- Lifestyle
- જયા કિશોરીએ એવું શું કહ્યું કે માફી માંગવી પડી
જયા કિશોરીએ એવું શું કહ્યું કે માફી માંગવી પડી
જ્યારે જીવનમાં બધું ગૂંચવાયેલું અને અસ્તવ્યસ્ત થઇ ગયેલું લાગે છે અને પરિસ્થિતિઓ કાબુ બહાર જતી હોય તેમ દેખાય છે, ત્યારે ગુસ્સો આવવો સ્વાભાવિક છે. પરંતુ ક્યારેક આ ગુસ્સો આપણે એવા લોકો પર નીકાળીએ છીએ કે જે આપણા સૌથી નજીકના હોય, જેમણે કોઈ ભૂલ પણ કરી નથી. આવા સમયે, પોતાને સંયમિત કરવું અને શાંતિથી વિચારવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
જયા કિશોરી તેમના પ્રવચનોમાં કહે છે કે, મુશ્કેલ સમયમાં ધીરજ અને સમજણની સૌથી વધુ જરૂર હોય છે. તેમનો સંદેશ એ છે કે, જો તમને ગુસ્સો આવે તો તરત જ પ્રતિક્રિયા આપવાનું ટાળો. એક ક્ષણ માટે થોભો, ઊંડો શ્વાસ લો, અને વિચારો કે શું તમારું વર્તન તમારા નજીકના કોઈને દુઃખ તો નથી પહોચાડતુંને. આ થોડી વાર માટે અટકી જવું એ તમારા સંબંધોને તૂટતા બચાવી શકે છે અને મનને શાંત રાખી શકે છે. જયા કિશોરીએ બીજી એક વાત શેર કરી જે તમારે ચોક્કસપણે સાંભળવી જોઈએ, અને સંબંધોમાં ગુસ્સાને કેવી રીતે નિયંત્રિત કરવો તે શીખવું જોઈએ.

જો તમે કોઈને પ્રેમ કરો છો, તો તમે ગુસ્સામાં પણ તેને દુઃખી ન કરી શકો. તેથી, મારા શબ્દોની પસંદગી સમજદારીપૂર્ણ છે, ગુસ્સામાં પણ, જેથી હું એમ ન કહું કે 'મારો મતલબ એવો નહોતો.' 'મારા દરેક શબ્દનો મતલબ તો આ જ હતો.' 'જો મેં શાંત થઈને પછી કંઈક કહ્યું હોય, તો હું તે વાત સાથે કાયમ રહીશ, કે મેં આ કહ્યું છે.' પરંતુ ઘણા લોકો ઝઘડો કરે છે, ગુસ્સામાં કંઈ પણ કહી દે છે, અને પછી કહે છે, 'મારો મતલબ એ નહોતો' અને ત્યાર પછી માફી માંગી લે છે. પરંતુ મને લાગે છે કે, તેમના મોંમાંથી એવા શબ્દો નીકળતા નથી સિવાય કે તેમના મનમાં તેવા વિચારો ન હોય.
ગુસ્સામાં, લોકો ઘણીવાર એવા શબ્દો બોલે છે જે પાછળથી સંબંધોમાં ઉભી તિરાડ પાડી શકે છે. જયા કિશોરી કહે છે, 'કોઈ બીજાને કારણે આપણે ગુસ્સે થયા છીએ એનો ગુસ્સો આપણા પોતાના પર નીકળવાથી ન તો ફક્ત સંબંધો બગડે છે, પણ આપણી માનસિક શાંતિ પણ છીનવાઈ જાય છે.'
https://www.instagram.com/reel/DQ_xME7kVJn/
આજના સમયમાં, જ્યારે દરેક વ્યક્તિ તણાવ અને દબાણથી ઘેરાયેલો હોય છે, ત્યારે આ શિખામણ વધુ મહત્વપૂર્ણ બની જાય છે. તમે વિચારો, કોઈ બહારનો સંઘર્ષ અથવા તણાવની અસર તમારા બાળકો, જીવનસાથી અથવા મિત્રો પર શા માટે પડે? એટલે, સંયમ જાળવી રાખવો અને ગુસ્સાની આગને શબ્દોથી ભડકાવવાને બદલે શાંત મનથી તેને ઓલવી નાખવી એ જ સંબંધો અને મન બંને માટે શ્રેષ્ઠ અભિગમ છે.

જયા કિશોરી સમજાવે છે કે, કોઈપણ પ્રતિક્રિયા આપતા પહેલા થોડીક સેકન્ડ માટે થોભવું ખુબ મહત્વપૂર્ણ છે. આ થોડુંક અટકી જવું આપણને આપણી લાગણીઓને પ્રતિબિંબિત કરવા અને સમજવાનો સમય આપે છે. જ્યારે આપણે તાત્કાલિક પ્રતિક્રિયા આપતા નથી, ત્યારે આપણે કઠોર અથવા અયોગ્ય શબ્દો ટાળીએ છીએ, જે પાછળથી સંબંધોને નુકસાન પહોંચાડી શકે છે. આ નાનો સંયમ ઘણા મોટા વિવાદોને ઉભા થતા અટકાવે છે અને સંબંધોને મજબૂત બનાવી રાખે છે.
જો તમે ખરાબ મૂડમાં છો, તો તેનો અર્થ એ નથી કે તમારે તમારો ગુસ્સો બીજાઓ પર ઉતારવો જોઈએ. જયા કિશોરી કહે છે, 'તમારી લાગણીઓ તમારી જવાબદારી છે.' તેથી, તમારી માનસિક સ્થિતિનો ભાર બીજાઓ પર નાખવાને બદલે, પોતાને શાંત કરવાનું શીખો. આ સમજણ ઘરનું વાતાવરણ હળવું રાખે છે અને સંબંધોમાં બિનજરૂરી તણાવ આવતા અટકાવે છે.

કંઈ પણ બોલતા પહેલા, પોતાને એક સવાલ પૂછો, 'શું આ સાચું છે?' જો જવાબ ના હોય, તો ચૂપ રહેવું જ વધારે સારું છે. જયા કિશોરીના મતે, ક્યારેક ચૂપ રહેવાથી આપણે પોતાને અને અને સામેની વ્યક્તિને મોટી ભૂલથી બચાવી શકીએ છીએ.
ગુસ્સાને કાબૂમાં રાખવો એ નબળા માણસની નિશાની નથી, પરંતુ તે એ દર્શાવે છે કે, તમારું પોતાના પર સંપૂર્ણ નિયંત્રણ છે. જયા કિશોરીનો સંદેશ પણ એ જ છે, આપણી પાસે લાગણીઓ છે, પરંતુ આપણે તેમના ગુલામ નથી. જો આપણે આપણી લાગણીઓને યોગ્ય રીતે વ્યક્ત કરી શકીએ, તો જીવન સરળ બને છે અને સંબંધો પણ મજબૂત બને છે.

