીલી શકતી નહોતી. R.Comએ આંધીમાં ઉડી ગઈ.

About The Author

Related Posts

Top News

આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

રૂપિયામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે પણ રૂપિયો અમેરિકન ડોલરની તુલનમાં ઐતિહાસિક નીચલા સ્તર પર 90.41ના પર બંધ...
Business 
આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

અમરોહામાં પોલીસે બાંગ્લાદેશી મહિલા રીના બેગમ અને તેના પતિ રાશિદ અલીની ધરપકડ કરી. રીનાએ સોશિયલ મીડિયા પર 'બાય-બાય બાંગ્લાદેશ...
National 
દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.